Business

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ

By GS Team
30 Apr 20261 min read
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ

અમદાવાદ : ૨૦૨૫માં વૈશ્વિક વાહન વૃદ્ધિ વધુ કે ઓછી રહેવાની ધારણા હતી, પરંતુ એશિયા-પેસિફિક આ વિસ્તરણના મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યું છે, એમ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મોટર વ્હીકલ મેન્યુફેક્ચરર્સે જણાવ્યું હતું. ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ થયો છે અને તે યુરોપ અને યુએસ કરતાં આગળ નીકળી ગયું છે.

૨૦૨૫માં વૈશ્વિક વાહન ઉત્પાદન ૩.૯ ટકા વધીને ૯૬.૪ મિલિયન વાહનો થયું હોવા છતાં, અને વેચાણ ૪.૭ ટકા વધીને ૯૯.૮ મિલિયન વાહનો થયું હોવા છતાં, વૈશ્વિક સ્તરે આ ગતિ સમગ્ર રીતે એકસમાન નથી. એશિયા-પેસિફિકમાં ઉત્પાદનમાં ૭.૬ ટકાનો વધારો થયો હતો, જ્યારે યુરોપ અને અમેરિકામાં અનુક્રમે ૦.૮ ટકા અને ૨.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સૂચવે છે કે વૈશ્વિક વૃદ્ધિ એક સાથે પુન:પ્રાપ્તિને બદલે વિભાજિત હતી.

એશિયા-પેસિફિક હવે ઉદ્યોગના ેકેન્દ્ર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી ચૂક્યું છે. આ ક્ષેત્ર વૈશ્વિક વાહન ઉત્પાદનમાં ૬૧ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જેમાં ચીન, જાપાન અને ભારત નોંધપાત્ર યોગદાન આપે છે. માંગની દ્રષ્ટિએ પણ આ ક્ષેત્ર આગળ છે, વાહનોનું વેચાણ ૭ ટકાથી વધુના દરે વધી રહ્યું છે, જે સૌથી મોટા ઉત્પાદન કેન્દ્ર અને ગ્રાહક બજાર બંને તરીકે તેની બેવડી ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.

વૈશ્વિક ઓટોમોટિવ ઉદ્યોગ ટેકનોલોજીકલ ફેરફારો, ભૂ-રાજકીય દબાણ અને વિવિધ સરકારોની નીતિઓ દ્વારા ફરીથી આકાર પામી રહ્યો છે.