Business

NSEમાં પ્રી-ઓપન સેશનના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર

By GS Team
8 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા 7 સપ્ટેમ્બર 2026થી શેરબજારના પ્રી-ઓપન ઓક્શન સેશનના નિયમોમાં ફેરફાર કરાયા છે. નવા નિયમો હેઠળ, પ્રી-ઓપન સેશનને ઓર્ડર દાખલ કરવા, ફેરફાર કરવા, રદ કરવા અને મેચિંગ માટે અલગ સમયગાળામાં વહેંચવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ઇક્વિટી, SME, INVITS, REITs અને ડેરિવેટિવ્ઝ સહિત તમામ શેરોને લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NSEમાં પ્રી-ઓપન સેશનના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર

નવા નિયમો હેઠળ ઓર્ડર ક્યારે દાખલ કરી શકાય, ક્યારે ફેરફાર અથવા રદ કરી શકાય અને ઓર્ડર કઈ રીતે મેચ થશે તેમાં ફેરફાર
મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) દ્વારા સોમવાર ૭, સપ્ટેમ્બર ૨૦૨૬થી શેર બજારના પ્રી-ઓપન ઓક્શન સેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ પ્રી-ઓપન સેશનને ઓર્ડર દાખલ કરવા, તેમાં ફેરફાર અથવા રદ કરવા અને ઓર્ડરના મેચિંગ તથા અમલ માટે અલગ-અલગ સમયગાળામાં વહેંચવામાં આવ્યું છે. આ પ્રક્રિયા દ્વારા શેરના શરૂઆતના એટલે કે ઈક્વિલિબ્રિયમ-સમતુલ્ય ભાવ નક્કી કરવામાં આવશે.
નવી પ્રી-ઓપન પ્રક્રિયા ઈક્વિટી કેશ માર્કેટના તમા શેરો, જેમાં એસએમઈ, ઈન્વિટ્સ, રેઈટ્સ અને ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટનો સમાવેશ થાય છે, તેના પર લાગુ થશે. આ સુધારેલા પ્રી-ઓપન સેશનનો મુખ્ય ઉદ્દેશ શરૂઆતના ભાવની શોધ પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવાનો છે, સાથે જ અંતિમ ક્ષણે બજારના ઓર્ડરોના વધતા પ્રભાવને ઘટાડવાનો પણ હેતુ છે.
આ નવી પ્રી-ઓપન સેશન કેવી રીતે કામ કરશે ? સમયગાળા ૧ : ઓર્ડર દાખલ કરવાનો સમય : સવારે ૯:૦૦થી ૯:૦૫ વાગ્યે. નવા નિયમ : સવારે ૯:૦૦થી ૯:૦૫ વાગ્યા સુધી ઓર્ડર દાખલ કરવાનો પ્રથમ સમયગાળો રહેશે. આ દરમિયાન બજારના ભાગીદારો લિમિટ ઓર્ડર તેમ જ માર્કેટ ઓર્ડર દાખલ કરી શકશે. અગાઉ દાખલ કરેલા ઓર્ડરમાં ફેરફાર અથવા તેને રદ કરવાની પણ મંજૂરી રહેશે.
સમયગાળો ૨ : લિમિટ ઓર્ડર દાખલ/ફેરફાર કરવાનો સમય: સવારે ૯:૦૫થી ૯:૧૦ વાગ્યાનો. નવો નિયમ : સવારે ૯:૦૫ થી ૯:૧૦ વાગ્યા સુધી નવા લિમિટ ઓર્ડર દાખલ કરી શકાશે. અગાઉ દાખલ કરેલા લિમિટ ઓર્ડરમાં ફેરફાર અથવા તેને રદ કરવાની પણ મંજૂરી રહશે. પરંતુ આ સમય દરમિયાન માર્કેટ ઓર્ડરમાં ફેરફાર અથવા તેને રદ કરવાની મંજૂરી રહેશે નહીં.
સમયગાળો ૩ : ઓર્ડર મેચિંગ અને ટ્રેડની પુષ્ટિ : સવારે ૯:૧૦થી ૯:૧૨ : સવારે ૯:૧૦થી ૯:૧૨ વાગ્યા સુધી ઓર્ડરના મેચિંગ અને ટ્રેડની પુષ્ટિની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન સંબંધિત શેરનો શરૂઆતનો ભાવ (ઓપનીંગ ભાવ) નક્કી થશે. સૌપ્રથમ, ખરીદીના માર્કેટ ઓર્ડરને વેચાણના માર્કેટ ઓર્ડર સામે સમયની પ્રાથમિકતા અનુસાર સમતુલ્ય ભાવે મેચ કરવામાં આવશે.
સમયગાળો ૪ : બફર સમય : સવારે ૯:૧૨થી ૯:૧૫ વાગ્યા. સવારે આ સમય બફર સમય નવી વ્યવસ્થામાં પણ યથાવત રાખવામાં આવ્યો છે. આ સમયનો ઉપયોગ પ્રી-ઓપન સેશનમાંથી નિયમિત એટલે કે સતત ટ્રેડિંગ સેશનમાં પરિવર્તન કરવા માટે કરવામાં આવશે.
શરૂઆતનો શેર ભાવ કેવી રીતે નક્કી થશે ? શેરનો ઓપનીંગ-શરૂઆતનો ભાવ માંગ અને પુરવઠાના સિદ્વાંતના આધારે નક્કી કરવામાં આવશે.
આ ફેરફેર એટલે કે નવા નિયમો હેઠળ પ્રી-ઓપન સેશનનો કુલ સમય બદલાયો નથી, પરંતુ માર્કેટ ઓર્ડર ક્યારે દાખલ કરી શકાય, ક્યારે તેમાં ફેરફાર અથવા રદ કરી શકાય અને ઓર્ડર કઈ રીતે મેચ થશે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
એક નજર નવા અને જૂના નિયમો પર

પ્રક્રિયા
નવો નિયમ
જૂનો નિયમ
ઓર્ડર દાખલ/ફેરફાર/રદ
૯ઃ૦૦-૯ઃ૦૫
૯ઃ૦૦-૯ઃ૦૮
માત્ર લિમિટ ઓર્ડર માટે
૯ઃ૦૫-૯ઃ૧૦
લાગુ નહોતું
દાખલ/ફેરફાર/રદ
-
-
ઓર્ડર મેચિંગ અને ટ્રેડ પુષ્ટિ
૯ઃ૧૦-૯ઃ૧૨
૯ઃ૦૮-૯ઃ૧૨
બફર સમય
૯ઃ૧૨-૯ઃ૧૫
૯ઃ૧૨-૯-૧૫
કુલ પ્રી-ઓપન સમય
૯ઃ૦૦-૯ઃ૧૫
૯ઃ૦૦-૯ઃ૧૫