Business

નીચા વેલ્યુએશને લેવાલીથી ફંડો પાસે કેશ ઓન હેન્ડમાં ઘટાડો

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ઓગસ્ટમાં 50 મ્યુચ્યુઅલ ફંડ હાઉસો પાસે રોકડ 4.50% ઘટીને ₹1.82 લાખ કરોડ થઈ હતી, જે જુલાઈમાં ₹1.91 લાખ કરોડ હતી. લાર્જ કેપની નબળી કામગીરીને કારણે ફંડોએ નીચા ભાવે ખરીદી કરી. ક્રૂડ તેલના ઊંચા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ફંડો પ્રાઈમરી માર્કેટમાં સક્રિય રહ્યા. ઇક્વિટી ફંડોમાં ₹29329 કરોડનો જંગી પ્રવાહ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નીચા વેલ્યુએશને લેવાલીથી  ફંડો પાસે કેશ ઓન હેન્ડમાં ઘટાડો

ગત મહિને લાર્જ કેપ ઇંક્વિટીની કામગીરી પ્રમાણમાં નબળી રહી હતી
મુંબઈ : ઓગસ્ટમાં દેશમાં કાર્યરત ૫૦ મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસો પાસે હાથમાં કેશનું પ્રમાણ એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ની સરખામણીએ ઘટી ૪.૫૦ ટકા સાથે રૂપિયા ૧.૮૨ લાખ કરોડ રહ્યું હતું. જુલાઈમાં આ આંક રૂપિયા ૧.૯૧ લાખ કરોડ જોવા મળ્યો હતો.
ઓગસ્ટમાં લાર્જ કેપની નબળી કામગીરીને પરિણામે ફન્ડોએ પોતાની પાસેની રોકડનો ઉપયોગ નીચા ભાવે ખરીદી કરવામાં કર્યો હોવાનું માનવામાં આવે છે.
ક્રુડ તેલના ઊંચા ભાવ, ભૌગોલિકરાજકીય તાણમાં વધારો તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરને લઈને પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ફન્ડોએ નીચા વેલ્યુએશને માલની ખરીદી કરી હતી. એટલું જ નહીં પ્રાઈમરી માર્કેટમાં પણ ફન્ડો હાલમાં સક્રિય હોવાનું જોવા મળી રહ્યું છે. ઓગસ્ટમાં ઈક્વિટી ફન્ડોમાં જંગી ઈન્ફલો છતાં કેશ ઓન હેન્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિને ઈક્વિટી ફન્ડોમાં રૂપિયા ૨૯૩૨૯ કરોડનો ફલો રહ્યો હતો.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી આંક પણ અપેક્ષા કરતા સારા રહેતા ઘરેલું ફન્ડોનું શેરબજારમાં આકર્ષણ વધ્યુ હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે. ભારતીય ઈક્વિટી બજારમાં મક્કમતાને કારણે ફન્ડ હાઉસો ઈક્વિટીમાં ફરી પાછા નાણાં ઠાલવી રહ્યા છે. મિડકેપ તથા સ્મોલકેપમાં રિકવરી જોવા મળી હતી.સોનાચાંદીના ભાવમાં વોલેટિલિટીને કારણે રોકાણકારો ફરી ઈક્વિટીમાં રોકાણ તરફ વળ્યા હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ વધી રૂપિયા ૮૭.૦૭ ટ્રિલિયન રહી હતી.