Business

Budget 2025: 12 લાખની આવક પર ઝીરો ટેક્સ, આ સરળ રીતે સમજો ટેક્સ સ્લેબ

By GS Team
1 Feb 20252 mins read
This article was originally published on 1 Feb 2025
TukuTouch Logo
મધ્યમવર્ગને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સમાં મોટા સુધારાઓ કર્યા છે. ટેક્સ રિબેટમાં વધારો કરવામાં આવતાં હવે કરદાતાઓએ 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યારસુધી 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન હતો. ટીડીએસ અને ટીસીએસ મર્યાદા પણ વધારામાં આવી છે. રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. કલમ 87 એ હેઠળ ટેક્સ રિબેટ રૂ. 25000 વધારી રૂ. 60000 કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Budget 2025:  12 લાખની આવક પર ઝીરો ટેક્સ, આ સરળ રીતે સમજો ટેક્સ સ્લેબ

Budget 2025: મધ્યમવર્ગને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સમાં મોટા સુધારાઓ કર્યા છે. ટેક્સ રિબેટમાં વધારો કરવામાં આવતાં હવે કરદાતાઓએ 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યારસુધી 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન  હતો. ટીડીએસ અને ટીસીએસ મર્યાદા પણ વધારામાં આવી છે. રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે. કલમ 87 એ હેઠળ ટેક્સ રિબેટ રૂ. 25000 વધારી રૂ. 60000 કરવામાં આવી છે.

ટેક્સ સ્લેબ

નવી ટેક્સ રિજિમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં જાહેરાત કરી હતી કે, મને જણાવતાં આનંદ થાય છે કે, હવે 12 લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ટેક્સ રેટ સ્ટ્રક્ચર નીચે મુજબ અનુસરવામાં આવશે. ઝીરોથી ચાર લાખની આવક પર ઝીરો, 4.8 લાખથી આઠ લાખની આવક પર 5 ટકા, આઠથી 12 લાખ સુધીની આવક પર 10 ટકા, 12થી 16 લાખની આવક પર 15 ટકા, 16થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા, 20થી 24 લાખની આવક પર 25 ટકા, જ્યારે 24 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જેમાં રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે.

સરળ રીતે સમજો ટેક્સ સ્લેબ

આવકવેરાની કલમ 87 (A) હેઠળ મળતી ટેક્સ રિબેટ મર્યાદા રૂ. 25000થી વધારી રૂ. 60000 કરવામાં આ છે. જેમાં જુદા-જુદા સ્રોતો મારફત થતી આવક પર ટેક્સ રિબેટ અલગ-અલગ છે. જ્યારે કેપિટલ ગેઇન્સ મારફત થતી આવક પર કોઈ ટેક્સ રિબેટનો લાભ મળતો નથી. અર્થાત્ ચારથી આઠ લાખ, આઠથી 12 લાખ સુધીની આવક પર 5 ટકા  અને 10 ટકા ટેક્સ સ્લેબ લાગુ છે. પરંતુ ટેક્સ રિબેટના લીધે ઝીરો ટેક્સ ભરવાનો થશે. તેમાં પણ પગારધારકોને રૂ. 75000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હોવાથી તેમણે 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં.

જૂનો Vs નવો ટેક્સ સ્લેબ

આવક(રૂ.માં)જૂનો ટેક્સ સ્લેબ (%માં)આવક (રૂ.માં)નવો ટેક્સ સ્લેબ (%માં)
3 લાખ 00-4 લાખNIL
3-7 લાખ54-8 લાખ5
7-10 લાખ108-12 લાખ10
10-12 લાખ1512 લાખ સુધી0
12-15 લાખ2012-16 લાખ15
15 લાખથી વધુ3016-20 લાખ25
20-24 લાખ25
24 લાખથી વધુ30