Business

રહેઠાણ ભાડાની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ

By GS Team
24 Jul 20242 mins read
This article was originally published on 24 Jul 2024
TukuTouch Logo
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નવી જોગવાઈ કરીને રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે દર્શાવનારા પર બ્રેક લગાવી દીધી છે. ભાડાંની આવકને હાઉસ પ્રોપ્રટીની આવકના શીર્ષક હેઠળ બતાવવાની હોય છે, પરંતુ કરદાતા તેને ધંધાકીય આવક તરીકે દર્શાવીને મકાન માલિકો તેના પરનો કરવેરો ભરવાનું ટાળવા આવક ઓછી દર્શાવતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રહેઠાણ ભાડાની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ

Budget 2024 | નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નવી જોગવાઈ કરીને રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે દર્શાવનારા પર બ્રેક લગાવી દીધી છે. ભાડાંની આવકને હાઉસ પ્રોપ્રટીની આવકના શીર્ષક હેઠળ બતાવવાની હોય છે, પરંતુ કરદાતા તેને ધંધાકીય આવક તરીકે દર્શાવીને મકાન માલિકો તેના પરનો કરવેરો ભરવાનું ટાળવા આવક ઓછી દર્શાવતા હતા.

રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસની આવક તરીકે નહિ ઓળખાવી શકાય તે માટે પહેલી એપ્રિલ 2024થી જ આ જોગવાઈને લાગુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક કરદાતાઓ તેમની ભાડાંની આવકમાંથી આવકવેરો બચાવવા માટે તેને બિઝનેસ ઈન્કમ તરીકે ઓળખાવતા હતા. તેમાંથી માણસોના પગાર, ગાડી, કોમ્પ્યુટર વગેરેના ઘસારા, ટ્રાવેલિંગ ખર્ચ સહિતના જુદાં જુદાં ખર્ચાઓ બાદ મેળવી લઈને આવક ઓછી દર્શાવતા હતા. 

આ રીતે આવકવેરાની મોટી ચોરી કરતાં હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિત મહેતાનું કહેવું છે કે ઓનલાઈન રિટર્નને કારણે છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાને પરિણામે આ હકીકત નાણાં મંત્રાલયના ધ્યાનમાં આવી ગયું હતું. આ જ રીતે રૂ. 50 લાખથી વધુના મૂલ્યની સ્થાવર મિલકતના વેચાણના કિસ્સામાં ખરીદનારે કલમ 194 આઈએ હેઠળ કુલ વેચાણની રકમના એક ટકા મુજબ ટીડીએસ કાપવો ફરજિયાત છે. પરંતુ કેટલાક કરદાતાઓ એક જ પ્રોપર્ટી બે કે વધુ વ્યક્તિના નામે હોય અને તેમને ચૂકવવા પાત્ર રકમ રૂ. 50 લાખથી ઓછી હોય તેવા કિસ્સાઓમાં તેમને ચૂકવવા પાત્ર રકમમાંથી ટીડીએસ કરતાં નહોતા.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોઈ મિલકત રૂ. 60 લાખમાં વેચવામાં આવે છે. આ મિલકતના બે હક્કદાર છે. તેથી તેમને 30-30 લાખ ચૂકવવામાં આવે છે. આ પ્રકારના સોદાઓમાં કેટલાક કરદાતાઓ વ્યક્તિગત રકમ 50 લાખથી ઓછી હોવાતી કરકપાત કરતા જ નહોતા. કાયદાની આ છટકબારીને બૂરી દેવાના ઈરાદા સાથે પ્રોપ્રટી દીઠ કિંમત રૂ. 50 લાખથી વધુ હોય તો તેવા કિસ્સાઓમાં પ્રોપર્ટી દીઠ એક ટકાનું ટીડીએસ કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.