Business

દેશના એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને પાંચ હજાર રૂપિયા મળશે

By GS Team
23 Jul 20242 mins read
This article was originally published on 23 Jul 2024
TukuTouch Logo
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાંની એક મહત્ત્વની જાહેરાત યુવાનોને ઈન્ટર્નશીપ માટે પ્રેરિત કરવાની અને તેમના માટે ઈન્ટર્નશીપની તકો વધારવાની છે. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે, 'મોદી સરકારની 5મી નવી યોજના હેઠળ 500 મોટી કંપનીઓમાં ઈન્ટર્નશીપને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈન્ટર્નશીપ પ્રોગ્રામથી દેશના 1 કરોડ યુવાનોને ફાયદો થશે.'

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ પ્રોગ્રામની જાહેરાત, મહિને પાંચ હજાર રૂપિયા મળશે

Union Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાંની એક મહત્ત્વની જાહેરાત યુવાનોને ઈન્ટર્નશીપ માટે પ્રેરિત કરવાની અને તેમના માટે ઈન્ટર્નશીપની તકો વધારવાની છે. નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે, 'મોદી સરકારની 5મી નવી યોજના હેઠળ 500 મોટી કંપનીઓમાં ઈન્ટર્નશીપને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈન્ટર્નશીપ પ્રોગ્રામથી દેશના 1 કરોડ યુવાનોને ફાયદો થશે.'

ઈન્ટર્નશીપ પ્રોગ્રામ શું છે?

દેશના યુવાનો માટે વાડાપ્રધાન મોદીનું આ ખાસ ઈન્ટર્નશિપ પેકેજ છે. આ અંતર્ગત યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળશે. આ ઉપરાંત દર મહિને 5,000 રૂપિયાનું ઇન્ટર્નશિપ ભથ્થું પણ આપવામાં આવશે. આ સાથે ઈન્ટર્નશિપ પૂર્ણ કરનાર યુવાનોને 6,000 રૂપિયાની અલગથી રકમ પણ આપવામાં આવશે. આ સરકારી યોજના હેઠળ 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ફાયદો થશે.

આ પણ વાંચો: એડમિશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોનની જાહેરાત, જાણો યુવા પેઢીને બજેટમાંથી શું મળ્યું


પ્રથમ વખત નોકરી મેળવનારાઓને ભેટ

સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે. પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.