Business

Budget 2024: પહેલી વખત નોકરી મેળવનારને 15000 રૂપિયા આપશે સરકાર, બજેટમાં મોટી જાહેરાત

By GS Team
23 Jul 20241 min read
This article was originally published on 23 Jul 2024
TukuTouch Logo
Union Budget 2024: બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાત પ્રમાણે EPFOમાં નોંધાયેલા પ્રથમ વખતના કર્મચારીઓને 3 હપ્તામાં એક મહિનાના પગારનો સીધો લાભ ટ્રાન્સફર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Budget 2024: પહેલી વખત નોકરી મેળવનારને 15000 રૂપિયા આપશે સરકાર, બજેટમાં મોટી જાહેરાત

Union Budget 2024: બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાત પ્રમાણે EPFOમાં નોંધાયેલા પ્રથમ વખતના કર્મચારીઓને 3 હપ્તામાં એક મહિનાના પગારનો સીધો લાભ ટ્રાન્સફર થશે. EPFO ​​સાથે નોંધાયેલા લોકોને આ પગાર ત્રણ હપ્તામાં આપવામાં આવશે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત પ્રમાણે ''રોજગાર અને કૌશલ્ય વિકાસ સરકારની 9 મોટી પ્રાથમિકતામાંથી જ એક છે.'' આ અંતર્ગત પહેલી વખત નોકરી કરનાર લોકોને મોટી મદદ મળવા જઈ રહી છે. સંગઠિત ક્ષેત્રમાં પહેલી વખત નોકરી શરૂ કરનાર લોકોને એટલે કે પ્રથમ વખત પીએફમાં રજિસ્ટર થનાર કર્મીને એક મહિનાનું વેતન આપવામાં આવશે જેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે.  આ 15000 રૂપિયા ત્રણ હપ્તામાં અપાશે. 2.10 કરોડ યુવાનોને તેનો ફાયદો મળશે.

નાણામંત્રીએ કહ્યું કે સરકાર રોજગાર સંબંધિત ત્રણ યોજનાઓ શરૂ કરશે. તેમણે કહ્યું કે એક મહિનાનું પીએફ (ભવિષ્ય નિધિ) પ્રદાન કરવાથી જોબ માર્કેટમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને પ્રોત્સાહન મળશે. તેમણે જાહેરાત કરી હતી કે કામકાજમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે દેશમાં વર્કિંગ વુમન હોસ્ટેલની સ્થાપના કરવામાં આવશે.