સપ્તાહ અંતે બિટકોઈનમાં તેજી, ભાવ ૮૧૦૦૦ ડોલરને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શોર્ટ પોઝિશન ફરજિયાત લિક્વિડેટ કરાતા ભાવને ટેકો
મુંબઈ : શોર્ટના લિક્વિડેશન આવતા અને નવેસરની સ્પોટ માગ નીકળતા સપ્તાહ અંતે બિટકોઈન ઊંચકાઈને ૮૧૦૦૦ ડોલરને પાર કરી ગયો હતો.
અમેરિકામાં વ્યાજ દરમાં વધારો આવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીઝ બજારમાં આવેલા કરેકશનથી ટ્રેડરોને થયેલી નુકસાની સપ્તાહ અંતના ઉછાળાને પરિણામે ભરપાઈ થવામાં મદદ મળી છે.
ગુરુવારે ૭૬૫૦૦ ડોલરની સપાટી સુધી ગયા બાદ શુક્રવારે મોડી સાંજે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન ૮૧૦૦૦ ડોલરને પાર કરી ગયો હતો.
અમેરિકામાં સ્પોટ બિટકોઈન ઈટીએફસમાં સપ્તાહ અંતે ૧૫.૯૦ કરોડ ડોલરનો ઈન્ફલો જોવા મળ્યો હતો, જેને કારણે બિટકોઈન સ્પોટમાં ઊંચકાયો હતો.
બિટકોઈનમાં રેલીને પરિણામે અંદાજે ૧૯.૨૦ કરોડ ડોલરની ક્રિપ્ટોની પોઝિશન લિક્વિડેટ કરાઈ હતી જેમાં ૧૮.૩૦ કરોડની પોઝિશન શોર્ટની હતી. બિટકોઈનમાં ૧૧.૯૦ કરોડ ડોલરની શોર્ટ પોઝિશન લિક્વિડેટ કરવાની ફરજ પડાઈ હતી. મોડી સાંજે બિટકોઈન ૮૧૨૨૦ ડોલર, એથરમ ૨૬૩૭ ડોલર, એકસઆરપી ૧.૪૩ ડોલર કવોટ થતા હતા.




