Premium Petrol Price Hike in India : ભારતમાં 20 માર્ચ, 2026થી પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે. ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર, BPCLના 'Speed', HPCLના 'Power' અને IOCLના 'XP95' પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 2.09થી રૂ. 2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે સામાન્ય (Regular) પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને ડૉલર સામે રૂપિયો નીચલી સપાટીએ
પશ્ચિમ એશિયામાં વધતાં તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર કરી ગયા છે. સાથે સાથે ડૉલર સામે રૂપિયા ઓલ ટાઇમ લો પર લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતની ઓઇલ કંપનીઓ માટે આયાત મોંઘી બની છે.
આ પણ વાંચો: ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો!
હાલ સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
નોંધનીય છે કે સામાન્ય પેટ્રોલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે પ્રીમિયમ ફ્યુઅલ વાપરતા લોકોના ખિસ્સા પર આ વધારાનો બોજ આવશે. જો વૈશ્વિક બજારમાં ક્રૂડ મોંઘું રહેશે, તો આગામી સમયમાં સામાન્ય પેટ્રોલ પર પણ દબાણ વધી શકે છે.


