બેંકિંગ શેરોની આગેવાનીએ ફંડોની તોફાની તેજી : સેન્સેક્સ ૯૦૫ પોઈન્ટ ઉછળીને ૭૪૧૫૧
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષમાં ઘટાડો થશે…. : હેલ્થકેર, આઈટી શેરોમાં તેજી
નિફટી સ્પોટ ૨૩૮ પોઈન્ટ વધીને ૨૨૯૩૭ : રોકાણકારોની સંપત્તિમાં વધુ રૂ.૪.૮૦ લાખ કરોડનો વધારો થયો
મુંબઈ : જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓને જંગી પ્રતિસાદ બાદ લિસ્ટિંગમાં માતબર વળતર બાદ હવે શેરમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ સાથે ફંડો, ઈન્વેસ્ટરોએ મૂડી છુટ્ટી કરવા માંડતા બજારમાં લિક્વિડિટી ફરી વધવા લાગ્યા સાથે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શેરો પરના લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ (એલટીસીજી)માં ઘટાડો થવાની હલચલ વધવા લાગતાં અને સમીક્ષકોના અભિપ્રાયો વચ્ચે આજે શેરોમાં ફંડોએ તોફાની તેજી કરી હતી. આ સાથે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલનાભાવ એકથી દોઢ ટકો ઘટી આવતાં અને વૈશ્વિક બજારોમાં તેજીનો સપોર્ટ પણ મળ્યો હતો. ફંડોએ આજે કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીમાં બેકિંગ શેરો તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી કરતાં અને હેલ્થકેર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તમ જ કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી શેરોમાં ખરીદીએ તેજી આક્રમક બની હતી. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આવતીકાલે-શુક્રવારે ૩૦, ઓકટોબરના ત્રિમાસિક પરિણામ જાહેર થનાર હોઈ શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. સેન્સેક્સ ૯૦૫.૦૧ પોઈન્ટ ઉછળીને ૭૪૧૫૧.૦૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૩૭.૯૦ પોઈન્ટની છલાંગે ૨૨૯૩૬.૭૫ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૭૧૨ પોઈન્ટ ઉછળ્યો : કોટક મહિન્દ્રા બેંક, પીએનબી, સ્ટેટ બેંક, કેનેરા બેંકમાં ફંડો લેવાલ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીમાં મોટી ખરીદી થઈ હતી. બેંક ઓફ બરોડા રૂ.૯.૮૦ વધીને રૂ.૨૪૧.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭ વધીને રૂ.૪૫૭, પીએનબી રૂ.૩.૮૫ વધીને રૂ.૧૨૩.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૩.૨૫ વધીને રૂ.૯૮૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૧૫ વધીને રૂ.૧૮૬.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૬.૫૦ વધીને રૂ.૮૬૮.૪૦, કેનેરા બેંક રૂ.૧.૯૫ વધીને રૂ.૧૧૯.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૪૦ વધીને રૂ.૧૩૮૫.૭૦, એક્સિસ બેંક રૂ.૬.૧૦ વધીને રૂ.૧૨૨૬.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૧૨.૧૫ પોઈન્ટ ઉછળીને ૬૧૭૧૮.૪૮ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડો લેવાલ : બિરલા સોફ્ટ, એડીએસએલ, ઓરિઓનપ્રો, ઝેનસાર, પ્રોટિઅન વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. બિરલા સોફ્ટવેર રૂ.૩૬.૪૦ ઉછળીને રૂ.૩૪૨.૬૫, એડીએસએલ રૂ.૮.૫૦ વધીને રૂ.૧૦૮.૧૫, ઓરિઓનપ્રો રૂ.૪૪.૦૫ વધીને રૂ.૫૮૨.૮૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૪૦.૫૦ વધીને રૂ.૫૩૭.૫૫, પ્રોટિઅન રૂ.૩૪.૩૦ વધીને રૂ.૬૩૨.૬૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૯.૨૫ વધીને રૂ.૪૦૪.૯૫, સાસ્કેન રૂ.૬૪.૭૫ વધીને રૂ.૧૯૦૫.૧૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૬૧૮.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૯૮.૭૨ પોઈન્ટ વધીને ૩૦૨૦૫.૪૨ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૮૦ લાખ કરોડ વધીને રૂ.૪૭૭.૪૩ લાખ કરોડ
શેરોમાં આજે વ્યાપક તોફાની તેજી સાથે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૮૦ લાખ કરોડ વધીને રૂ.૪૭૭.૪૩ લાખ કરોડ રહ્યું હતું.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૫૯ પોઈન્ટ ઉછળ્યો : બ્લુ સ્ટાર, વોલ્ટાસ, ટાઈટન કંપની, ડિક્સન ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે આક્રમક ખરીદી થઈ હતી. બ્લુ સ્ટાર રૂ.૭૨ ઉછળીને રૂ.૧૬૭૦, વોલ્ટાસ રૂ.૨૭.૯૦ વધીને રૂ.૧૦૪૦, ટાઈટન કંપની રૂ.૧૦૪ વધીને રૂ.૪૪૪૪, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૩૩ વધીને રૂ.૧૧,૪૯૪, કલ્યાણ જવેલર્સ રૂ.૫ વધીને રૂ.૫૧૫, બર્જર પેઈન્ટ રૂ.૩.૯૦ વધીને રૂ.૪૬૬.૩૦, એશીયન પેઈન્ટ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૨૨૯૮.૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૫૮.૫૪ પોઈન્ટ ઉછળીને ૫૬૨૪૮.૫૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં જળવાયેલું આકર્ષણ : ઈન્ડસ્વિફ્ટ લેબ. રૂ.૨૯, એક્યુટાસ રૂ.૨૭૫, સનોફી રૂ.૧૯૮ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં પણ ફંડોનું આજે ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. ઈન્ડસ્વિફ્ટ લેબ રૂ.૨૯.૪૦ વધીને રૂ.૪૦૮.૮૫, એક્યુટાસ રૂ.૨૭૫.૦૫ વધીને રૂ.૩૯૮૧.૫૫, સનોફી રૂ.૧૯૮.૫૦ વધીને રૂ.૩૧૮૯.૬૫, ગુજરાત થેમીસ રૂ.૧૯.૬૦ વધીને રૂ.૩૭૪.૮૫, આરતી ફાર્મા રૂ.૪૭.૮૫ વધીને રૂ.૯૨૭.૫૫, આરપીજી લાઈફ રૂ.૧૪૮.૪૫ વધીને રૂ.૨૯૯૫.૬૫, બ્લિસ જીવીએસ રૂ.૩૨.૪૫ વધીને રૂ.૬૮૨.૫૦, મેડિકામેન રૂ.૧૨.૭૦ વધીને રૂ.૨૬૭.૪૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ડીસીએમ શ્રીરામ, ઉત્તમ સુગર, દ્વારકેશ સુગર, ટેસ્ટી બાઈટ વધ્યા
એફએમસીજી શેરોમાં પણ ફંડોએ આજે મોટું વેલ્યુબાઈંગ કર્યું હતું. ડીસીએમ શ્રીરામ રૂ.૮.૩૧ ઉછળીને રૂ.૬૩.૫૫, ઉત્તમ સુગર રૂ.૪૪.૭૦ વધીને રૂ.૩૬૧.૫૦, દ્વારકેશ સુગર રૂ.૨.૨૧ વધીને રૂ.૪૨.૮૬, ટેસ્ટી બાઈટ રૂ.૪૫૩.૬૫ વધીને રૂ.૯૩૪૦.૬૫, મવાના સુગર રૂ.૭.૪૫ વધીને રૂ.૧૫૭, અવધ સુગર રૂ.૩૫.૩૫ વધીને રૂ.૮૬૦.૩૦, મેરિકો રૂ.૨૯.૫૫ વધીને રૂ.૮૦૨, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪૬.૪૫ વધીને રૂ.૭૫૭૯.૯૫, ઝાયડસ વેલનેસ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૪૭૯.૧૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૧૪.૫૬ પોઈન્ટ વધીને ૧૬૫૨૧.૩૪ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજી : હ્યુન્ડાઈ રૂ.૪૭, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૩, મહિન્દ્રા રૂ.૩૦, ટીવીએસ રૂ.૪૧ ઉછળ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ઉછાળે કેટલાક શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીમાં અપેક્ષિત ઉત્સાહ નહીં જોવાઈ રહ્યો હોઈ ઓટો કંપનીઓના વેચાણ, નફાશક્તિ પર અસરની શકયતા અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતા વધારાને લઈ ફંડોનું સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. જો કે પસંદગીના શેરોમાં આકર્ષણ જળવાયું હતું. હ્યુન્ડાઈ મોટર રૂ.૪૭ વધીને રૂ.૧૯૨૨, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૩ વધીને રૂ.૨૧૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૦ વધીને રૂ.૨૯૦૦, ટીવીએસ મોટર રૂ.૪૧ વધીને રૂ.૪૨૮૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૨.૪૫ વધીને રૂ.૨૬૬ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૨.૭૨ પોઈન્ટ ઘટીને ૫૬૪૯૦.૫૦ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ફંડો ઘટાડે લેવાલ : ડીએલએફ રૂ.૨૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૬૦, લોઢા ડેવલપર્સ રૂ.૩૦ વધ્યા
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ ફંડો ઘટાડે લેવાલ બન્યા હતા. ડીએલએફ રૂ.૨૫.૩૫ વધીને રૂ.૬૯૪.૩૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૬૦ વધીને રૂ.૧૬૫૫, લોઢા ડેવલપર્સ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૧૦૩૯.૫૦, ફિનિક્સ રૂ.૫૪.૫૦ વધીને રૂ.૧૯૭૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૪.૪૫ વધીને રૂ.૧૪૩૨.૮૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૨.૩૯ પોઈન્ટ વધીને ૬૪૦૬.૨૭ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૨૬૦૦ શેરો પોઝિટીવ છતાં ૧૭૮૭ નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની આજે ફંડો, ખેલંદાઓ ફરી સક્રિય બની લેવાલી વધારતા માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૯૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૦૯થી વદીને ૨૬૦૦ અને ઘટનારની સંખ્યા ૨૧૩૩થી ઘટીને ૧૭૮૭ રહી હતી.




