Business

બેંકિંગ, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ ૯૬૫ પોઈન્ટની છલાંગે ૭૮૧૫૧

By GS Team
18 Jul 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં FPIs/FIIની રૂ. 376 કરોડની ચોખ્ખી વેચવાલી છતાં ફંડોની તેજી જોવા મળી. સેન્સેક્સ 964.58 પોઈન્ટ ઉછળી 78151.45 અને નિફ્ટી 261.55 પોઈન્ટ વધી 24334.30 પર બંધ થયા. રિલાયન્સ, બેન્કિંગ અને IT શેરોમાં તેજી રહી, જ્યારે હેલ્થકેર અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં નરમાઈ જોવા મળી. DII દ્વારા રૂ. 1018 કરોડની ખરીદી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંકિંગ, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ ૯૬૫ પોઈન્ટની છલાંગે ૭૮૧૫૧

નિફટી સ્પોટ ૨૬૨ પોઈન્ટ ઉછળીને ૨૪૩૩૪ : FPIs/FIIની કેશમાં રૂ.૩૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી
હેલ્થકેર શેરોમાં ફંડો વેચવાલ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓફલોડિંગ : કેપિટલ ગુડઝ શેરોમાં પીછેહઠ
મુંબઈ : અમેરિકામાં ફુગાવો હળવો થતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ત્વરિત વ્યાજ દર વધારાની શકયતા ઘટયા છતાં અમેરિકા-ઈરાન વચ્ચે ટેન્શન યથાવત રહેતાં ક્રુડ ઓઈલના ભાવ ફરી બે ટકા જેટલા ઉકળતાં વૈશ્વિક બજારોમાં આજે એશિયા અન્ય બજારોમાં ટોક્યો શેર બજાર, તાઈવાનના બજારોમમાં ગાબડાં પડયાથી વિપરીત ભારતીય શેર બજારોમાં કોર્પોરેેટ ઈન્ડિયાના જૂન અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન પ્રોત્સાહક પૂરવાર થઈ રહી હોઈ ફંડોની આક્રમક તેજી થઈ હતી. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ મોડી સાંજે જાહેરથતાં પૂર્વે ફંડોની તેજી અને આઈટી કંપનીઓના શેરોમાં સિલેક્ટિવ તેજી સાથે બેંકિંગ શેરોમાં ફંડોની મોટી ખરીદીએ બજાર માટે ગુડ-ફ્રાઈડે પૂરવાર થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પરિણામ પૂર્વે તેજી સાથે ફંડોએ આજે ખાનગી અગ્રણી બેંકોના ત્રિમાસિક પરિણામો પૂર્વે કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીમાં બેંકિંગ શેરોમાં તેજી થતાં અને ઓટોમોબાઈલ, ટીસીએસની આગેવાનીએ આઈટી શેરો સાથે ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. જો કે કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. સેન્સેક્સ ૯૬૪.૫૮ પોઈન્ટની છલાંગે ૭૮૧૫૧.૪૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૧.૫૫ પોઈન્ટ ઉછળીને ૨૪૩૩૪.૩૦ બંધ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રમોટરોએ હોલ્ડિંગ વધાર્યું : ત્રિમાસિક રિઝલ્ટ પૂર્વે રૂ.૩૪ વધીને રૂ.૧૩૨૬
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જૂન અંતના ત્રિમાસિક પરિણામ સાંજે જાહેર થતાં પૂર્વે સારા પરિણામની અપેક્ષાએ અને જિયોના આઈપીઓની તૈયારીના આકર્ષણે ફંડોની શેરમાં મોટી ખરીદી રહી હતી. કંપનીમાં પ્રમોટર્સ દ્વારા જૂનના ત્રિમાસિકમાં રૂ.૮૫૦૦ કરોડથી રૂ.૯૦૦૦ કરોડના શેરોની બજારમાંથી ખરીદી કરીને ૦.૪૮ ટકા હોલ્ડિંગ વધાર્યું હોવાના અહેવાલ વચ્ચે શેર રૂ.૩૩.૫૦ વધીને રૂ.૧૩૨૬.૫૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૧૦૨૭ પોઈન્ટ ઉછળ્યો : ફેડરલ બેંક રિઝલ્ટ પાછળ રૂ.૨૨ ઉછળ્યો : કોટક બેંક, એક્સિસ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ઓલ રાઉન્ડ મોટી તેજી કરી હતી. ફેડરલ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૬ ટકા વધતાં અને એનપીએ ઘટીને ૧૦ વર્ષની નીચી સપાટીએ આવી જતાં શેર રૂ.૨૧.૮૫ ઉછળીને રૂ.૩૪૮.૮૦ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીએ ફંડો મોટાપાયે લેેવાલ બન્યા હતા. કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૨.૭૦ વધીને રૂ.૩૮૯.૮૫, એક્સિસ બેંક રૂ.૨૪.૨૫ વધીને રૂ.૧૩૨૮.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૩.૭૦ વધીને રૂ.૧૪૪૧.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૧.૩૫ વધીને રૂ.૮૧૯.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૭૫ વધીને રૂ.૧૦૪૪.૧૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૬૦ વધીને રૂ.૧૦૨૪.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૨૬.૮૨ પોઈન્ટની છલાંગે ૬૬૧૯૪.૫૯ બંધ રહ્યો હતો. અન્ય બેંક, ફાઈનાન્શિયલ શેરોમાં ફિનોપીબી રૂ.૧૬.૮૫ વધીને રૂ.૧૭૪.૯૫, મનીબોક્સ રૂ.૨.૬૧ વધીને રૂ.૬૨.૯૦, જે એન્ડ કે બેંક રૂ.૫.૬૫ વધીને રૂ.૧૮૩.૪૦, જિયો ફિન રૂ.૭.૩૫ વધીને રૂ.૨૪૩, અરિહંત કેપિટલ રૂ.૨.૦૨ વધીને રૂ.૭૨.૬૦, શેર ઈન્ડિયા રૂ.૪.૬૫ વધીને રૂ.૧૭૫.૯૫, આઈસીઆઈસીઆઈ એએમસી રૂ.૮૧.૪૫ વધીને રૂ.૩૧૯૦.૧૦ રહ્યા હતા.
સોના-ચાંદીના તૂટતા ભાવ સાથે મેટલ-માઈનીંગ શેરોમાં નાલ્કો રૂ.૧૫, હિન્દાલ્કો રૂ.૧૯ તૂટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો હળવા થયા હતા. સોના અને ચાંદીના ભાવો વિશ્વબજારમાં તૂટી રહ્યા હોવા સાથે નોન-ફેરસ મેટલના ભાવો પણ ઘટી રહ્યા હોઈ ફંડોની વેચવાલી રહી હતી. નાલ્કો રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૩૩૯.૬૦, હિન્દાલ્કો રૂ.૧૯.૪૦ ઘટીને રૂ.૯૪૦.૨૫, એનએમડીસી રૂ.૮૩.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૬.૫૪ પોઈન્ટ ઘટીને ૪૦૧૧૮.૩૨ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોની ફરી તેજી : ૬૩ મૂન્સ રૂ.૩૧ ઉછળી રૂ.૭૨૩ : ટેક મહિન્દ્રા, ટીસીએસ ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના ત્રિમાસિક પરિણામો સાથે કંપનીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ તક પૂરવાર થઈ રહ્યું હોઈ ફંડોની આજે ટીસીએસની આગેવાનીએ તેજી થઈ હતી. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૧.૨૦ વધીને રૂ.૭૨૩.૪૫, ટેક મહિન્દ્રાના સારા પરિણામે શેર રૂ.૫૯.૧૫ વધીને રૂ.૧૫૭૦.૫૦, ટીસીએસ રૂ.૬૬.૪૫ વધીને રૂ.૨૨૬૮.૨૫,એમ્ફેસીસ રૂ.૪૭.૬૦ વધીને રૂ.૨૩૯૭.૮૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૨૫.૧૫ વધીને રૂ.૫૧૮૫.૧૫, ઈન્ફોસીસ રૂ.૧૫.૯૦ વધીને રૂ.૧૦૯૬.૯૫, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૫.૨૫ વધીને રૂ.૨૭૭, બીએલએસઈ રૂ.૪.૭૫ વધીને રૂ.૨૭૩.૨૦ , એચસીએલ ટેકનોલોજી રૂ.૧૫.૮૦ વધીને રૂ.૧૨૦૩.૮૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૩૧.૨૫ વધીને રૂ.૧૧,૮૦૯ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૮૫.૪૨ પોઈન્ટ ઉછળીને ૨૮૨૨૬.૩૩ બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સપ્તાહના અંતે વેચવાલી વધતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ : ૨૫૮૮ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સપ્તાહના અંતે વેચવાલી વધતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૫ અને વધનારની સંખ્યા ૨૫૮૮ રહી હતી.
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની રિઝલ્ટ પાછળ તેજી : ભારત ફોર્જ રૂ.૮૬, મહિન્દ્રા રૂ.૫૮ ઉછળ્યા
ક્રુડ ઓઈલના ભાવમાં વધારા છતાં ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ કંપનીઓના અપેક્ષાથી સારા પરિણામ અને અષાઢી બીજ-રથયાત્રાના દિવસેે વાહનોની ખરીદીમાં પ્રોત્સાહક વૃદ્વિના આંકડાએ ફંડો પસંદગીના શેરોમાં લેવાલ રહ્યા હતા. ભારત ફોર્જ રૂ.૮૫.૭૫ વધીને રૂ.૨૧૮૯.૭૫, એક્સાઈડ રૂ.૧૩.૯૦ વધીને રૂ.૪૩૫, સોનાા કોમ રૂ.૨૨.૫૦ વધીને રૂ.૭૦૪.૬૦, આઈશર મોટર્સ રૂ.૧૪૯.૧૫ વધીને રૂ.૭૫૬૩.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૮.૫૫ વધીને રૂ.૩૧૭૯, ટીવીએસ મોટર રૂ.૫૮.૬૦ વધીને રૂ.૩૬૨૩.૬૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૪ વધીને રૂ.૩૩૫.૮૦, બજાજ ઓટો રૂ.૧૦૮ વધીને રૂ.૧૦,૪૩૭.૪૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૨.૯૦ વધીને રૂ.૪૧૫.૨૫, મારૂતી સુઝુકી રૂ.૩૮.૫૦ વધીને રૂ.૧૩,૮૩૦.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૦૯.૮૬ પોઈન્ટ વધીને ૫૯૭૧૩.૬૧ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં કડાકો : કિર્લોસ્કર એન્જિન રૂ.૧૩૮, જીવી રૂ.૧૯૮, પોલીકેબ રૂ.૩૪૯ તૂટયા
ફંડો જાણે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાંથી એક્ઝિટ લઈ રહ્યા હોય એમ આજે ફરી શેરોમાં મોટાપાયે હેમરિંગ થયું હતું. કિર્લોસ્કર એન્જિન રૂ.૧૩૮.૦૫ તૂટીને રૂ.૨૨૫૬.૮૫, જીવી વર્નોવા ટી એન્ડ ડી રૂ.૧૯૭.૯૦ ગબડીને રૂ.૪૩૮૮, પાવર ઈન્ડિયા રૂ.૧૪૧૪.૬૫ તૂટીને રૂ.૩૨,૦૯૭.૫૫, પોલીકેબ રૂ.૩૪૯.૪૫ તૂટીને રૂ.૮૮૬૬.૬૫, કેઈઆઈ રૂ.૧૭૪.૭૦ તૂટીને રૂ.૪૮૯૮.૫૫, ભેલ રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૪૨૧.૯૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૩૫.૬૫ ઘટીને રૂ.૪૬૪૬.૨૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૮૨.૯૦ ઘટીને રૂ.૧૩,૮૨૦.૭૫, જયોતી સીએનસી રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૭૮૦.૮૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૪૦.૭૫ ઘટીને રૂ.૫૪૫૨.૬૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૬૪.૨૬ પોઈન્ટ ગબડીને ૭૮૧૨૧.૮૯ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ : આઈઓએલ રૂ.૧૫, ફર્મેન્ટા રૂ.૨૮, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૫ તૂટયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. આઈઓએલ રૂ.૧૫.૩૦ ઘટીને રૂ.૧૪૮.૮૦, ફર્મેન્ટા રૂ.૨૮.૪૫ તૂટીને રૂ.૪૩૧.૫૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૫ ઘટીને રૂ.૨૩૫.૨૫, પાર્ક હોસ્પિટલ રૂ.૧૬.૧૦ ઘટીને રૂ.૨૭૪.૫૫, મેટ્રોપોલિસ રૂ.૨૭.૭૦ ઘટીને રૂ.૫૪૭.૨૦, વિજ્યા ડાયગ્નોસ રૂ.૭૩ ઘટીને રૂ.૧૩૪૧.૧૦, ટોરન્ટ ફાર્મા રૂ.૨૩૬.૧૫ ઘટીને રૂ.૪૭૬૬.૬૦, બ્લિસ જીવીએસ રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૪૮૨.૫૦, ક્વોલિટી ફાર્મા રૂ.૧૧૨.૪૦ ઘટીને રૂ.૨૬૯૯.૦૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૪૦.૩૫ ઘટીને રૂ.૧૦૪૧.૫૫, વેનબરી રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૩૩૧.૯૫, પેનેશિયા બાયોટેક રૂ.૧૮.૯૦ ઘટીને રૂ.૫૪૮.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૨૮.૧૯ પોઈન્ટ ગબડીને ૪૯૭૯૦.૩૨ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૩૭૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦૧૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૩૭૬.૪૧કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૪,૩૯૩.૭૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૭૭૦.૧૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૦૧૭.૮૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૧૮૦.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૬૨.૧૯કરોડની વેચવાલી થઈ હતી.