- યુદ્વ વિરામ વાટાઘાટના પોઝિટીવ અહેવાલ બાદ ઈરાનના નનૈયા વચ્ચે...
- નિફટી ૨૫૫ પોઈન્ટ વધીને 22968 : રિલાયન્સ પાછળ ફંડો વેચવાલ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડોનું આકર્ષણ : FPIs/FIIની કેશમાં રૂ.8167 કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : ઈરાનને યુદ્વનો અંત લાવવા અને હોર્મુસ સ્ટ્રેટ ખોલવાની એક તરફ અમેરિકાની આજીજી અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની મુદ્દત પર મુદ્દત આપીને ધમકી સાથે પાકિસ્તાન થકી બે તબક્કામાં યુદ્વ વિરામ પર સંમતિ બની રહી હોવાના પોઝિટીવ અહેવાલ વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઘટાડે ફંડોએ શોર્ટ કવરિંગ કર્યું હતું. આરંભિક ટ્રેડિંગ કલાકોમાં ફંડો, ખેલાડીઓ મંદીમાં રહી હળવા થયા બાદ ઘટાડે પોઝિટીવ સંકેત વચ્ચે ઈન્ડેક્સ બેઝડ ખાસ બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી, સિમેન્ટ સહિતના હેવીવેઈટ શેરોને ઉંચકાવીને બજારમાં સ્પ્રિંગ જેવો ઉછાળો આપવામાં આવ્યો હતો. અલબત યુદ્વ મોરચે પોઝિટીવ અહેવાલ બાદ ઈરાને પોતાની શરતોએ જ યુદ્વ વિરામ કરવાનું કહી પાકિસ્તાન થકી આવેલા પ્રસ્તાવને ફગાવી દીધાના અહેવાલ અને ટ્રમ્પની ૨૪ કલાકમાં હોર્મુસ સ્ટ્રેટ નહીં ખોલવાના સંજોગોમાં ઈરાન પર મહાહુમલા કરવાની ધમકીએ અને સાઉદી અરેબિયાએ એશીયા માટેના ઓઈલ પરના પ્રીમિયમાં ધરખમ વધારો કર્યાની નેગેટીવ અસરે શેરોમાં ઉછાળે મોટી પોઝિશન લેવામાં સાવચેતી જોવાઈ હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી, મેટલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ આરંભમાં ૫૯૦.૮૯ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૨૭૨૮.૬૬ સુધી આવ્યા બાદ ઘટયામથાળેથી રિકવર થઈ અંતે ૭૮૭.૩૦ પોઈન્ટ વધીને ૭૪૧૦૬.૮૫ અને નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૨૫૪૨.૯૫ સુધી આવી પાછો ફરી અંતે ૨૫૫.૧૫ પોઈન્ટ વધીને ૨૨૯૬૮.૨૫ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૧૧૭૫ પોઈન્ટ ઉછળ્યો : બેંક ઓફ બરોડા, એક્સિસ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ખાસ ખાનગી બેંક શેરોમાં એક્સિસ બેંક પાછળ મોટી ખરીદી કરી હતી. બેંક ઓફ બરોડા રૂ.૧૦.૧૫ વધીને રૂ.૨૫૯.૯૦, એક્સિસ બેંક રૂ.૪૭.૨૦ વધીને રૂ.૧૨૪૫.૩૫, એચડીએફસી બેંક રૂ.૨૦.૧૦ વધીને રૂ.૭૭૧.૨૦, કેનેરા બેંક રૂ.૩.૪૦ વધીને રૂ.૧૩૦.૪૫, ફેડરલ બેંક રૂ.૫.૭૫ વધીને રૂ.૨૭૧.૫૦, પીએનબી રૂ.૨.૦૫ વધીને રૂ.૧૦૬.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૨૦ વધીને રૂ.૧૦૩૨.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૨૫ વધીને રૂ.૧૨૩૧.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૭૪.૮૪ પોઈન્ટ વધીને ૫૯૧૮૪.૨૫ બંધ રહ્યો હતો.
અક્ષય તૃતિયા પૂર્વે જવેલરી શેરોમાં ફંડોની તેજી : કલ્યાણ જવેલર્સ રૂ.૨૬, ટાઈટન રૂ.૧૪૭ ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ અક્ષય તૃતિયા પૂર્વે સોનાની ખરીદી વધવાની અપેક્ષાએ ખાસ જવેલરી કંપનીઓના શેરોમાં આજે મોટી ખરીદી કરતાં તેજી જોવાઈ હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૨૬.૭૧ પોઈન્ટની છલાંગે ૫૪૫૪૬.૮૮ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૨૬ ઉછળીને રૂ.૪૨૦.૪૫, ટાઈટન કંપની રૂ.૧૪૬.૬૫ વધીને રૂ.૪૨૪૪.૪૦, બર્જર પેઈન્ટ રૂ.૯.૮૦ વધીને રૂ.૪૨૧.૧૫, બ્લુ સ્ટાર રૂ.૩૫.૧૦ વધીને રૂ.૧૫૬૪.૨૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૪.૪૫ વધીને રૂ.૧૨૦૫.૩૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૨૮.૩૦ વધીને રૂ.૬૪૦૯.૮૦ રહ્યા હતા.
ક્રુડના ભાવ ઘટયા : ઓટોમોબાઈલ શેરોમાં કવરિંગ : બોશ રૂ.૧૩૨૭, ટીવીએસ મોટર રૂ.૯૫ ઉછળ્યા
સાઉદી અરેબિયાએ એશીયા માટેના ક્રુડ ઓઈલ પરના પ્રીમિયમમાં વધારો કર્યાના અહેવાલ છતાં વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ યુદ્વ વિરામના પોઝિટીવ અહેવાલે ઘટી આવતાં તેમ જ દેશમાં પેટ્રોલ, ડિઝલનો પર્યાપ્ત પુરવઠો હોવાની સરકારની વારંવારની ખાતરી અને રૂપિયાની મજબૂતીએ ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની આજે ઘટાડે શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. બોશ રૂ.૧૩૨૭.૬૫ ઉછળીને રૂ.૩૩,૪૬૫.૪૦, ટીવીએસ મોટર રૂ.૯૫.૨૫ વધીને રૂ.૩૪૮૫.૬૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૭.૫૦ વધીને રૂ.૨૧૨૨.૫૦, ઉનો મિન્ડા રૂ.૨૨.૪૫ વધીને રૂ.૧૦૪૬.૯૫, બજાજ ઓટો રૂ.૧૮૫.૦૫ વધીને રૂ.૮૯૪૪.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૯૧.૭૫ વધીને રૂ.૫૧૦૫.૧૫, ભારત ફોર્જ રૂ.૨૯.૭૦ વધીને રૂ.૧૬૭૨.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૩૮.૨૩ પોઈન્ટ વધીને ૫૩૭૭૨.૦૯ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ : એનએમડીસી, અદાણી, સેઈલ, લોઈડ્સ મેટલ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડે આજે ફંડોએ વેલ્યુબાઈંગ કર્યું હતું. ઈરાન યુદ્વના અંતના પોઝિટીવ ડેવલપમેન્ટ અને ત્યાર બાદ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મેટલની મોટી માંગની અપેક્ષાએ પણ ફંડો શેરોમાં લેવાલ રહ્યા હતા. એનએમડીસી રૂ.૩.૪૭ વધીને રૂ.૮૧.૪૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૯.૨૦ વધીને રૂ.૧૯૦૨.૭૫, સેઈલ રૂ.૫.૪૦ વધીને રૂ.૧૬૦.૫૫, લોઈડ્સ મેટલ રૂ.૪૬.૫૫ વધીને રૂ.૧૪૩૬.૬૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૨૫ વધીને રૂ.૫૨૫.૮૫, નાલ્કો રૂ.૫.૭૦ વધીને રૂ.૪૦૭.૪૫, હિન્દાલ્કો રૂ.૧૦.૨૦ વધીને રૂ.૯૨૭.૪૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૧૫.૨૬ પોઈન્ટ વધીને ૩૮૨૩૦.૯૨ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ખરીદી : પીટીસીઆઈએલ, કેઈન્સ, ભારત ડાયનામિક્સ, ડાટા પેટર્ન વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ઘટાડે ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. પીટીસીઆઈએલ રૂ.૭૬૧.૫૫ વધીને રૂ.૧૫,૫૦૦.૫૫, કેઈન્સ રૂ.૧૬૫.૯૦ વધીને રૂ.૩૭૦૪.૦૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૯.૨૫ વધીને રૂ.૧૨૨૫.૦૫, ડાટા પેટર્ન રૂ.૮૪.૩૦ વધીને રૂ.૩૧૩૭.૭૦, પોલીકેબ રૂ.૧૭૩.૪૦ વધીને રૂ.૭૦૪૫.૨૫, મઝગાંવ ડોક શિપ રૂ.૫૦.૩૫ વધીને રૂ.૨૩૧૪.૪૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૭.૧૫ વધીને રૂ.૧૪૧૪.૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૮૮.૬૨ પોઈન્ટ વધીને ૬૬૯૪૮.૯૦ બંધ રહ્યો હતો.
ફંડો, ખેલંદાઓ સક્રિય બનતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીના મંડાણ : ૩૨૦૯ શેરો પોઝિટીવ બંધ
ફંડો, ખેલંદાઓ આજે ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે સક્રિય લેવાલ બનતાં તેજીનો વ્યાપક સળવળાટ જોવાયો હતો. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૪૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૨૦૯ અને ઘટનારની સંખ્યા ૧૧૩૦ રહી હતી.
સાઉદીએ ક્રુડ પ્રીમિયમ વધારતાં રિલાયન્સ રૂ.૪૬ તૂટયો : ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા ઘટયા
સાઉદી અરેબિયાએ એશીયા માટે ઓઈલ પરના પ્રીમિયમમાં ધરખમ વધારો કર્યાની નેગેટીવ અસરે આજે ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬.૧૦ ઘટીને રૂ.૧૩૦૪.૭૫, ઓએનજીસી રૂ.૫.૪૫ ઘટીને રૂ.૨૮૧.૬૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૮.૨૫ ઘટીને રૂ.૪૭૨ રહ્યા હતા. જ્યારે ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૪૯.૫૫, ગેઈલ રૂ.૧.૫૦ વધીને રૂ.૧૪૩.૧૫, અદાણી ટોટલ ગેસ રૂ.૫.૨૦ વધીને રૂ.૫૨૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૬૩.૦૯ પોઈન્ટ ઘટીને ૨૫૩૮૯.૬૭ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ઘટાડે સપોર્ટ : નેલ્કો રૂ.૪૮ ઉછળી રૂ.૬૧૦ : ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, રામકો વધ્યા
દેશના સર્વિસિઝ પીએમઆઈ ૧૪ મહિનાના સૌથી નબળા આવ્યા છતાં ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ઘટાડે વેલ્યુબાઈંગની તક ઝડપી હતી. નેલ્કો રૂ.૪૮.૨૫ વધીને રૂ.૬૦૯.૬૦, ડિજિટાઈડ રૂ.૪.૭૩ વધીને રૂ.૮૧.૮૩, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૩૮૯.૨૦, રામકો સિસ્ટમ રૂ.૧૬.૩૦ વધીને રૂ.૩૮૪.૫૦, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૨૨.૩૦ વધીને રૂ.૫૯૬.૭૫, પ્રોટીઅન રૂ.૯.૬૦ વધીને રૂ.૪૯૮.૫૦, પર્સિસ્ટન્ટ રૂ.૮૦.૭૫ વધીને રૂ.૫૩૦૯.૧૦, એએસએમ ટેક રૂ.૪૯.૬૫ વધીને રૂ.૨૪૯૨.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૭૧.૮૮ પોઈન્ટ વધીને ૨૯૪૬૦.૦૫ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૮૧૬૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૮૦૮૯ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૧૬૭.૧૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૮૮૩૭.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૦૦૪.૮૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૮૦૮૮.૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૦,૪૪૫.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૫૬.૮૭ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૧૪ લાખ કરોડ વધીને ૪૨૭.૫૧ લાખ કરોડ
સપ્તાહના પ્રથમ દિવસે શેરોમાં આજે ફરી વ્યાપક તેજીના પરિણામે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૫.૧૪ લાખ કરોડ વધીને રૂ.૪૨૭.૫૧ લાખ કરોડ રહી હતી.


