૧૦૦માંથી ઓછામાં ઓછા ૧૫ IPOમાં રિટેલ સેગમેન્ટ ઓછું ભરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઊંચા મૂલ્યાંકનો તથા ગ્રે માર્કેટમાં નબળા પ્રીમિયમને કારણે રિટેલ રોકાણકારો દૂર રહ્યા
મુંબઈ : જિઓ પ્લેટફોર્મના ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ને સંસ્થાકીય ઉપરાંત રિટેલ રોકાણકારો તરફથી જે પ્રકારનો પ્રોત્સાહક પ્રતિસાદ અપાયો હતો તેવી જ સ્થિતિ દરેક આઈપીઓમાં જોવા મળતી નથી.
વર્તમાન વર્ષમાં આવેલા ૧૦૦ જેટલા મેઈનબોર્ડ આઈપીઓમાંથી ઓછામાં ઓછા ૧૫ આઈપીઓ એવા જોવા મળ્યા છે જેમાં રિટેલ સેગમેન્ટ સંપૂર્ણ રીતે ભરાયો નહતો. આ ૧૫ આઈપીઓમાં એજ ફાઈનાન્સ, ક્લીન મેકસ, રાજપુતાના સ્ટેનલેસ વગેરેનો સમાવેશ થાય છે.
ઊંચા મૂલ્યાંકનો તથા નબળી નાણાંકીય કામગીરીને કારણે રિટેલ રોકાણકારો આ આઈપીઓથી દૂર રહ્યા હોવાનું માનવામાં આવે છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. જાહેર ભરણાંમાં નાણાં નાખતા પહેલા રિટેલ રોકાણકારો જે ભરણાંના ખાનગીમાં કેવા પ્રીમિયમ બોલાઈ રહ્યા છે તેને ધ્યાનમાં લેતા હોય છે.
કોઈપણ ભરણાંમાં રિટેલ રોકાણકારો ંમાટે મૂલ્યાંકનો મહત્વના બની રહે ેછે. ઊંચા મૂલ્યાંકનો વચ્ચે ગ્રે માર્કેટ પ્રીમિયમ આકર્ષક ન જણાતા હોય તેવા ભરણાંથી રિટેલ રોકાણકારો દૂર રહે છે.
દેશમાં પ્રાઈમરી માર્કટમાં રિટેલ રોકાણકારો તાજેતરમાં સક્રિય બન્યા છે ખરા પરંતુ તેઓ રોકાણમાં પસંદગી ધરાવતા હોય છે.
સારી અને ગ્રે માર્કેટમાં ઊંચા પ્રીમિયમ સાથેની કંપનીઓમાં રિટેલ રોકાણકારોના નાણાં ઠાલવતા ખચકાતા નથી. સપ્ટેમ્બરમાં પ્રાઈમરી માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટરોનું રૂપિયા ૫૬૫૦ કરોડનું રોકાણ આવ્યું હતું જ્યારે જુલાઈમાં આ આંક રૂપિયા ૬૭૯૦ તથા ઓગસ્ટમાં રૂપિયા ૫૮૨૫ કરોડ રહ્યો હતો એમ એનાલિસ્ટે જણાવ્યું હતું.
વર્તમાન ૨૦૨૬ના વર્ષમાં રિટેલ રોકાણકારોએ પ્રાઈમરી માર્કેટમાં રૂપિયા ૨૨૦૦૦ કરોડથી વધુ ઠાલવ્યા છે.




