Business

આયર્ન, સ્ટીલ અને કેટલાક રસાયણો પરની એન્ટી ડમ્પિંગ ડયૂટી લંબાવાઇ

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ભારતે 4 પ્રોડક્ટ્સ પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની સમયમર્યાદા લંબાવી છે. નાણાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી ઓસ્ટ્રેલિયા, ચીન સહિત 6 દેશોમાંથી આયાત થતા નીચી એશવાળા મેટલર્જિકલ કોક પર 5 વર્ષ માટે વધારાની ડ્યુટી લાગુ કરી છે. DGTRની ભલામણ પર આ નિર્ણય લેવાયો. ફ્યુમ્ડ સિલિકા, એરિલાઈડ્સ, સીમલેસ ટ્યુબ્સ અને સામાન્ય બુટાનોલ પર ડ્યુટી લંબાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આયર્ન, સ્ટીલ અને કેટલાક રસાયણો પરની એન્ટી ડમ્પિંગ ડયૂટી લંબાવાઇ

પ્રક્રિયા નહીં કરાયેલ ફ્યુમ્ડ સિલિકા, એરિલાઈડસ, સીમલેસ ટયૂબ્સ વગેરે પરની સમયમર્યાદા લંબાવાઈ
મુંબઈ : જુલાઈમા જારી કરાયેલા વિવિધ નોટિફિકેશનો પ્રમાણે આયર્ન તથા સ્ટીલ અને કેટલાક રસાયણો મળીને ચાર પ્રોડકટસ પરની એન્ટી ડમ્પિંગ ડયૂટીની સમયમર્યાદાને ભારતે લંબાવી છે. આ ઉપરાંત નીચી એશ સાથેના મેટલર્જિકલ કોકની આયાત પર વધારાની ડયૂટી પણ લાગુ કરતુ નોટિફિકેશન નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા, ચીન, રશિયા, જાપાન, કોલંબિયા તથા ઈન્ડોનેશિયા ખાતેથી આયાત થતા નીચી એશ સાથેના મેટલર્જિકલ કોક પર પાંચ વર્ષ માટે વધારાની ડયૂટી લાગુ કરવામાં આવી છે.
ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીસની ભલામણ પર આ નિર્ણય લેવાયા છે. જેના પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લંબાવવામાં આવી છે તેમાં પ્રક્રિયા નહીં કરાયેલ ફ્યુમ્ડ સિલિકા, એરિલાઈડસ, સીમલેસ ટયૂબ્સ, પાઈપ્સ તથા આયર્નની હોલો પ્રોફાઈલ્સ, એલોય તથા નોન-એલોય સ્ટીલ અને સામાન્ય બુટાનોલનો સમાવેશ થાય છે.
સિલિકા જેનો વપરાશ પેઈન્ટ, કોસ્મેટિક તથા ફાર્મા ઉદ્યોગમાં થાય છે અને એરિલાઈડસ જેનો ઉપયોગ ડાય તથા પ્રિન્ટિંગ ઈન્કસના ઉત્પાદનમાં થાય છે તે અને ચોક્કસ પ્રકારના આયર્ન અને નોન-એલોય સ્ટીલ પ્રોડકટસનું ચીનની કેટલીક કંપનીઓ દ્વારા સતત ડમ્પિંગ થઈ રહ્યું છે જ્યારે સામાન્ય બુટાનોલ જે કોસ્મેટિકસ અને ફલેવરિંગ ઉદ્યોગમાં વપરાશમાં લેવાય છે તે મલેશિયા, દક્ષિણ આફ્રિકા અને અમેરિકા ખાતેથી નીચા ભાવે આયાત કરવામાં આવી રહ્યા છે.
પ્રક્રિયા નહીં કરાયેલ ફ્યુમ્ડ સિલિકા પરની ડયૂટીને ૧૦ ફેબુ્રઆરી, ૨૦૨૭ સુધી લંબાવાઈ છે જ્યારે આયર્ન અને સ્ટીલ પ્રોડકટસ પરની ડયૂટી ૨૭ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી અને એરિલાઈડસ પરની એન્ટી ડમ્પિંગ ડયૂટી ૧૩ જાન્યુઆરી સુધી લંવાવવામાં આવી હોવાનું જારી કરાયેલા વિવિધ નોટિફિકેશનોમાં જણાવાયું હતું.
કોકસ પર એન્ટી ડમ્પિંગ ડયૂટીનો દર પ્રતિ ટન ૪૨.૯૫ ડોલરથી ૧૨૮.૮૩ ડોલરની વચ્ચે વસૂલવામાં આવે છે. સામાન્ય બુટાનોલ પર ડયૂટી પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવી છે.
સસ્તી આયાતને કારણે ઘરઆંગણેના ઉદ્યોગોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી સંબંધિત પ્રોડકટસ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવામાં આવે છે.