AIને કારણે લિસ્ટેડ માર્કેટ કેપમાં ૧૦૦ અબજ ડોલરનો ઉમેરો થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી બેથી પાંચ વર્ષમાં અસંખ્ય એઆઈ કંપનીઓ બજારમાં આવવાનો અંદાજ
મુંબઈ : ભારતમાં ઊભરી રહેલા આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રને કારણે દેશની લિસ્ટેડ માર્કેટ કેપિટલાઈઝેશનમાં આગામી બેથી પાંચ વર્ષમાં ૫૦ અબજ થી ૧૦૦ અબજ ડોલરનો ઉમેરો થઈ શકે છે. ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ના પ્રવાહને ધ્યાનમાં રાખતા ગોલ્ડમેન સાચ્સની આ ધારણાં આવી પડી છે.
હાલની ૭૦ જેટલી નાની મોટી ખાનગી એઆઈ કંપનીઓમાંથી ૨૫થી ૫૦ ટકા આગામી બેથી પાંચ વર્ષના ગાળામાં જાહેર ભરણાં લાવશે તેવી શકયતા છે. આ કંપનીઓ તેમના હાલના અંદાજિત મૂલ્ય કરતા ચાર ગણા વેઈટેડ એવરેજ વેલ્યુએશને બજારમાં આવશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે. આને કારણે ભારતની લિસ્ટેડ એઆઈ કંપનીઓના વ્યાપમાં વધારો થશે. ભારતની એઆઈ સ્ટાર્ટઅપ્સ માટે પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ફન્ડિંગ ૨૦૨૪થી અત્યારસુધીમાં ત્રણ ગણું થયું છે.
કુલ પીઈ ફન્ડિંગમાં એઆઈનો હિસ્સો ચાર ગણો વધી વીસ ટકા જેટલો થઈ ગયો છે. એઆઈ ફન્ડિંગ માટે ભારત હવે પ્રથમ છ ક્રમની યાદીમાં આવી ગયું છે.




