AIથી IBMને ૭૦ અબજ ડોલરનો ફટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૯૮૭ના 'બ્લેક મંડે' માર્કેટ ક્રેશ કરતાં પણ મોટો ક્રેશ
કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન પોતાની કામગીરી 'નબળી' રહી હોવાનું સ્વીકાર્યા પછી કમાણી પર વધુ મોટી અસર પડવાની ચેતવણી પછી થયેલી અસર
અમદાવાદ : અમેરિકન કંપની IBMના શેરમાં ૨૫%થી વાૃધુનો ઘટાડો નોંાૃધાયો છે, જે ૧૯૮૭ના 'બ્લેક મંડે' માર્કેટ ક્રેશ કરતાં પણ મોટો એક દિવસનો ટકાવારીની દ્રષ્ટીએ સૌથી મોટો ઘટાડો છે. મંગળવારે ૧૪ જુલાઇના રોજ IBMના શેરમાં લગભગ ૬૦ વર્ષમાં એક જ દિવસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન પોતાની કામગીરી 'નબળી' રહી હોવાનું સ્વીકાર્યા પછી અને કમાણી પર અપેક્ષા કરતાં વાૃધુ મોટી અસર પડશે તેવી ચેતવણી આપ્યા બાદ તેની માર્કેટ વેલ્યુ (બજાર મૂલ્ય)માંથી આશરે ૭૦ અબજ ડોલર ાૃધોવાઈ ગયા હતા.
આ ભારે વેચવાલી ત્યારે જોવા મળી જ્યારે IBM એ તેની આવક અને નફાની અપેક્ષાઓ ઘટાડી દીાૃધી. કંપનીએ જણાવ્યું હતું કે તે કોર્પોરેટ ખર્ચમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ થઈ રહેલા ઝડપી બદલાવ સાથે તાલ મિલાવવામાં નિષ્ફળ રહી છે.
IBMના નિરાશાજનક આઉટલુક પાછળનું સૌથી મોટું કારણ વ્યવસાયો તેમના ટેકનોલોજી બજેટનો ખર્ચ કેવી રીતે કરી રહ્યા છે તેમાં આવેલો મોટો ફેરફાર છે. સમાચાર એજંસીઓના જણાવ્યા અનુસાર કંપનીઓ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેરમાંથી નાણાં ડાયવર્ટ કરીને (વાળીને) તેના બદલે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે સર્વર્સ, સ્ટોરેજ સિસ્ટમ્સ, નેટવર્કિંગ સાાૃધનો અને મેમરી ચિપ્સ ખરીદવા તરફ દોડી રહી છે.
તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મર્યાદિત પુરવઠો ાૃધરાવતું AI હાર્ડવેર ભવિષ્યમાં વાૃધુ મોંઘું અથવા મેળવવું મુશ્કેલ બની શકે છે.
IBMના CEO અરવિંદ ક્રિષ્નાએ સ્વીકાર્યું કે કંપનીએ ગ્રાહકો તેમની ખર્ચની પ્રાથમિકતાઓ આટલી ઝડપથી બદલશે તેનો ઓછો અંદાજ લગાવ્યો હતો.
ક્રિષ્નાએ રોકાણકારોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 'જૂનના છેલ્લા કેટલાક અઠવાડિયામાં, અમે જોયું કે ગ્રાહકોએ અપેક્ષિત ભાવવાૃધારા પહેલાં મર્યાદિત પુરવઠાવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવા માટે તેમના ત્રિમાસિક કેપેક્સ (મૂડી ખર્ચ) ને સર્વર્સ, સ્ટોરેજ અને મેમરી ચિપ્સની ખરીદી તરફ વાળી દીાૃધો હતો.' IBM એ સપ્લાય-ચેઇનની મર્યાદાઓને કારણે થોડી અડચણની અપેક્ષા રાખી હતી, પરંતુ ક્રિષ્નાએ જણાવ્યું હતું કે કંપની 'કેપેક્સની આટલી મોટી પુન:પ્રાથમિકતાની તીવ્રતાનો અંદાજ લગાવી શકી ન હતી.'
આ ટિપ્પણીઓ અસામાન્ય હતી કારણ કે CEO ભાગ્યે જ તેમની કામગીરીની નિષ્ફળતાઓ આટલી સીાૃધી રીતે સ્વીકારે છે. કેટલાક મોટા એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટ્સ પૂર્ણ કરવામાં નિષ્ફળતા એ IBMની અપેક્ષાઓ ચૂકી જવા પાછળનું એક સૌથી મોટું કારણ બન્યું છે.IBMના ાૃધબડકા પાછળની ાૃધટના સમગ્ર ટેકનોલોજી ઉદ્યોગમાં થઈ રહેલા વ્યાપક બદલાવને પણ દર્શાવે છે. છેલ્લા બે વર્ષથી વિશ્વની કંપનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અબજો ડોલર ઠાલવ્યા છે.









