Business

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે

By GS TEAM
23 Dec 20251 min read
આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે

મુંબઈ : ૨૦૨૫ તથા ૨૦૩૦ દરમિયાનના  ગાળામાં દેશમાં વીજની ક્રમિક માગ વધીને ૮૧૭ ટ્રિલિયન વોટ અવર્સ પહોંચવા ધારણાં છે, આમાંથી વીસ ટકા માગ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત વર્કલોડને કારણે વધવાની ધારણાં છે. એઆઈ ક્ષેત્રમાં ખાસ કરીને ડેટા સેન્ટરોમાં વીજની માગમાં વધારો થશે. 

એઆઈ સંબંધિત વીજ માગનો હિસ્સો ૨૦૩૦ પછી પણ ઊંચો જોવા મળશે કારણ કે તે વેળાએ ડેટા ક્ષમતામાં જોરદાર વધારો થયેલો હશે એમ એક રિપોર્ટમાં દાવો કરાયો છે.

આ અગાઉના એક અંદાજમાં ૨૦૩૦માં વીજની ક્રમશ માગ વધી ૬૬૧ ટ્રિલિયન વોટ અવર્સ પહોંચવા ધારણાં રખાઈ હતી. 

આગામી પાંચ વર્ષમાં ભારતની એકંદર વીજ માગમાં ક્નમશ વધારો અમેરિકા તથા યુરોપની સરખામણીએ ૩૦ ટકા વધુ હશે. આ દેશોમાં પણ વીજની માગમાં જોરદાર વધારો જોવાઈ રહ્યો છે.

વૈશ્વિક ટેક કંપનીઓ માઈક્રોસોફટ, એમેઝોન તથા ગુગલ વગેરેએ ભારતમાં એઆઈ ક્ષેત્રે જંગી ઈન્વેસ્ટમેન્ટસની કરેલી જાહેરાતને ધ્યાનમાં રાખી વીજ માગમાં વધારો થવાનો અંદાજ આવી પડયો છે. 

ડેટા ક્ષમતામાં વધારો અમેરિકા કરતા પણ ઝડપથી વધી રહી છે. ૨૦૨૫થી પાંચ વર્ષમાં ડેટા ક્ષમતામાં પાંચ ગણો વધારો જોવા મળશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઈન્ટરનેટ, ડિજિટલ ટ્રાન્ઝકશન, મોબાઈલ વગેરેના વપરાશમાં વધારો થતા ડેટા ક્ષમતા વધી રહી છે.