Business

LNG બાદ હવે LPGના ભારતના પૂરવઠેદારોમાં પણ અમેરિકા પાછળ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ભારતમાં LPG પૂરવઠામાં મોટો બદલાવ આવ્યો છે. સપ્ટેમ્બરમાં UAE, અમેરિકાને પાછળ છોડી ભારતનું LPGનું સૌથી મોટું પૂરવઠેદાર બન્યું. ભારતે UAEથી 5.47 લાખ ટન LPG આયાત કર્યું, જે કુલ આયાતના 39% હતું. અમેરિકાથી આયાત 58% ઘટીને 3.23 લાખ ટન થઈ. ભૌગોલિક-રાજકીય અશાંતિને કારણે ભારતે તેના ઇંધણ આયાત સ્ત્રોતો બદલ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LNG બાદ હવે LPGના ભારતના પૂરવઠેદારોમાં પણ અમેરિકા પાછળ

ગત મહિને યુએઈ દેશનું એલપીજીનું ટોચનું પૂરવઠેદાર બની રહ્યંુ
મુંબઈ : દેશના લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ના પૂરવઠેદારોમાં મોટા બદલાવ બાદ હવે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ના પૂરવઠેદારોમાં પણ ગત મહિને મોટો બદલાવ જોવા મળ્યો છે અને અમેરિકાને પાછળ મૂકી યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) ભારતનું એલપીજીનું મોટુ પૂરવઠેદાર તરીકે ઊભરી આવ્યું છે.
સપ્ટેમ્બરમાં યુએઈ ખાતેથી ભારતે ૫.૪૭ લાખ ટન એલપીજી આયાત કર્યુ હતું જે કુલ એલપીજી આયાતના ૩૯ ટકા જેટલુ હતું. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં યુએઈ ખાતેથી એલપીજીની આયાતમાં ૧૮૨ ટકા વધારો થયો છે.
અમેરિકા ખાતેથી એલપીજીની આયાત ૫૮ ટકા ઘટી ૩.૨૩ લાખ ટન રહી છે જે ઓગસ્ટમાં ૭.૬૪ લાખ ટન રહી હતી. ભારતની એલપીજીની આયાતમાં અમેરિકાનો હિસ્સો ૨૩ ટકા રહ્યો હોવાનું કેપ્લરના રિપોર્ટમાં જણાવાયું છે.
સપ્ટેમ્બરમાં ભારતની એલપીજીની એકંદર આયાત ૧૩.૯૦ લાખ ટન રહી હતી જ્યારે એલએનજી આયાત ૧૪ ટકા ઘટી ૨૧.૭૦ લાખ ટન રહ્યાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.અખાતી વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ અમેરિકા ભારતનું એલપીજીનું મોટુ પૂરવઠેદાર બની રહ્યુ હતું પરંતુ હવે સ્થિતિ ફરી બદલાઈ છે અને અખાત વિસ્તારમાંથી ભારતની ગેસની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે.
લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ના પૂરવઠેદારોમાં પણ મોટા બદલાવ આવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ૨૭ ટકા શિપમેન્ટ હિસ્સા સાથે ઓમાન ભારતનું એલએનજીનું સૌથી મોટુ પૂરવઠેદાર રહ્યું છે જ્યારે ઓગસ્ટમાં ૩૫ ટકા સાથે અમેરિકા સૌથી મોટુ પૂરવઠેદાર રહ્યું હતું.એલએનજીમાં અમેરિકાનો હિસ્સો ઘટી ત્રીજા ક્રમે આવી ગયો છે.
ભૌગોલિરરાજકીય અશાંતિને ધ્યાનમાં રાખી ભારતે તેની ઈંધણની જરૂરિયાતને પહોંચી વળવા તેના આયાત સ્રોતોમાં બદલાવ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે મધ્ય પૂર્વના વિસ્તાર ખાતેથી એલએનજી તથા ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાઈ ગયો હતો જેમાં હવે બદલાવ જોવા મળી રહ્યો છે.