વાયદા બજારમાં મોટી ઉથલપાથલ, મોટું ગાબડું પડ્યાં બાદ સોનું 1800 તો ચાંદી 5200થી વધુ મોંઘી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Price : ગઈકાલે નોંધાયેલા તળિયાના સ્તરમાંથી જોરદાર રિકવરી બાદ આજે સોના અને ચાંદીના બજારમાં મજબૂત તેજી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓ આજે ગઈકાલના બંધ ભાવ સામે ઊંચા સ્તરે ખૂલી હતી અને દિવસ દરમિયાન ખરીદીનો માહોલ જળવાઈ રહ્યો હતો.
ગઈકાલનો નીચલો સ્તર અને ત્યારબાદ રિકવરી
ગઈકાલે સોનું એકસમયે 117906 રૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગયું હતું, ત્યારબાદ રિકવરી બતાવીને 121137 રૂપિયા પર બંધ થયું હતું. બીજી તરફ, ગઈકાલે ચાંદી પણ એકસમયે 136712 રૂપિયાના નીચલા સ્તરે ગગડી ગઈ હતી. ત્યારપછી મજબૂત રિકવરી સાથે ચાંદી 142517 રૂપિયા પર ક્લૉઝ થઈ હતી.
આજે સોનાની ચાલ: 122970 ની ઊંચી સપાટી
ગઈકાલના 121137 ના બંધ ભાવ સામે આજે સોનું 122740 ના ઓપન ભાવે ખૂલ્યું હતું. આજના કારોબારમાં સોનાએ 122970 નો હાઈ બનાવ્યો હતો, જ્યારે નીચલો સ્તર 122471 નોંધાયો હતો. આજે સોનામાં કુલ 1833 રૂપિયાનો એકઝાટકે ઉછાળો આવ્યો હતો.
આજે ચાંદીમાં ઉછાળો: 147798 સુધી પહોંચી
ચાંદીમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો હતો. ગઈકાલના 142517 ના બંધ ભાવ સામે આજે ચાંદી 145800 ના ભાવે ખૂલી હતી, જે આજનો નીચલો સ્તર પણ રહ્યો હતો. ત્યારબાદ ચાંદી ઉછળીને આજના હાઈ 147798 સુધી પહોંચી ગઈ હતી. આજે ચાંદીમાં એકઝાટકે 5281 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.




