સેન્સેક્સ 6000 પોઈન્ટની ઉથલપાથલના અંતે 1235 તૂટીને 75838

જીઓપોલિટીકલ ટેન્શનનો ભય દૂર થવા સામે વિશ્વ વેપાર યુદ્વ શરૂ થવાના એંધાણ
મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સિંહાસન સંભાળતાની સાથે એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન ત્રીજું વિશ્વ યુદ્વને થતું અટકાવવાનું કહેતાં અને બીજી તરફ વિશ્વનો મહા વેપાર ટેરિફ યુદ્વમાં ધકેલવાના સંકેત આપતાં વૈશ્વિક બજારોથી વિશેષ આજે ભારતીય શેર બજારોમાં જાણે ટ્રમ્પનો આત્મા પ્રવેશ્યો હોઈ એમ હાડોહાડ અનિશ્ચિત ફંગોળાતી ચાલ વચ્ચે શેરોમાં ધબડકો બોલાઈ ગયો હતો. અમેરિકા ભારત, ચાઈના સહિત એશીયાના દેશોના ટેરિફ વોર થકી ભીંસમાં લેવાની તૈયારી કરી રહ્યાના સંકેત અને અમેરિકામાં પ્રબળ બનાવવા માંગતા હોઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), હેજ ફંડોએ ચલો અમેરિકા કરી મૂકી આજે શેરોમાં અસાધારણ વોલેટીલિટી કરી મૂકી અંતે મોટાપાયે હેમરીંગ કરી કડાકો બોલાવી દીધો હતો. વૈશ્વિક બજારોમાં એકંદર સાંકડી વધઘટ જોવાયાથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે સેન્સેક્સ રોલર-કોસ્ટર રાઈડમાં ૬૦૦૦ પોઈન્ટની અને નિફટી ૫૦ ઈન્ડેક્સે ૧૬૦૦ પોઈન્ટની મોટી ઉથલપાથલ બતાવી હતી.
ઈન્ટ્રા-ડે કડાકો
બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, આઈટી, હેલ્થકેર શેરોમાં વેચવાલીના પરિણામે સેન્સેક્સ આગલા બંધ ૭૭૦૭૩.૪૪ સામે ૭૭૨૬૧.૭૨ મથાળે ખુલીને આરંભમાં બે-તરફી ૭૦૦થી વધુ પોઈન્ટની ઉથલપાથલ બતાવ્યા બાદ ચંચળતા વચ્ચે એક તબક્કે ૧૪૩૧.૬૨ પોઈન્ટના કડાકે નીચામાં ૭૫૬૪૧.૮૭ સુધી આવી ગયા બાદ વોલેટીલિટીના અંતે ૧૨૩૫.૦૮ પોઈન્ટ ગબડીને ૭૫૮૩૮.૩૬ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આગલા બંધ ૨૩૩૪૪.૭૫ સામે ૨૩૪૨૧.૬૫ મથાળે ખુલીને ભારે અફડાતફડીમાં આરંભમાં ૨૫૦ પોઈન્ટથી વધુ બે-તરફી વોલેટીલિટી બતાવ્યા બાદ એક તબક્કે ૩૬૭.૯૦ પોઈન્ટના કડાકે નીચામાં ૨૨૯૭૬.૮૫ સુધી ગબડી આવી સતત વોલેટીલિટીના અંતે ૩૨૦.૧૦ પોઈન્ટ તૂટીને ૨૩૦૨૪.૬૫ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૧૦૧૫ ખાબક્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ગઈકાલે મજબૂતી બાદ આજે એકાએક ભારે ગાબડાં પડયા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૧૫.૩૧ પોઈન્ટ તૂટીને ૫૫૦૨૦.૯૨ બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૬.૭૫ તૂટીને રૂ.૧૧૯૬.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૦૫ ઘટીને રૂ.૭૫૯, એક્સિસ બેંક રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૯૬૯.૭૫, કેનેરા બેંક રૂ.૧.૭૦ ઘટીને રૂ.૯૯.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૬.૨૦ ઘટીને રૂ.૧૮૯૩.૪૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ગાબડાં
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફંડોએ મોટાપાયે વેચવાલી કરી હતી. એબીબી ઈન્ડિયા રૂ.૨૪૩.૧૦ ઘટીને રૂ.૬૨૭૯.૬૦, સિમેન્સ રૂ.૨૧૫.૪૫ ઘટીને રૂ.૫૯૨૨.૩૦, ભેલ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૦૯.૪૦, આરવીએનએલ રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૪૧૯.૫૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૨૩.૨૩ પોઈન્ટ તૂટીને ૬૪,૩૮૪.૩૭ બંધ રહ્યો હતો.
ઓટો શેરો રિવર્સ ગીયરમાં
ઓટોમોબાઈલ કંપનીઓને નવી દિલ્હી ખાતે યોજાયેલા મેગા ઓટો શોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે અમેરિકામાં ટ્રમ્પ સરકારે ઈલેક્ટ્રિક વાહનો પરની સબસીડિય બંધ કરવાનું અને એનલી ઈમર્જન્સી જાહેર કરી પેટ્રોલ, ડિઝલ વાહનોને પ્રોત્સાહન આપવાનું જાહેર કરતાં ઓટો શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૬૩.૩૩ પોઈન્ટ તૂટીને ૫૦૩૭૭.૮૦ બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૨.૭૫ તૂટીને રૂ.૨૮૨૪.૫૫, ટાટા મોટર્સ રૂ.૧૪.૨૫ ઘટીને રૂ.૭૫૯.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૬૯ ઘટીને રૂ.૪૦૨૩.૯૦, એમઆરએફ રૂ.૧૫૩૨.૮૦ તૂટીને રૂ.૧,૧૨,૨૦૨ રહ્યા હતા.
કન્ઝયુમર શેરોમાં ધોવાણ
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટાપાયે વેચવાલી કરી હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૪૭.૯૫ ઘટીને રૂ.૧૬૧૦.૧૫, વોલ્ટાસ રૂ.૩૯.૪૦ ઘટીને રૂ.૧૫૦૭, ક્રોમ્પ્ટન રૂ.૮.૮૦ ઘટીને રૂ.૩૫૩.૪૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૬.૬૫ ઘટીને રૂ.૩૯૫૭.૫૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૬.૧૦ ઘટીને રૂ.૧૫૭૪.૪૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૪૩૨.૨૮ પોઈન્ટ તૂટીને ૫૮૪૯૩.૯૩ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરો તૂટયા
ભારે ઉથલપાથલના અંતે કડાકો બોલાઈ જવા સાથે આજે ફરી ગભરાટમાં રિટેલ ઈન્વેસ્ટરોએ મોટાપાયે વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. અલબત ઘટાડે પસંદગીના શેરોમાં ફંડો, જાણકારો લેવાલ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૬૭થી ઘટીને ૧૧૮૭ અને ઘટનારની સંખ્યા ૧૬૦૩થી વધીને ૨૭૮૮ રહી હતી.
DIIની રૂ.૩૫૦૦ કરોડની ખરીદી
એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં રૂ.૫૯૨૦.૨૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૫૦૦.૩૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
રોકાણકારોની સંપતિ ધોવાઈ
શેરોમાં આજે વ્યાપક કડાકો બોલાઈ જતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૫૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૪.૦૭ લાખ કરોડ રહી ગયું હતું.
સેન્સેક્સના ૧૨૩૫ પોઈન્ટના કડાકામાં ICICIનો સૌથી વધુ ૨૨૩ પોઈન્ટ હિસ્સો
|
કંપનીનું નામ |
શેરનો ભાવ (૨૧-૦૧-૨૫) |
વધઘટ (રૂ.માં) |
પોઈન્ટમાં હિસ્સો |
|
આઈસીઆઈસીઆઈ |
રૃ.૧૨૫૬.૪૦ |
-૧૮.૫૦ |
૧૧૩.૦૪ |
|
રિલાયન્સ
ઈન્ડસ્ટ્રીઝ |
રૃ.૨૮૧૫.૧૫ |
-૧૧૪.૫૫ |
૩૩૬.૨૦ |
|
ઝોમાટો લિમિટેડ |
રૃ.૨૧૪.૬૫ |
-૨૬.૩૦ |
૧૫૩.૫૮ |
|
સ્ટેટ બેંક ઈન્ડિયા |
રૃ.૭૫૯.૦૦ |
-૨૦.૦૫ |
૬૬.૧૯ |
|
એચડીએફસી બેંક |
રૃ.૧૬૪૧.૭૫ |
-૯.૫૦ |
૨૮૭.૯૬ |
|
લાર્સન એન્ડ
ટુબ્રો |
રૃ.૩૫૩૬.૦૫ |
-૫૦.૩૫ |
૫૦.૬૩ |
|
મહિન્દ્રા એન્ડ
મહિન્દ્રા |
રૃ.૨૮૨૧.૫૦ |
-૬૫.૮૦ |
૪૯.૯૮ |
|
એનટીપીસી લિ. |
રૃ.૩૨૪.૨૪ |
-૧૧.૮૯ |
૪૮.૨૩ |
|
એક્સિસ બેંક
લિ. |
રૃ.૯૬૯.૭૫ |
-૧૮.૫૦ |
૪૫.૩૧ |
|
ઈન્ફોસીસ લિ. |
રૃ.૧૭૯૯.૮૦ |
-૧૩.૪૫૧ |
૪૧.૮૦ |
|
ટાટા
કન્સલ્ટન્સી |
રૃ.૪૦૩૪.૩૫ |
-૪૨.૬૦ |
૩૭.૧૩ |
|
બજાજ ફાઈનાન્સ |
રૃ.૭૨૮૭.૦૫ |
-૧૫૦.૬૫ |
૩૬.૧૦ |
|
ભારતી એરટેલ |
રૃ.૧૬૨૫.૯૦ |
-૧૫.૨૫ |
૩૫.૧૧ |
સેન્સેક્સની ૬૦૦૦ પોઈન્ટની ઉથલપાથલનો ઘટનાક્રમ
|
સમય |
સપાટી |
કેટલા પોઈન્ટ |
|
- |
- |
વોલેટીલિટી |
|
૯ઃ૧૫ |
૭૭૧૧૯ |
૪૫ |
|
૧૦ઃ૨૪ |
૭૬૨૫૦ |
૮૬૯ |
|
૧૧ઃ૫૨ |
૭૭૨૭૦ |
૧૦૨૦ |
|
૧૨ઃ૨૪ |
૭૬૧૭૯ |
૧૦૯૦ |
|
૧ઃ૦૧ |
૭૬૬૭૫ |
૫૦૦ |
|
૧ઃ૨૦ |
૭૬૨૩૭ |
૪૫૦ |
|
૧ઃ૩૦ |
૭૬૮૧૫ |
૫૭૮ |
|
૨ઃ૪૨ |
૭૫૬૪૨ |
૧૧૭૫ |
|
૩ઃ૩૦ |
૭૫૩૩૮ |
૧૮૫ |
નિફટી-૫૦ની ૧૬૦૦ પોઈન્ટની ઉથલપાથલનો ઘટનાક્રમ
|
સમય |
સપાટી |
કેટલા પોઈન્ટ |
|
- |
- |
વોલેટીલિટી |
|
૯ઃ૧૫ |
૨૩૪૧૫ |
૭૦ |
|
૧૦ઃ૨૪ |
૨૩૧૫૦ |
૨૬૫ |
|
૧૧ઃ૫૨ |
૨૩૪૦૦ |
૨૬૪ |
|
૧૨ઃ૨૪ |
૨૩૧૨૫ |
૨૮૦ |
|
૧ઃ૦૧ |
૨૩૨૮૫ |
૧૫૫ |
|
૧ઃ૨૦ |
૨૩૧૩૫ |
૪૫ |
|
૧ઃ૩૦ |
૨૩૨૭૫ |
૧૩૫ |
|
૨ઃ૪૨ |
૨૨૯૭૬ |
૩૦૨ |
|
૩ઃ૩૦ |
૨૩૦૨૫ |
૨૫ |




