અમેરિકાના કાયદાનો જ હવાલો આપી મેટાને 5000 કરોડનો દંડ ફટાકારાયો, કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta $567 million fine: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરન્ટ કંપની મેટા (Meta) માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ન્યૂ મેક્સિકોની એક કોર્ટે કંપની વિરુદ્ધ ચુકાદો આપતા ભારે દંડ ભરવાનો ઓર્ડર આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મેટાના પ્લેટફોર્મ્સ દેશના યુવાનો અને બાળકોને માનસિક રીતે નુકસાન પહોંચાડી રહ્યા હતા, જેની ભરપાઈ હવે કંપનીએ કરવી પડશે. આ કેસના બીજા તબક્કામાં કોર્ટે મેટા પર 567 મિલિયન અમેરિકન ડોલર (આશરે ₹5,000 કરોડ)નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદામાં અમેરિકન કાયદા COPPAનો સંદર્ભ આપવામાં આવ્યો છે.
શું છે COPPA કાયદો?
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે અમેરિકાનો 'ચિલ્ડ્રન ઓનલાઈન પ્રાઈવેસી પ્રોટેક્શન એક્ટ' (COPPA) બાળકોની ઓનલાઈન ગોપનીયતા અને સુરક્ષાનું રક્ષણ કરે છે. આ નિયમ હેઠળ મેટા કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ઉંમર સત્યાપિત કરવા માટે તેમની વ્યક્તિગત માહિતી માંગી શકતું નથી કે તેમની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર ટ્રેકિંગ કરી શકતું નથી.
યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે ખર્ચાશે દંડની રકમ
જજ બ્રાયન બ્રેડશાઈડે જાહેર કરેલા ચુકાદા મુજબ, આ વસૂલવામાં આવનારી રકમનો એક મોટો હિસ્સો એટલે કે આશરે 420 મિલિયન ડોલર, (42 કરોડ ડોલર) યુવાનોની સારવાર અને તેમના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. જ્યારે બાકીની રકમ આવનારા પાંચ વર્ષમાં જાગૃતિ અભિયાન, નિવારણ કાર્યક્રમો, સ્ક્રીનિંગ સેવાઓ અને તેને લગતા અન્ય ખર્ચાઓ માટે વાપરવામાં આવશે.
બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરવાનો આરોપ
આ કેસના પ્રથમ તબક્કામાં પણ મેટા પર 375 મિલિયન ડોલરનો સિવિલ દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કંપનીને એ વાતની પૂરી જાણકારી હતી કે તેના પ્લેટફોર્મ બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે અને સાથે જ બાળકોના યૌન શોષણ સંબંધિત ગંભીર બાબતોને છુપાવવાનું કામ પણ કરવામાં આવ્યું હતું.
પ્લેટફોર્મમાં મોટા ફેરફારો કરવાની માંગ
ફરિયાદી પક્ષે કોર્ટ પાસે માંગ કરી છે કે મેટાના પ્લેટફોર્મ્સમાં તાત્કાલિક ધોરણે મોટા ફેરફારો લાગુ કરવામાં આવે. જેમાં સોશિયલ મીડિયાનું વ્યસન લગાડતી સુવિધાઓ પર નિયંત્રણ, એજ વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો કરવો અને ડિફોલ્ટ પ્રાઈવેસી સેટિંગ્સ સાથે કડક સર્વેલન્સ રાખીને બાળકોના શોષણને રોકવાના પગલાં સામેલ છે. જોકે, અદાલતે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે માત્ર મેટા પર જ ઉંમર વેરિફિકેશનના કડક નિયમો લાદવામાં આવે અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને મુક્તિ અપાય, તો તે એકતરફી અને અયોગ્ય, તો તે એકતરફી અને અયોગ્ય ગણાશે.









