Business

LPG ને લગતું આ કામ ઝડપથી પતાવી લો નહીંતર સિલિન્ડર કે સબસિડી બંને નહીં મળે! 16 ઓગસ્ટ ડેડલાઈન

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
LPG ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. ઓઇલ કંપનીઓએ 16 ઓગસ્ટ, 2026 સુધીમાં e-KYC પૂર્ણ કરવા SMS એલર્ટ મોકલ્યા છે. જો આ સમયમર્યાદા ચૂકી જશો, તો ઘરેલુ દરે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળતી ₹300ની સબસિડી પણ અટકી શકે છે. ગ્રાહકો 'IndianOil One App' દ્વારા અથવા ડિલિવરી બોય મારફતે e-KYC કરાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG ને લગતું આ કામ ઝડપથી પતાવી લો નહીંતર સિલિન્ડર કે સબસિડી બંને નહીં મળે! 16 ઓગસ્ટ ડેડલાઈન
IMAGE - IANS

LPG e-KYC Deadline August 16: જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS એલર્ટ મોકલવામાં આવી રહ્યો છે, જેમાં e-KYC પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીઓ તરફથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 16 ઓગસ્ટ, 2026ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો ગ્રાહકો આ લાસ્ટ ડેટ સુધીમાં પ્રક્રિયા પૂરી નહીં કરે, તો તેમને ઘરેલુ દરે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ મળતી સરકારી સબસિડી અટકી શકે છે.

ઓગસ્ટ મહિનામાં ભાવમાં રાહત અને વર્તમાન દર

ઓગસ્ટ મહિનાની શરૂઆત ગેસ ગ્રાહકો માટે થોડી રાહત ભરી રહી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટ, 2026થી 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં કાપ મૂકીને ગ્રાહકોને રાહત આપી હતી, જ્યારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા. હાલમાં દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹942, કોલકાતામાં ₹968, મુંબઈમાં ₹941.50 અને ચેન્નાઈમાં ₹957.50 છે. આ સાથે જ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે સિલિન્ડરનો પુરવઠો વગર કોઈ અડચણે ચાલુ રાખવા માટે ગ્રાહકોએ વહેલી તકે e-KYC કરાવવું જરૂરી છે.

આધાર બેઝ્ડ e-KYC અને ઉજ્જવલા યોજના પર અસર

જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ દ્વારા મોકલવામાં આવી રહેલા મેસેજ મુજબ, ઘરેલુ ગ્રાહકોએ 16 ઓગસ્ટ સુધીમાં આ આધાર બેઝ્ડ e-KYC ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ કામગીરી સમયસર ન થવા પર ગ્રાહકોને ઘરેલુ દરે સિલિન્ડર મેળવવામાં સમસ્યા આવી શકે છે. વર્ષ 2016થી શરૂ થયેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના દેશમાં 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે, જેમને વાર્ષિક રીફિલ પર ₹300ની સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા મળે છે. ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે પણ નિયત તારીખ પહેલા e-KYC કરાવવું અનિવાર્ય છે.

ઘરે બેઠા e-KYC પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?

ગ્રાહકોને વારંવાર રીમાઇન્ડર મોકલીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવવામાં આવી રહી છે. IOCL (ઈન્ડિયન ઓઈલ) દ્વારા ગ્રાહકોને ઘરે બેઠા આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. ગ્રાહકો 'IndianOil One App'ના માધ્યમથી ઘરે બેઠા પોતાની e-KYC પ્રક્રિયા પૂરી કરી શકે છે. આ સિવાય, પોતાના ગેસ વિતરક (એજન્સી) પાસે જઈને અથવા ગેસ સિલિન્ડર આપવા આવતા ડિલિવરી બોયના માધ્યમથી પણ e-KYC કરાવી શકાય છે. 16 ઓગસ્ટ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહકો સરકારી રાહત દરે સિલિન્ડર મેળવવા માટે હકદાર રહેશે નહીં.