ઉડાન ભર્યા બાદ પાઈલટની તબિયત લથડી, મસ્કતથી બેંગ્લુરુ આવતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IndiGo Flight Diverted: દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ (6E 1302)ને ગુરુવારે અચાનક ઓમાનની રાજધાની મસ્કત તરફ ડાયવર્ટ કરવી પડી હતી. ઉડાન દરમિયાન ફ્લાઇટના પાઈલટની તબિયત અચાનક લથડતાં ગંભીર મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અન્ય પાઈલટે તાત્કાલિક વિમાનને મસ્કત એરપોર્ટ તરફ વાળી દેવાનો નિર્ણય લીધો હતો.
પાઈલટની હાલતમાં સુધારો
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3 સપ્ટેમ્બરના રોજ ઓપરેટ થઈ રહેલી આ ફ્લાઇટમાં પાઈલટને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી. મસ્કત એરપોર્ટ પર ફ્લાઇટનું સક્ષમ રીતે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ તુરંત જ મેડિકલ ટીમે પાઈલટની સારવાર શરૂ કરી દીધી હતી. એરલાઇને સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક સારવાર બાદ હવે પાઈલટની તબિયતમાં સુધાર છે.
મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા
ફ્લાઇટ ડાયવર્ટ થવાના કારણે મુસાફરોને મસ્કત એરપોર્ટ પર થોડો સમય રોકાવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન એરલાઇન તરફથી મુસાફરો માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, સાથે જ ઉડાન અંગેની માહિતી સતત શેર કરવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે બેંગલુરુ પહોંચાડવા માટે ઇન્ડિગોએ વૈકલ્પિક વિમાન અને નવા ક્રૂ મેમ્બર્સની ટીમને તહેનાત કરી દીધી છે.
એરલાઇને માંગી માફી
અચાનક રૂટ બદલાવાને કારણે મુસાફરોને પડેલી અગવડતા બદલ ઇન્ડિગો એરલાઇન્સે દિલગીરી વ્યક્ત કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે મેડિકલ ઇમરજન્સીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા જ સૌથી પ્રાથમિકતા હોય છે અને તે જ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અનિચ્છનીય વિલંબ માટે એરલાઇને મુસાફરોની માફી માંગી છે.




