Business

જાણો ગૂગલમાં કેવી રીતે મળે છે નોકરી, ફ્રેશર્સનો પગાર જાણી આંખો પહોળી થઈ જશે!

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
ગૂગલમાં નોકરી મેળવવા લાખો યુવાનો અરજી કરે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન વિના ઘણા રિજેક્ટ થાય છે. Google Careers વેબસાઇટ પર રેઝ્યૂમ અપલોડ કરી અરજી કરી શકાય છે. શોર્ટલિસ્ટ થયા બાદ HR સંપર્ક કરે છે, ઓનલાઈન ટેસ્ટ અને મલ્ટિપલ ઇન્ટરવ્યૂ રાઉન્ડ હોય છે. રેફરલથી તકો વધે છે. ફ્રેશર્સને વાર્ષિક ₹15 લાખથી ₹40 લાખનું પેકેજ મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાણો ગૂગલમાં કેવી રીતે મળે છે નોકરી,  ફ્રેશર્સનો પગાર જાણી આંખો પહોળી થઈ જશે!
IMAGE - IANS

How to Get a Job at Google: વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ ન માત્ર તેની ઉત્કૃષ્ટ વર્ક કલ્ચર માટે જાણીતી છે, પરંતુ અહીં મળતો જંગી પગાર અને સુવિધાઓ પણ યુવાનોને આકર્ષિત કરે છે. દર વર્ષે લાખો યુવાનો ગૂગલમાં નોકરી માટે અરજી કરે છે, પરંતુ માત્ર થોડા જ પસંદગી પામે છે. ઘણા ઉમેદવારો યોગ્ય માર્ગદર્શનના અભાવે રિજેક્ટ થઈ જાય છે. જો તમે પણ ગૂગલમાં કરિયર બનાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો અરજી કરવાથી લઈને સિલેક્શન સુધીની આખી પ્રક્રિયા સરળ રીતે સમજી લો.

સાચો રેઝ્યૂમ અને જરૂરી ક્વોલિફિકેશન

ગૂગલમાં અરજી કરતા પહેલા એક મજબૂત અને ગુણવત્તાસભર રેઝ્યૂમ બનાવવો અત્યંત જરૂરી છે. અહીં કામની ક્વોલિટી વધુ મહત્ત્વ ધરાવે છે. આમ તો ગૂગલમાં ડિગ્રી કરતાં સ્કિલ્સ (કૌશલ્ય) પર વધુ ભાર મૂકવામાં આવે છે, પરંતુ ટેકનિકલ રોલ્સ માટે ચોક્કસ ડિગ્રી હોવી જરૂરી છે. જેમ કે B.E/B.Tech (કોમ્પ્યુટર સાયન્સ), MCA અને કેટલીક જગ્યાએ B.Sc/M.Sc (કોમ્પ્યુટર સાયન્સ) ધરાવતા ઉમેદવારો પણ પાત્ર બને છે.

આ રીતે થાય છે હાયરિંગ પ્રક્રિયા

  • ગૂગલમાં નોકરી મેળવવા માટે ઉમેદવારે સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ Google Careers પર જવું પડશે.
  • જે પોસ્ટ માટે યોગ્યતા ધરાવતા હોવ તેના પર ક્લિક કરીને રેઝ્યૂમ અપલોડ કરવાનો રહે છે.
  • જો રેઝ્યૂમ શોર્ટલિસ્ટ થાય, તો ગૂગલના HR તમારો સંપર્ક કરે છે.
  • ત્યારબાદ જે-તે રોલ અનુસાર ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે.
  • ટેસ્ટ પાસ કર્યા બાદ ઉમેદવારને ઈન્ટરવ્યૂના મલ્ટિપલ રાઉન્ડ્સ માટે બોલાવવામાં આવે છે.

રેફરલ અને નેટવર્કિંગથી વધશે તકો

ઘણી વખત મહેનત કર્યા પછી પણ રેઝ્યૂમ શોર્ટલિસ્ટ થતો નથી. આવી સ્થિતિમાં રેફરલ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. જો ગૂગલમાં કામ કરતા કોઈ પરિચિત કર્મચારી હોય, તો તેમની પાસેથી રેફરલની માંગણી કરો. ગૂગલના કર્મચારી દ્વારા મળેલા રેફરલથી તમારો રેઝ્યૂમે શોર્ટલિસ્ટ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

ઈન્ટરવ્યૂમાં કઈ બાબતો પર ધ્યાન અપાય છે?

રેઝ્યૂમે શોર્ટલિસ્ટ થવો એ અંતિમ સિલેક્શન નથી, પરંતુ ખરી પરીક્ષા અહીંથી જ શરૂ થાય છે. ગૂગલ માત્ર હોંશિયાર કે સ્માર્ટ લોકોને જ નહીં, પરંતુ પોતાની ટીમ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરે છે. ઈન્ટરવ્યૂ દરમિયાન માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ તમારું વર્તન, ટીમવર્ક, લીડરશિપ ક્વોલિટી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની તમારી ક્ષમતા ચકાસવામાં આવે છે.

ગૂગલમાં કેટલો મળે છે પગાર?

ગૂગલમાં પસંદગી પામેલા ફ્રેશર્સને વાર્ષિક આશરે ₹15 લાખથી ₹40 લાખ સુધીનું ઉત્તમ પેકેજ મળે છે. જ્યારે ગૂગલમાં ઈન્ટર્નશિપ કરતા યુવાનોને પણ મહિને આશરે ₹50,000થી ₹1,00,000 સુધીનું સ્ટાઈપેન્ડ/સેલેરી આપવામાં આવે છે.