રેમ, ગ્રાફિક્સ કાર્ડ, SSD બાદ હાર્ડ ડ્રાઈવના ભાવ બમણાં થયા, કોમ્પ્યુટર માર્કેટમાં મોંઘવારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hard Drive Price Hike: છેલ્લા બે મહિનાથી હાર્ડ ડ્રાઈવના ભાવ ત્રણ ગણા વધી જતાં હવે સામાન્ય માણસ માટે કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. છેલ્લા બે વર્ષથી મેમરીના ભાવ વધવાને કારણે કોમ્પ્યુટર માર્કેટ આમ પણ મોંઘું થઈ ગયું હતું. પરંતુ છેલ્લા બે મહિનામાં હાર્ડ ડ્રાઈવની કિંમતોમાં અચાનક થયેલા મોટો ઉછાળાને કારણે કોમ્પ્યુટર અને લેપટોપની એકંદર કિંમતો ફરી એકવાર આસમાને પહોંચી છે.
દિવાળીની સીઝન વચ્ચે ગ્રાહકો પર ફટકો
હાલમાં દિવાળીની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે વિવિધ ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અલગ-અલગ ઓફરો આપી રહી છે. પરંતુ બીજી તરફ, જે હાર્ડ ડ્રાઈવ પહેલાં 4,000થી 5,000 રૂપિયામાં મળતી હતી, તે હવે સીધી 11,000થી 12,000 રૂપિયાની કિંમતે પહોંચી ગઈ છે. આ કિંમત વધારાની સીધી અસર કોમ્પ્યુટરની ઓવરઓલ ખરીદી પર પડી રહી છે.
SSD બાદ હવે હાર્ડ ડ્રાઈવ પણ મોંઘી
SSDના ભાવ તો છેલ્લા એક વર્ષથી વધારે જ હતા, પરંતુ હવે સસ્તી ગણાતી સામાન્ય હાર્ડ ડ્રાઈવના ભાવ પણ બમણાથી ત્રણ ગણા થઈ ગયા છે. આ કિંમત વધારાના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોથી લઈને કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા સિનિયર કોમ્પ્યુટર પ્રોફેશનલ્સ સુધીના તમામ લોકો માટે હવે નવું કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદવું મોંઘું સાબિત થઈ રહ્યું છે.
ભાવ વધારા પાછળ AI ફેક્ટર જવાબદાર
નિષ્ણાંતોના મતે, કોમ્પ્યુટરની કિંમતમાં આવેલા આ ઉછાળા પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું ફેક્ટર મુખ્યત્વે જવાબદાર છે. એઆઈ પ્રોસેસિંગમાં ખૂબ જ મોટો ડેટા જનરેટ થતો હોવાથી મોટી કંપનીઓ ડેટા સેવ કરવા માટે લાખોની સંખ્યામાં હાર્ડ ડ્રાઈવના બલ્ક ઓર્ડર આપી રહી છે. પહેલાં માર્કેટમાં ગ્રાફિક્સ કાર્ડ અને રેમના ભાવ વધ્યા, ત્યારબાદ એસએસડીના ભાવ વધ્યા અને હવે હાર્ડ ડ્રાઈવના ભાવ પણ વધી રહ્યા છે. એઆઈ કંપનીઓમાં ડેટા સ્ટોરેજ માટે હાર્ડ ડ્રાઈવની માગ સતત વધી રહી હોવાને કારણે જ બજારમાં આ સ્થિતિ ઊભી થઈ છે.




