Business

સોનું-ચાંદી ખરીદવાની સારી તક? સતત ત્રીજા દિવસે ભાવ તૂટ્યા, જાણો MCX અને IBJAના નવા રેટ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
બુધવારે MCX અને સ્થાનિક બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 3 દિવસમાં ચાંદી 8,733 રૂપિયા સસ્તી થઈ, જે 2,17,022 રૂપિયા પ્રતિ કિલો પહોંચી. જાન્યુઆરીના ઓલ-ટાઇમ હાઇ 4,20,048 રૂપિયાથી ચાંદી 2.03 લાખ રૂપિયા સસ્તી મળી રહી છે. 10 ગ્રામ સોનું પણ 797 રૂપિયા ઘટીને 1,47,653 રૂપિયા થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું-ચાંદી ખરીદવાની સારી તક? સતત ત્રીજા દિવસે ભાવ તૂટ્યા, જાણો MCX અને IBJAના નવા રેટ
IMAGE - IANS

Gold and Silver Prices Fall: ચાલુ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)થી લઈને સ્થાનિક બુલિયન માર્કેટ સુધી કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર કડાકો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સોના-ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે, જેના કારણે સોના-ચાંદીમાં રોકાણકારો અને ખરીદદારો માટે ભાવ રાહતજનક સપાટીએ આવ્યા છે.

ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો: 3 દિવસમાં રૂ. 8,733 તૂટી

સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં ઘટાડાની ઝડપ ખૂબ વધારે જોવા મળી રહી છે. MCX પર ડિસેમ્બર એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ ગઈકાલે રૂ. 2,19,217 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે બુધવારે પ્રારંભિક કારોબારમાં જ રૂ. 2,195 ગગડીને રૂ. 2,17,022 પ્રતિ કિલોની સપાટીએ આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે ચાંદીનો ભાવ રૂ. 2,25,755 પર બંધ થયો હતો. આ હિસાબે જોઈએ તો છેલ્લા ત્રણ જ દિવસમાં ચાંદી પ્રતિ કિલો રૂ. 8,733 જેટલી સસ્તી થઈ ગઈ છે.

ઓલ-ટાઇમ હાઇ સપાટીથી ચાંદી રૂ. 2.03 લાખ સસ્તી થઈ

ચાંદીના ઓલ-ટાઇમ હાઇ લેવલ સાથે સરખામણી કરીએ તો ચાંદી અત્યાર સુધીની તેની રૅકોર્ડ ઊંચાઈથી રૂ. 2 લાખ કરતાં પણ વધુ સસ્તી મળી રહી છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ. 4 લાખની સપાટી વટાવીને રૂ. 4,20,048ના ઓલ-ટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો. વર્તમાન વાયદા ભાવના આધારે ચાંદી હવે તેની ઓલ ટાઇમ હાઇ સપાટીથી રૂ. 2,03,026 પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.

MCX પર સોનાના ભાવમાં પણ ગાબડું

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. MCX ગોલ્ડ રેટ અનુસાર, ગઈકાલે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,48,450 પર બંધ થયો હતો. જોકે, બુધવારે સોનાનો ભાવ રૂ. 797 ઘટીને રૂ. 1,47,653 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયો હતો.

ઘરેલુ બુલિયન માર્કેટ(IBJA)માં સોના-ચાંદીના ભાવ

વાયદા બજાર સિવાય સ્થાનિક ઘરેલુ બજારની વાત કરીએ તો, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ની વેબસાઇટ મુજબ:

24 કેરેટ સોનું (10 ગ્રામ): અગાઉના બંધ ભાવ રૂ. 1,47,617થી ઘટીને રૂ. 1,46,345 પર આવી ગયું છે.

ચાંદી (1 કિલોગ્રાણ): અગાઉના ભાવ રૂ. 2,19,038થી ઘટીને રૂ. 2,14,392 પ્રતિ કિલો થઈ ગઈ છે.