Business

ભારત-રશિયા વચ્ચેના ૯૬ ટકા વેપાર વ્યવહારની રૂપિયા-રુબલમાં પતાવટ

By GS Team
4 Sep 20261 min read
TukuTouch Logo
ભારત અને રશિયા વચ્ચે દ્વીપક્ષીય વેપાર માટે પેમેન્ટ માળખું સક્રિય બન્યું છે. મુંબઈમાં આ વ્યવસ્થા હેઠળ, રૂપિયા અને રુબલમાં વેપાર થાય છે. રશિયાની 22 અને ભારતની 17 બેંકો આ પ્રક્રિયામાં સામેલ છે. 2024માં $70 અબજ પહોંચેલો વેપાર, હવે 96% સ્વદેશી ચલણમાં થાય છે, જે અમેરિકી પ્રતિબંધો છતાં સફળતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-રશિયા વચ્ચેના ૯૬ ટકા વેપાર વ્યવહારની  રૂપિયા-રુબલમાં પતાવટ

રશિયાની ૨૨ અને ભારતની ૧૭ બેન્કો દ્વીપક્ષી વેપાર માટે સક્રિય
મુંબઈ : ભારત તથા રશિયાએ પેમેન્ટસ માળખું તૈયાર કર્યુ છે જે હેઠળ બન્ને દેશો વચ્ચે વેપાર વ્યવહાર રૂપિયા તથા રુબલમાં પાર પડે છે. રશિયાની એક બેન્કના દાવા પ્રમાણે ભારત-રશિયા દ્વીપક્ષી વેપાર વ્યવહારમાં બન્ને દેશોના ચલણનો હિસ્સો ૯૬ ટકા રહ્યો છે.
૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ બાદ ૨૦૨૪માં ભારત સાથેનો રશિયાનો વેપાર ૭૦ અબજ ડોલર પહોંચી ગયો હતો.અમેરિકાના પ્રતિબંધોને કારણે ૨૦૨૫માં દ્વીપક્ષી વેપારમાં ઘટાડો થયો હતો પરંતુ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં તેમાં ફરી વધારો જોવા મળ્યો છે. રશિયા તથા ભારત વચ્ચે વેપાર વ્યવહારની બન્ને દેશોના ચલણમાં પતાવટમાં કોઈ સમશ્યા નહીં હોવાનો પણ સદર બેન્ક દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. રશિયાની ૨૨ અને ભારતની ૧૭ બેન્કો દ્વીપક્ષી વેપાર વ્યવહાર પાર પાડવા સંકળાયેલ છે.