તહેવારોમા ૨.૬% જેટલી ઓછી સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઊંચા હવાઈ ભાડા અને મુસાફરોની ધીમી માંગના સંકેતોને કારણે એરલાઇન્સ કંપનીઓ ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરવા મજબૂર
અમદાવાદ : ગત વર્ષના તહેવારોના મહિનાની સરખામણીએ આ વર્ષે દિવાળીના મહિના દરમિયાન ભારતીય એરલાઇન્સ સાપ્તાહિક ધોરણે ૨.૬ ટકા જેટલી ઓછી ડોમેસ્ટિક (સ્થાનિક) ફ્લાઇટ્સ સંચાલિત કરવા જઈ રહી છે. ઊંચા હવાઈ ભાડા અને મુસાફરોની ધીમી માંગના સંકેતોને કારણે એરલાઇન્સ કંપનીઓ ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરવા મજબૂર બની છે.
ડેટા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૫માં અઠવાડિયે ૨૨,૯૧૨ ફ્લાઇટ્સ સામે એરલાઇન્સે નવેમ્બર ૨૦૨૬માં અઠવાડિક ૨૨,૩૦૬ ફ્લાઇટ્સનું શિડયુલ રાખ્યું છે, એટલે કે દર સપ્તાહે ૬૦૬ ફ્લાઇટ્સનો ઘટાડો થયો છે.
ફ્લાઇટ્સની સંખ્યામાં આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે ઈંધણના વાૃધતા ખર્ચ અને રૂપિયાના અવમૂલ્યન (ઘસારા)ના કારણે હવાઈ ભાડા ઊંચા છે, જેનાથી મુસાફરો માટે હવાઈ મુસાફરી વધુ મોંઘી બની છે. ફ્લાઇટ્સની સંખ્યા યથાવત રાખવાને બદલે એરલાઇન્સ કંપનીઓ માંગ અનુસાર શિડયુલમાં ફેરફાર કરી રહી છે.
એર ઇન્ડિયાએ સૌથી મોટો ઘટાડો કર્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સાપ્તાહિક ૩,૬૪૪ ફ્લાઇટ્સ સામે આ નવેમ્બરમાં ૧૪.૯ ટકા (૫૪૩ ફ્લાઇટ્સ) ઘટાડીને ૩,૧૦૧ કરી છે. તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસે ૩.૧ ટકા (૭૮ ફ્લાઇટ્સ) ઘટાડીને ૨,૪૨૦ કરી છે.
સ્પાઈસજેટે તેના સાપ્તાહિક શિડયુલમાં ૫.૨ ટકા (૩૭ ફ્લાઇટ્સ)નો ઘટાડો કરીને ૬૭૯ ફ્લાઇટ્સ કરી છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પણ સાપ્તાહિક ફ્લાઇટ્સમાં ૨.૭ ટકા (૩૭૫ ફ્લાઇટ્સ) ઘટાડો કરીને ૧૩,૬૯૭ કરી છે.
આ ઘટાડો બિહારના એરપોર્ટો પર પણ સ્પષ્ટપણે જોવા મળે છે, જ્યાં દિવાળી પછી છઠ પૂજા મોટો તહેવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જાય છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પટના એરપોર્ટ પરથી દર અઠવાડિયે ૩૭૭ ફ્લાઇટ્સ ઊપડતી હતી, જે આ નવેમ્બરમાં ઘટીને ૩૦૨ થવાની ધારણા છે (૭૫ ફ્લાઇટ્સ એટલે કે લગભગ ૨૦ ટકાનો ઘટાડો). દરભંગામાં સાપ્તાહિક ફ્લાઇટ્સ ૬૭ થી ઘટીને ૫૫ થઈ છે (૧૨ ફ્લાઇટ્સ એટલે કે આશરે ૧૮ ટકાનો ઘટાડો). હૈદરાબાદ-પટના રૂટ પર પણ ૪૮ ફ્લાઇટ્સ ઘટી છે, જ્યાં ફ્લાઇટ્સ ૯૦ થી ઘટીને ૪૨ થઈ ગઈ છે.
ભારતીય એરલાઇન્સે ઓક્ટોબર ૨૦૨૬માં સાપ્તાહિક ૨૧,૨૦૭ ફ્લાઇટ્સ ચલાવી હતી, જેનો આૃર્થ એ થાય છે કે નવેમ્બર ૨૦૨૬માં તેઓ આશરે ૧,૧૦૦ જેટલી વધારાની સાપ્તાહિક સેવાઓ આપી રહી છે. જોકે, મહિના-દર-મહિનાનો આ વધારો વાર્ષિક ધોરણે જોવા મળેલા ઘટાડાને સરભર કરવા માટે પૂરતો નથી.




