Get The App

મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક

- જીએસટીમાં ઘટાડા બાદ ઈ-વે બિલની સંખ્યામાં વધારો

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
મેમાં 13.60 કરોડ સાથે ઈ-વે બિલ જનરેટ થવાનો અત્યાર સુધીનો ચોથો મોટો આંક 1 - image

મુંબઈ : દેશમાં આર્થિક પ્રવૃત્તિનું માપદંડ પૂરુ પાડતા ઈ-વે બિલ જનરેટ થવાની માત્રા મેમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધી ૧૩.૬૦ કરોડ રહી હતી. જ્યારથી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) વ્યવસ્થા અમલમાં મુકાઈ છે ત્યારથી ઈ-વે બિલની મેની માત્રા અત્યારસુધીની ચોથી મોટી હોવાનું જીએસટી પોર્ટલ પરથી કહી શકાય છે. ગયા વર્ષના મેમાં ઈ-વે બિલની સંખ્યા ૧૨.૨૬ કરોડ રહી હતી.

વર્તમાન વર્ષના એપ્રિલમાં એકંદરે ૧૩.૩૭ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. ઈ-વે બિલની ઊંચી સંખ્યા પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે પણ દેશમાં આર્થિક પ્રવૃત્તિ મજબૂત હોવાના સંકેત આપે છે. 

રૂપિયા ૫૦,૦૦૦થી વધુના મૂલ્ય સાથેના માલસામાનની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. 

ઘરઆંગણે વેપાર પ્રવૃત્તિ, પૂરવઠા સાંકળની હેરફેર તથા વેરાના પાલનના ઈ-વે બિલ સંકેત આપતુ હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટર છે. ઈ-વે બિલની સંખ્યા પરથી દેશમાં વેપાર માનસની સ્થિતિનો પણ અંદાજ મળી શકે છે.

જીએસટીના અમલ બાદ દેશમાં ટેકનોલોજી સંચાલિત ટેકસ વહીવટ અસરકારક રીતે ચાલતો હોવાનું જીએસટીની વસૂલી પરથી કહી શકાય એમ છે. 

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે દેશમાં આર્થિક વિકાસ દરના અંદાજને વિવિધ એજન્સીઓએ ઘટાડયો છે, પરંતુ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વર્તમાન વર્ષ માટેનો ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત જણાઈ રહ્યો છે. 

વર્તમાન વર્ષના માર્ચમાં   ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા ૧૪.૦૬ કરોડ  સાથે વિક્રમી રહી હતી. તે અગાઉ ડીસેમ્બર, ૨૦૨૫માં ૧૩.૮૩ કરોડ સાથે ઈ-વે બિલનો આંક ઓલટાઈમ હાઈ રહ્યો હતો.