મ્યુચ્યુઅલ ફંડ અને ટ્રેડિંગ પર 0.02% UPI ફી: બ્રોકર્સ ચૂકવશે કે રોકાણકારોના ખિસ્સા કપાશે? સમજો ગણિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Capital Market UPI Charge: મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક ખરીદી પર સરકાર દ્વારા 0.02 ટકાનો એમડીઆર (MDR) ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે, જે બ્રોકરેજ ફર્મ કે એએમસી(AMC)એ ચૂકવવાનો રહેશે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે અપ્રત્યક્ષ (ઇનડાયરેક્ટ) રીતે આનો બોજ ગ્રાહકો પર જ પડી શકે છે.
શેર, SIP અને મ્યુચ્યુઅલ ફંડ પર શું અસર થશે?
આગામી 15 ઑક્ટોબર, 2026થી 2,000 રૂપિયાથી વધુના ચોક્કસ પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) UPI લેણ-દેણ પર MDR લાગુ થવા જઈ રહ્યો છે, જેનો દર 0.4% (મહત્તમ ₹300) રહેશે. જો કે, કેપિટલ માર્કેટના લેણ-દેણને અલગ કેટેગરીમાં રાખીને તેના પર માત્ર 0.02%નો ખૂબ જ ઓછો MDR નક્કી કરવામાં આવ્યો છે, જેની મર્યાદા પ્રતિ લેણ-દેણ ₹300 સુધીની છે. સરકારી નોટિફિકેશન મુજબ, આ ચાર્જ માત્ર વેપારીઓએ જ આપવાનો રહેશે અને તે ગ્રાહકો પાસેથી સીધો વસૂલી શકાશે નહીં.
IPO, SIP અને ઓટો-ડેબિટ માટે શું નિયમ છે?
સરકારી નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે IPO, SIP અને ઓટો-ડેબિટ રિકરિંગ પેમેન્ટ (જેમ કે યુટિલિટી બિલ કે ઓટીટી/મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન) પર આ MDR ચાર્જ લાગુ થશે નહીં. આ તમામ ઓટો પે પેમેન્ટ છે અને સીધા ખાતામાંથી કપાય છે, તેથી તેના પર કોઈ વધારાનો ચાર્જ વસૂલાતો નથી.
જો કે, જો તમે UPI દ્વારા વન-ટાઇમ મ્યુચ્યુઅલ ફંડ ખરીદી કરો છો, તો તેના પર 0.02%ના દરે કેપિટલ માર્કેટ MDR લાગુ થશે. ઉદાહરણ તરીકે, ₹5,000ના રોકાણ પર MDR ₹1 અને ₹10,000ના લેણ-દેણ પર ₹2 થશે. આ ચાર્જ ગ્રાહકને બદલે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અથવા બ્રોકર ચૂકવશે.
સ્ટોક ખરીદી પર કેટલો લાગશે MDR?
જો કોઈ બ્રોકરેજ ફર્મ ₹2,000થી વધુનું ટ્રાન્ઝેક્શન મેળવે છે, તો કેપિટલ માર્કેટ માટે MDR 0.02% રહેશે, જે મહત્તમ ₹300 સુધી જ હોઈ શકે છે. આ ફી સ્ટાન્ડર્ડ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન રેટ કરતાં ઘણી ઓછી રાખવામાં આવી છે જેથી ફોર્મલ ફાઇનાન્શિયલ માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધતી રહે.




