Business Plus
ઝીંક ઓક્સાઈડ, આયોડેટ - અને બોરિક એસિડ મલમ
By GS Team
30 Aug 20261 min read
ધીરુ પારેખ દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શનમાં ઝીંક ઓક્સાઈડ વિશે જણાવાયું છે. આ સફેદ ક્રિસ્ટલ પાવડર એન્ટીસેપ્ટીક દ્રવ્ય છે, જે પાણીમાં અદ્રાવ્ય છે. તે રબ્બર પ્રોડક્ટ્સ અને પર્સનલ હાઈજીન કેરમાં વપરાય છે. શરીર પર વાગવાથી કે અળાઈ માટે ઝીંક ઓક્સાઈડ આધારિત મલમ કે પાવડર લાભદાયી છે. જોકે, કોન્સનટ્રેટેડ ફોર્મમાં સાવચેતી રાખવી જરૂરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ઝીંક ઓક્સાઈડ - ઢર્હંએ એક એન્ટીસેપ્ટીક દ્રવ્ય છે. ઝીંક ઓક્સાઈડ સફેદ ક્રિસ્ટલ પાવડરના રૂપમાં હોય છે. ઝીંક ઓક્સાઈડ પાણીમાં ઓગળતું નથી. પરંતુ એસિડ અને આલ્કલાઈન સોલ્યુશનમાં ઓગળે છે. ઝીંક ઓક્સાઈડ દરેક પ્રકારના રબ્બર પ્રોડક્ટસમાં વપરાય છે. ઝીંક ઓકસાઈડ વલ્કેનાઈઝીંગ એજન્ટ છે. - પર્સનલ હાઈજીન કેર : ઝીંક ઓક્સાઈડ શરીરના કોઈપણ ભાગમાં વાગી જાય તો તેના પર ઝીંક, બોરિકનો મલમ લગાવવાથી રૂઝ આવી જાય છે. ઝીંક ઓક્સાઈડ બેઈઝ્ડ બોડી પાવડર વડે અળાઈ, ફોડલી, ગડ-ગુમડનો નાશ થાય છે.
નોંધ : કોન્સનટ્રેટેડ ફોર્મમાં ઝીંક ઓક્સાઈડ શરીરના કોઈપણ ભાગમાં લાગી જાય તો તે ભાગને સાબુ તેમજ પુષ્કળ પાણી વડે સાફ કરવું. ઝીંક ઓક્સાઈડ કપડા ઉપર લાગેલ હોય તો કપડા જલ્દીથી બદલી લેવા જરૂરી હોય છે. જે જગ્યા પર ઝીંક ઓક્સાઈડ સ્ટોર કર્યું હોય તે જગ્યાએ ઝીંક ઓક્સાઈડની હાજરીમાં કશું જ ખાવું નહી. કારણ કે ઝીંક ઓક્સાઈડના રજકણો શારીરિક ડેમેજ કરી શકે છે. - ઝીંક ઓક્સાઈડ ઓઈન્ટમેન્ટના કી-ઈનગ્રેડીએન્ટ ઃ પેટ્રોલિયમ જેલી, ઝીંક ઓક્સાઈડ, પી.ઈ.જી. ૪૦૦, ૧, ૩- ડાયમિથાઈલોલ ૫, ૫-ડાયમિથાઈલ હાઈડ્રેશન અને પરફ્યુમ વડે ઝીંક ઓક્સાઈડ ઓઈન્ટમેન્ટ બનાવી શકાય છે.
(ક્રમશઃ)