પશ્ચિમના દેશો ક્રૂડ માટેની ક્રૂર રમતમાં પાવરધા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના નકશા પર દેશોની સીમાઓ ભલે બદલાતી રહે, પણ સુપરપાવર દેશોની ભૂખ ક્યારેય બદલાતી નથી. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યાં પણ કાળું સોનું (ક્રૂડ ઓઇલ) છલકાય છે, ત્યાં લોકશાહી કે આર્થિક સુધારાના નામે અમેરિકી હસ્તક્ષેપનો ધુમાડો સૌથી પહેલા જોવા મળે છે.
અમેરિકાને ટ્રમ્પ નહીં પણ ડીપ સ્ટેટ ચલાવે છે. આ ડીપ સ્ટેટની સૌથી મોટી લોબી એટલે ઓઈલ લોબી છે. જે ઇલોન મસ્ક જેવાને પણ સત્તામાંથી બહાર કરી શકે છે અને વેનેઝુએલાના પ્રેસિડેન્ટને તેના જ દેશમાંથી ઉઠાવીને અંદર પણ કરી શકે છે. ટ્રમ્પે હમણાં જ જાહેરાત કરી કે વિશ્વના સૌથી મોટા ઓઈલ ડીલ માટે અમે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ ને અભિનંદન આપીએ છીએ.
ભારત જેવા આટલા વિશાળ દેશની ઓઈલની જરૂરિયાત માટે આવતા ૩૨ વર્ષ સુધી જેટલું ઓઈલ વપરાય તેટલો મોટો કોન્ટ્રાક્ટ અમેરિકાએ વેનેઝુએલા સાથે કર્યો છે. ભારતની દૈનિક ઓઈલની વપરાશ ૫૨ થી ૫૫ લાખ બેરલ છે. જ્યારે અમેરિકાએ કરેલ કરારમાં ૬૫ અબજ બેરલનો કોન્ટ્રાક્ટ કરેલ છે.
આજે દક્ષિણ અમેરિકાનો દેશ વેનેઝુએલા વિશ્વના રાજકારણના કેન્દ્રમાં છે. અમેરિકાએ વેનેઝુએલા સાથે તેલ ઉત્પાદન અને નિકાસ અંગે એક મોટો આર્થિક કરાર કર્યો છે. પરંતુ આ કરારના ઊંડાણમાં ઉતરીએ ત્યારે એક પ્રશ્ન ચોક્કસ થાય કે શું વોશિંગ્ટન ૨૦૨૬માં એ જ જૂની રમત રમી રહ્યું છે જે બ્રિટને ૧૯૦૧માં ઇરાન સાથે રમી હતી?
૧૯૦૧માં બ્રિટિશ ઉદ્યોગપતિ વિલિયમ નોક્સ ડી'આર્સીએ ઇરાન (તત્કાલીન પર્શિયા)ના લાચાર શાસકો સાથે 'ડી'આર્સી કરાર' કર્યો હતો. ઇરાનને અત્યંત મામૂલી રકમ આપીને બ્રિટને આગામી ૬૦ વર્ષ માટે સમગ્ર દેશના તેલના ભંડારો પર એકહથ્થુ સત્તા મેળવી લીધી હતી. તે કરારે ઇરાનની આર્થિક આઝાદી છીનવી લીધી અને દાયકાઓ સુધી તેને ગરીબી અને અસ્થિરતામાં ધકેલી દીધું.
આજે વેનેઝુએલાની સ્થિતિ પણ ૧૯૦૧ના ઇરાનથી બહુ અલગ નથી. દુનિયામાં સૌથી વધુ તેલનો અનામત જથ્થો હોવા છતાં, વર્ષોના કડક અમેરિકી પ્રતિબંધો, અર્થતંત્રનું પતન અને ફુગાવાને કારણે વેનેઝુએલા આર્થિક રીતે ભાંગી પડયું છે. હવે અમેરિકાએ પોતાના આર્થિક પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપીને પોતાની ઓઇલ કંપનીઓને વેનેઝુએલાના ક્ષેત્રોમાં પ્રવેશવાની મંજૂરી આપી છે કે આપવી પડી છે.પ્રથમ નજરે આ વેનેઝુએલા માટે રાહતનો શ્વાસ લાગે છે, પણ ખરેખર તો આ 'મેન્યુપ્લેટેડ આઇસોલેશન' (પહેલાં એકલો પાડો, પછી શરતો મંજૂર કરાવો)ની નીતિ છે.
અમેરિકા માટે આ કરાર કરવાના ત્રણ મુખ્ય સ્વાર્થ છે ઃ
મધ્ય-પૂર્વ અને રશિયા પર નિર્ભરતા ઘટાડવીઃ ઓપેક (ર્ંઁઈભ) દેશો અને રશિયા જ્યારે પણ તેલનું ઉત્પાદન ઘટાડીને ભાવ વધારે છે, ત્યારે અમેરિકાનું બજાર ડામાડોળ થાય છે. વેનેઝુએલાનું તેલ અમેરિકા માટે એક મજબૂત વિકલ્પ (મ્ેકકીિ ર્જીાબં) બનશે.
સ્થાનિક રાજકારણ ઃ અમેરિકામાં મોંઘવારી અને પેટ્રોલોયિમના ભાવ ચૂંટાયેલી સરકારોના સમીકરણો બગાડી નાખે છે. આગામી સમયમાં મધ્યસ્થ ચૂંટણી આવી રહી છે તેથી અમેરિકી પ્રજાને સસ્તું તેલ આપીને સત્તા સાચવવાનો આ સીધો રસ્તો છે.
ભારત માટે કેવી સ્થિતિ બનશે ? ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% કરતાં વધુ તેલ આયાત કરે છે. જો વેનેઝુએલાનું તેલ મોટા પાયે વૈશ્વિક બજારમાં આવશે, તો ક્રૂડના ભાવ અંકુશમાં રહેશે. આ ભારત માટે આર્થિક રીતે સકારાત્મક સંકેત છે. પરંતુ વૈશ્વિક ઊર્જા બજાર પર જો માત્ર અમેરિકાનો જ પ્રભાવ વધી જશે, તો ભવિષ્યમાં ભારત જેવા તટસ્થ દેશો માટે સસ્તા તેલની ખરીદીમાં અમેરિકી દબાણ વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જો કે રિલાયન્સ જેવી કંપનીઓને કદાચ આ ડીલ ઘી કેળા સાબિત થઈ શકે છે કેમકે વેનુઝુએલાનું તેલ ખૂબ જ હેવી હોવાથી તેને રિફાઇન કરવાની લેટેસ્ટ ટેક્નોલોજી રિલાયન્સ પાસે છે. અમેરિકા અને વેનુઝુએલા પાસે પણ છે પરંતુ રિલાયન્સની ક્ષમતા વધારે છે.
૧૯૦૧માં ઇરાન પાસે કૂવા હતા પણ ટેકનોલોજી નહોતી, ૨૦૨૬માં વેનેઝુએલા પાસે તેલ છે પણ બજાર સુધી પહોંચવાની ક્ષમતા નથી. બંને કિસ્સામાં પશ્ચિમી તાકાતોએ દેશની મજબૂરીનો લાભ લીધો છે.
જે રીતે માદુરો નિકોલસની ધરપકડ કરીને અમેરિકા ઉઠાવી ગઈ છે. તે માદુરો તેમજ તેની પહેલાના પ્રેસિડેન્ડ હ્યુગો ચાવેઝ હંમેશા અમેરિકાના કટ્ટર વિરોધી રહ્યા છે. તેઓ બંને ડાબેરી વિચારધારા ધરાવતા હતા.
આ કરાર વેનેઝુએલાને સમૃદ્ધિ તરફ લઈ જશે કે પછી ૧૯૦૧ની જેમ તેના સંસાધનોનું આધુનિક શોષણ સાબિત થશે, તે જોવું રહ્યું. પરંતુ એક વાત નક્કી છે, રાજકારણમાં માત્ર ખેલાડીઓ બદલાય છે, રમત એ જ રહે છે!. જોકે ગુલામ દેશ ક્યારેય સમૃદ્ધ નથી થઈ શકતો આ બાબતે ઇતિહાસ ગવાહ છે.
પરેશ કે.ભટ્ટ




