એક EMI ચૂકી જવાની ભારે કિંમત પરેશાની અને બદનામી ધિરાણ ક્ષેત્રના સિક્કાની કાળી બાજુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોઇ પણ પ્રકારનું ધિરાણ જો નિયમિત ના ચૂકવાય તો તે પરેશાનીનું કારણ બની જાય છે. શિડયુલ બેંકમાંથી લીધેલું ધિરાણ હોય કે પ્રાઇવેટ કંપની પાસેથી લીધેલું ધિરાણ હોય પરંતુ જો તેમાં નિયમિતતા ના જળવાય તો ચાર ગણી વધુ રકમ ચૂકવવી પડે છે અને દેવાના ચક્કરમાં ફસાઇ જવાય છે. પહેલાં બેંકો ધિરાણ આપવામાં ગલ્લાં તલ્લાં કરે અને ડોક્યુમેન્ટ આધારીત લોન આપવાની વાત કરે ત્યારે લોકો પ્રાઇવેટ બેંકો એટલેકે નાણાં ધિરતા ખાનગી શરાફો પાસે જતા હતા. જ્યારે ઇમર્જન્સી ઉભી થાય ત્યારે લોકો આંખો મીંચીને તમામ શરતો પર સહી કરીને ધિરાણ મેળવે છે. અહીં ધિરાણ મેળવનારા બે આંખની શરમ ભરતા હતા.
સમય જતાં ક્રેડીટ કાર્ડ સિસ્ટમમાં મર્યાદીત રોકડ ઉપાડવાની ઓફર આપાતી હતી. લોકો ઇમર્જન્સીમાં ક્રેડીટ કાર્ડમાં ફાળવેલ કેશનો ઉપાડ કરીને તેનું તગડું વ્યાજ ભરતા થયા હતા. ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો પણ સામે ચાલીને લોન આપતી હતી અને ૨૪ કલાકમાં જ ખાતામાં લોનના પૈસા જમા થતા હતા. ત્યારે લોકો ધિરાણ સામે બમણું વ્યાજ ભરતા હતા.
હવે ડિજીટલ ધિરાણ આવ્યું છે જે કોઇ પણ લખાણ વગર ચપટી વગાડતાંજ લાખ રૂપિયા આપી દે છે. મોટા ભાગના ધિરાણ ખાનગી રાહે હોય છે. નજીકના સંબંધી કે ઘરના લોકોને પણ તેની ગંધ નથી આવતી પરંતુ ડિજીટલ ધિરાણ કરનારા પાસે ધિરાણ લેનારના લોકોની નજીકની દુનિયાના તમામ કોન્ટેક્ટ નંબર અને ડિજીટલ ઓળખ હોય છે. ડિજિટલ ધિરાણથી (ઘૈયૈાચન નીહગૈહય) લોન લેવાની પ્રક્રિયાને પહેલાં કરતાં વધુ ઝડપી અને સરળ બનાવી દીધી છે.
પરંતુ ઇમર્જન્સીમાં પૈસા આપવાની સિસ્ટમ તગડી કમાણી કરી આપતી બની ગઇ છે. ધિરાણ કરનાર જાણે છે કે લોકો નિયમિત પૈસા ભરી શકતા નથી માટે તેમની પાસેથી તગડી કમાણી કરી શકાય છે. ચપટી વગાડતાંજ ધિરાણ મળી જાય તે બહુ આવકારદાયક લાગે છે પણ જો ધિરાણ લેનાર એકાદ હપ્તો ચૂકી જાય તો તેના ફાળે હેરાનગતી-અપમાનજનક સ્થિતિ અને સંબંધીઓ પણ ધિરાણ વિશે જાણી જાય તેનો ડર ઉભો થાયછે. ડિજીટલ લોન લેનારા અનેક લોકોને માત્ર એક જ ઈસ્ૈં ચૂકી જવાથી હેરાનગતી , ધમકીઓ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે..
ડિજીટલ લોન આપનારા કોઇના સગા નથી હોતા. લોન આપતા પહેલાં તે કોઇ ગેરંટી નથી માંગતા પણ ધિરાણ લેનારના સંપર્કો, ફોટા અને મીડિયા ફાઇલોની એક્સેસ માંગે છે. એટલેકે ધિરાણ આપનાર ધિરાણ લેનારના સંપર્કો અને ફોટાની વિગતો જોઇ શકે છે. પહેલી નજરે આ સામાન્ય લાગે છે પરંતુ જ્યારે ડિજીટલ ધિરાણ આપનાર તમારા સંબંધીઓના ફોન પર તમારી બાકીની રકમના મેસેજ મોકલે છે ત્યારે ખબર પડે છેકે તમારી બાંધી મુઠ્ઠી ખુલી ગઇ છે. આ નંબરો પર મેસેજ મોકલવાની ધમકી આપવામાં આવે છે.
જીવન અનિશ્ચિત છે એમ અનેક અનિશ્ચિતતાનો પણ સામનો કરવાનો આવે છે. માણસ મોજ શોખ પાછળ પૈસા ના વાપરે પણ ઇમર્જન્સીમાં તે એન કેન પ્રકારે લોન મેળવવા ઇચ્છે છે. દરેક આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે ત્યારે તે લોન માટે ફાંફે ચઢે છે.. મહિનાનો છેલ્લો અઠવાડિયું હોય, પગાર આવવામાં હજી થોડા દિવસો બાકી હોય, અને અચાનક કોઈ અણધાર્યો ખર્ચ આવી પડે 'મેડિકલ બિલ, બાઇક રિપેરિંગ અથવા ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી. ત્યારે લોન માટેની સર્ચ દરમ્યાન '૫ મિનિટમાં ત્વરિત લોન' અને 'કોઈ કાગળની કાર્યવાહી નહીં, કોઈ રાહ જોવાની નહીં'નું વચન આપતી ડઝનબંધ એપ્સ સામે આવી જાય છે. તે એક આદર્શ ઉકેલ જેવું લાગે છે.
પરંતુ હજારો ભારતીયો માટે, તે પાંચ મિનિટની લોન મહિનાઓ સુધીની હેરાનગતી ,ચિંતા અને વધતા જતા દેવામાં બદલાઈ ગઈ છે. અહીં લોન લેવી આસાન લાગે છે પરંતુ તેની ચૂકવણી કરવામાં અનિયમિતતા બહુ મોંધી પડે છે.
મેટ્રો સિટીમાં રહેતાં એક ૨૮ વર્ષીય મહિલા તેની નોકરી ગુમાવી દીધી હતી. ભાડું ચૂકવવાનું બાકી હતું અને ક્રેડિટ કાર્ડના બિલ એકઠા થઈ રહ્યા હોવાથી, તેણે એક ડિજિટલ લેન્ડિંગ એપ દ્વારા રૂ. ૧ લાખની લોન લીધી. 'પૈસા થોડી જ મિનિટોમાં આવી ગયા,' તેણે મને કહ્યું. 'મેં વિચાર્યું કે બીજી નોકરી મળ્યા પછી હું તે ચૂકવી દઈશ.' તેણી તેમ ન કરી શકી. શરૂઆતમાં, રિકવરી એજન્ટો દિવસમાં એક કે બે વાર ફોન કરતા હતા. એક અઠવાડિયાની અંદર, ફોન કોલ્સ સતત આવવા લાગ્યા, કેટલીકવાર દર કલાકે. તેણી કહે છે કે તેઓએ ચેતવણી આપી હતી કે જો તેણી લોન ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેના એમ્પ્લોયર (માલિક) અને પરિવારને જાણ કરવામાં આવશે. દબાણ સહન ન કરી શકવાને કારણે, તેણીએ એક મિત્ર પાસેથી પૈસા ઉછીના લીધા અને લોનની ચૂકવણી કરી દીધી.
તેના અનુભવ પ્રમાણે 'લોન એ સૌથી ખરાબ ભાગ નહોતો,' તેણીએ કહ્યું. 'ડર એ સૌથી ખરાબ ભાગ હતો.'
મુશ્કેલીમાં મુકાયેલા ૧૦,૦૦૦ લોન લેનારાઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણના તારણો અનુસાર લગભગ ૭૨% લોકોએ જણાવ્યું હતું કે તેઓએ રિકવરી એજન્ટો દ્વારા ધમકી અને હેરાનગતીનો સામનો કરવો પડયો હતો. સર્વેક્ષણ અનુસાર, આશરે ૬૭% લોકોએ બહુવિધ નંબરો પરથી વારંવાર કોલ આવવાની ફરિયાદ કરી હતી, ૧૧% લોકોના ઘર અથવા કાર્યસ્થળની મુલાકાત લેવામાં આવી હતી, જ્યારે ૮% લોકોને કાનૂની કાર્યવાહીની ધમકીઓ મળી હતી.
ભારતમાં ડિજિટલ ધિરાણની આ તેજી મુખ્યત્વે યુવા ગ્રાહકો દ્વારા સંચાલિત છે. પ્રથમ વખત લોન લેનારાઓમાં ઝેડ જનરેશન (ય્ીહ ઢ) નો હિસ્સો ૪૧% છે, જેમાં લગભગ ૪૬% લોકો સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સ ખરીદવા માટે લોન લે છે. સર્વેક્ષણ અનુસાર, પર્સનલ લોન લેનારાઓમાં મિલેનિયલ્સ નો હિસ્સો આશરે ૪૫% છે, જેઓ અવારનવાર જીવનશૈલીના ખર્ચાઓ, ઘરના નવીનીકરણ અથવા નાના વ્યવસાયો શરૂ કરવા માટે લોન લે છે.
ડિજિટલ ધિરાણે નિઃશંકપણે નાણાકીય સમાવેશમાં સુધારો કર્યો છે. ઘણા લોન લેનારાઓ જેઓ પરંપરાગત બેંક લોન મેળવવા માટે સંઘર્ષ કરતા હતા, તેઓ હવે મિનિટોમાં ક્રેડિટ મેળવી શકે છે. સૌથી મોટી ચિંતાઓમાંથી એક માત્ર લોન જ નથી, પરંતુ તે ડેટા (માહિતી) છે જે લોન લેનારાઓ અજાણતા શેર કરે છે.
ઘણી લેન્ડિંગ એપ્સ સંપર્કો, ફોટા અને મીડિયા ફાઇલોની એક્સેસ માંગે છે. જો કે આ પરવાનગીઓ સામાન્ય લાગે છે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે તે ધમકી આપવાના સાધનો બની શકે છે.'સૌથી મોટી ચેતવણીની નિશાની (િીગ કનચય) એ છે કે કોઈપણ એપ લોન આપવાની શરત તરીકે તમારા સંપર્કો અથવા વ્યક્તિગત મીડિયાની એક્સેસ માંગે,' એક્સપર્ટ પેનલના ડાયરેક્ટર અનુરાગ મેહરા કહે છે. 'ધિરાણ માટે તેની કોઈ જરૂર નથી. આ દબાણ લાવવા માટે કરવામાં આવતું ડેટા કલેક્શન છે.'
ડિજીટલ લોન લેનારાઓએ એવી એપ્સથી પણ સાવધ રહેવું જોઈએ જે અસામાન્ય રીતે ઊંચી પ્રોસેસિંગ ફી વસૂલતી હોય, માત્ર એક કે બે અઠવાડિયાનો રિપેમેન્ટ પિરિયડ (ચુકવણીનો સમયગાળો) આપતી હોય અથવા ૨૫% થી વધુ વાર્ષિક વ્યાજ દર વસૂલતી હોય.
નિષ્ણાતોની સલાહ છે કે એપ ડાઉનલોડ કરતા પહેલા હંમેશા ચકાસો કે ધિરાણકર્તા (નીહગીિ) આરબીઆઈ (ઇમ્ૈં) દ્વારા નિયંત્રિત બેંક અથવા એનબીએફસી (શમ્ખભ) દ્વારા સમર્થિત છે કે નહીં.
દેવાની જાળ (્લ્લઈ ઘઈમ્ ્ઇછઁ) ઘણા લોન લેનારાઓ માટે, સમસ્યા એક લોન સાથે સમાપ્ત થતી નથી. એક વાચકે લખ્યું છે કે અકસ્માત પછી મોટરસાઇકલ રીપેર કરાવવા અને અન્ય પરચુરણ ખર્ચાઓને પહોંચી વળવા માટે રૂ. ૧ લાખ ઉછીના લીધા હતા. ચુકવણીનો સમયગાળો ૩ મહિનાનો હતો.
જ્યારે તેઓ સમયસર ચૂકવણી ન કરી શક્યા, ત્યારે તેમણે પ્રથમ લોનની પતાવટ કરવા માટે બીજી ડિજિટલ લોન લીધી. ટૂંક સમયમાં જ તેઓ ત્રણ અલગ-અલગ ધિરાણકર્તાઓ વચ્ચે ફસાઈ ગયા.
જ્યારે બેંકો સામાન્ય રીતે ૧૦% અને ૨૦% ની વચ્ચે વ્યાજ દર વસૂલે છે, ત્યારે એક આંતરિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૪૫% ડિજિટલ લોન વપરાશકર્તાઓએ વાર્ષિક ૨૫% થી વધુ વ્યાજ ચૂકવ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે, કેટલીક અનિયંત્રિત ધિરાણકર્તા સંસ્થાઓ કથિત રીતે સેંકડો ટકા જેટલો અસરકારક વાર્ષિક વ્યાજ દર વસૂલ કરે છે, જે ચુકવણીને લગભગ અશક્ય બનાવે છે. છુપી પ્રોસેસિંગ ફી અને લોનની અસ્પષ્ટ શરતો પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે.આક્રમક રિકવરી પદ્ધતિઓની આડકતરી અસર ઘણીવાર કોઈના ધ્યાનમાં આવતી નથી.હકીકત એ છે કે વસૂલાતની કામગીરી સહાનુભૂતિ અને પારદર્શિતા સાથે થવી જોઈએ પરંતુ ધિરાણ લેનારા અનેકવાર સૌમ્ય વાતો નથી સાંભળતા. જો કડક બનવામાં ના આવે તો કોઇ લીધેલા પૈસા પાછાજ ના આપે તે પણ હકીકત છે.
નિષ્ણાતો કહે છે કે ઘણા લોન લેનારાઓને ખ્યાલ નથી હોતો કે રિકવરી એજન્ટોની કાનૂની મર્યાદાઓ હોય છે. તેઓ લોન લેનારાઓને ધમકાવી શકતા નથી, ગાળો આપી શકતા નથી કે જાહેરમાં અપમાનિત કરી શકતા નથી. ન તો તેઓ પોલીસ અધિકારીઓ કે અદાલતોનું નામ વટાવી શકે છે. જો ધિરાણના હપ્તા ભરવાની તાકાત ના હોય તો ધિરાણ લેવું ના જોઇએ.









