Business Plus
ખાંડ ઉદ્યોગમાં ઈથેનોલનો પ્રવેશ થતાં પ્રવાહો પલ્ટાયા : ખાંડ કડવી
By GS Team
23 Aug 20263 mins read
દેશમાં ખાંડના ભાવમાં તેજી આવતા સરકારે પુરવઠો વધારવા કડક પગલાં લીધા છે. મિલોને 7 દિવસમાં માલ ઉપાડવા અને 30 નવેમ્બર સુધી સ્ટોક મર્યાદાનું પાલન કરવા સૂચના અપાઈ છે. ઈથેનોલને બદલે ખાંડ ઉત્પાદન પર ધ્યાન આપવા જણાવ્યું છે. સરકારે ફિઝીકલ વેરિફિકેશન પણ શરૂ કર્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info
દેશમાં ખાંડના ભાવમાં તેજી આવતા સરકારે પુરવઠો વધારવા કડક પગલાં લીધા છે. મિલોને 7 દિવસમાં માલ ઉપાડવા અને 30 નવેમ્બર સુધી સ્ટોક મર્યાદાનું પાલન કરવા સૂચના અપાઈ છે. ઈથેનોલને બદલે ખાંડ ઉત્પાદન પર ધ્યાન આપવા જણાવ્યું છે. સરકારે ફિઝીકલ વેરિફિકેશન પણ શરૂ કર્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ખાંડ બજારમાં તાજેતરમાં ઘણા સમય પછી ભાવમાં તેજી જોવા મળી હતી. દેશમાં તાજેતરના વર્ષોમાં ખાંડ ઉદ્યોગમાં ઈથેનોલનો પ્રવેશ થતાં પ્રવાહો પલ્ટાતા રહ્યા છે. એક અંદાજ મુજબ ૨૦૨૫- ૨૬ના ખાંડ વર્ષમાં દેશમાં ઈથેનોલના ઉત્પાદન તરફ આશરે ૩૦ લાખ ટન શેરડીનું ડાઈવર્ઝન કરવામાં આવ્યું હતું. જોકે તાજેતરમાં ખાંડના ભાવ ઉંચા જતાં ખાંડના ઉત્પાદકો ઈથેનોલના બદલે ખાંડ તરફ પસંદગી વધારતા પણ દેખાયા હતા. બી. હેવી પ્રકારના મોલાસીસમાં કર્મેન્ટેબલ સુગરનું પ્રમાણ સી- હેવી મોલાસીસમાં રહેતા આવા પ્રમાણ કરતા વિશેષ રહી છે. ખાંડના ભાવ વધતાં હવે ઈથેનોલના બદલે ખાંડ ઉત્પાદકો ખાંડના ઉત્પાદન તરફ વિશેષ લક્ષ આપતા પણ જોવા મળ્યા હતા. દેશમાં ખાંડની સપ્લાય વધારવા સરકાર પણ ઈથેનોલના બદલે ખાંડ તરફ વિશેષ લક્ષ આપતી જોવા મળી છે. શેરડીનો વપરાશ બીન્મોલાસીસ બનાવવાના બદલે ખાંડ બનાવવા માટે વધુ થાય એ માટે સરકાર હવે બારીક નજર પણ રાખતી જોવા મળી છે. ખાંડના ભાવ વધ્યા છે પરંતુ એકંદરે ફુગાવાનો વૃધ્ધિ દર ઘટયો છે. દેશમાં ઓગસ્ટ મહિનાના આરંભ સાથે તહેવારોની મોસમ શરૂ થઈ છે તથા આગળ ઉપર તહેવારોની મોસમમાં દેશમાં ખાંડની માગ પણ વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. જોકે તાજેતરના વર્ષોમાં ખાસ કરીને કોરાના પછીના કામમાં લોકો આરોગ્ય પ્રત્યે વધુ સમાન બન્યા છે તથા તેના પગલે તહેવારોના દિવસોમાં મીઠાઈના ઉત્પાદનમાં ખાંડનો વપરાશ ઓછો થતો પણ જોવા મળ્યો છે. સુગર- ફ્રીનો કોન્સેપ્ટ વધ્યો છે. ઘણા લોકો ખાંડના બદલે ગોળનો ઉપયોગ વધારતા પણ જોવા મળ્યા છે.
દરમિયાન, ખાંડના બજાર ભાવ ઉંચા જતાં ખાંડનો પુરવઠો વધારવા સરકારે ખાંડ મિલો માટે વિવિધ સુચનાઓ તાજેતરમાં બહાર પાડયાના સમાચાર પણ મળ્યા હતા. ખાંડ મિલોએ વેંચાણ કર્યા પછી આ સોદોના બાયર્સ દ્વારા સાત દિવસની અંંદર માલો ઉપાડવા જરૂરી છે તથા આ માટે ખાંડ મિલોએ આ વાત પર વિશેષ લક્ષ આપવું જરૂરી હોવાનું સરકારે ખાંડ મિલોને જણાવ્યું હોવાના સમાચાર મળ્યા હતા. સરકારે આ નવો ઓર્ડર બહાર પાડયો છે જે ૩૦મી નવેમ્બર સુધી અમલમાં રહેશે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, ખાંડ મિલોએ બલ્કમાં સુગરનું કેટલું વેંચાણ કર્યું એની વિગતો પણ તાજેતરમાં સરકારે ખાંડ મિલો પાસેથી મંગાવી હોવાના સમાચાર મળ્યા હતા. તાજેતરમાં સરકારે વિવિધ ખાંડ મિલોમાં જઈને ફિઝીકલ વેરીફીકેશન પણ હાથ ધર્યાના વાવડ મળ્યા હતા. સરકારે દ્વારા ખાંડ મિલોને મંથલી ક્વોટાની જે ફાળવણી કરવામાં આવે છે તેની સરખામણીએ અમુક ખાંડ મિલો દ્વારા ખાંડનું ઓછું વેંચાણ કરાઈ રહ્યાનું પણ સરકારના ધ્યાનમાં આવ્યું હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. ઘણા કિસ્સાઓમાં ખાંડનું વેચાણ મહિનાના આરંભમાં કરાય છે જ્યારે આ ખાંડનું લીફટીંગ તથા ડિસ્પેચ મહિનાના છેવાડે કરવામાં આવે છે એવું પણ અમુક કિસ્સાઓમાં બહાર આવ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. ખાંડના બજાર ભાવે તાજેતરમાં ટુંકા ગાળામાં ૭થી ૮ ટકા ઉંચા ગયા છે. સરકારે જુલાઈના છેલ્લા સપ્તાહમાં ખાંડમાં સ્ટોક મર્યાદા પણ લાગુ કર્યાના જાણકારો જણાવી રહ્યા હતા. આ સ્ટોક મર્યાદા ૩૦ નવેમ્બર સુધી અમલમાં રાખવામાં આવનાર છે. મિલો દ્વારા ક્યા બલ્ક વપરાશકારોને મોટા જથ્થામાં ખાંડનું વેંચાણ કરવામાં આવ્યું છે તેની વિગતો પણ સરકાર તપાસી રહ્યાના વાવડ મળ્યા હતા. મંથલી ૧૦૦ ટનથી વધુ ખાંડનો વપરાશ કરતા મિઠાઈ ઉત્પાદકો, કોન્ફેકશનરી ઉત્પાદકો, સોફટ ડ્રિન્કના ઉત્પાદકો, ફુડ પ્રોસેસીંગ ઉદ્યોજકો વિ.ની ગણના બલ્ક વપરાશકારો તરીકે કરવામાં આવે છે.




