Business Plus

તહેવારોને લીધે મસાલા-ચીજોમાં રૂ.100 થી 500 નો ઉછાળો : નવા કપાસની આવકો શરૂ

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે ઝવેરી બજારમાં રોનક જોવા મળી રહી છે. સોના-ચાંદીના આભૂષણોની ભારે માંગને કારણે આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન લગભગ 250 ટન સોનાના દાગીનાનો વેપાર થવાનો અંદાજ છે. ગત વર્ષ કરતાં 40% ઊંચા ભાવ છતાં માંગ બમણી છે. મુંબઈ સરાફા બજારમાં 200 ટન સોનાનું વેચાણ થવાની અપેક્ષા છે, જ્યારે ચાંદીમાં પણ સારી માંગ છે. કુલ 4000 કરોડનો કારોબાર થવાની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોને લીધે મસાલા-ચીજોમાં રૂ.100 થી 500 નો ઉછાળો : નવા કપાસની આવકો શરૂ
  • કોમોડિટી કરંટ
    દેશભરમાં ગણેશોત્સવની આખરી તબક્કામાં ચાલી રહેલી તૈયારી સંદર્ભે ઝવેરી બજારમાં ભારે રોનક જોવા મળી રહી છે. નાના-મોટા ગણેશ પંડાલોની સાથે સાથે સામાન્ય માણસના ઘરે પણ ગણપતિની પ્રતિમાને સજાવટ માટે સોના-ચાંદીના આભૂષણોની જોરદાર માંગ નીકળતાં ગણેશોત્સવ દરમ્યાન લગભગ ૨૫૦ ટન ઉપરાંત સોનાના દાગીનાનો વેપાર થવાનો આ વર્ષે અંદાજ છે. ગત વર્ષ કરતાં આ વખતે સોનાના ભાવોમાં ૪૦ ટકાથી પણ વધુ ઉંચા હોવા છતાં ડિમાન્ડ બમણી હોવાની ચર્ચા છે. વર્ષ ૨૦૨૪માં ગણેશોત્સવ દરમ્યાન સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૮૫૦૦૦ આસપાસ હતો.
    જ્યારે વર્ષ ૨૦૨૫ માં ૧.૧૦ લાખ રૂપિયા હતો. જ્યારે હાલમાં સોનાના ભાવો ૧.૫૨ લાખ રૂપિયા આસપાસ છે. તેમ છતાં માત્ર ગણેશોત્સવ માટે મુંબઈ સરાફા બજારમાં ૨૦૦ ટન આસપાસ સોનાનું વેચાણ થવાની અપેક્ષા છે. જોકે સોના કરતાં ચાંદીમાં વધુ રોનક જોવા મળી રહી છે. ચાંદીના લાડુ તથા ઉંદરની વધુ ડિમાન્ડ છે. કુલ મળીને આ વર્ષે ગણેશોત્સવ દરમ્યાન ચારેક હજાર કરોડ રૂપિયાનો કારોબાર થવાની ગણતરી છે.
    દરમ્યાન ચાલુ અઠવાડિયા દરમ્યાન વરસાદી સીસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સારો વરસાદ થવાની શક્યતા પ્રબળ છે. રાજ્યના માર્કેટ યાર્ડોમાં કપાસની આવકોનો વેગ પકડાઈ રહ્યો છે. નવા કપાસની લગભગ ૨૦ થી ૨૫ હજાર મણ આસપાસની આવકો સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી જેવા યાર્ડમાં થઈ રહી હોવાના અહેવાલો છે. કપાસના ભાવો પ્રતિ મણે રૂપિયા ૧૬૦૦ થી ૨૦૦૦ ની રેન્જ બાઉન્ડ છે. ગુજરાતમાં લગભગ ૨૦ થી ૨૧ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થવાના અહેવાલો સામે દુષ્કાળની સ્થિતિ જોતાં દશેક ટકા સુધીનો ઉત્પાદનમાં ફરક થવાની સંભાવના વર્તાઈ રહી છે. કપાસનું ઉત્પાદન ઓછું થાય તો ફરીથી આયાત થવાની શક્યતાઓ બને તેમ છે. ચાલુ મોસમમાં સરકારી ઝીરો આયાત ડયુટીથી માર્ગ મોકળો કરતાં અત્યાર સુધીમાં લગભગ ૫૦ થી ૫૫ લાખ ગાંસડી આયાત થવાનો અંદાજ છે. હવે ઓક્ટોબર બાદ ફરીથી ૧૧ ટકા ડયુટી લાદવામાં આવે તેવી શક્યતાઓ બજારમાં છે.
    આ ઉપરાંત કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (ભછૈં) તથા શભઘઈઠ એગ્રી કોમોડિટી એક્સચેન્જ વચ્ચે તાજેતરમાં થયેલી બેઠક દરમ્યાન કપાસ વાયદા બજારના વિકાસ માટે થયેલી સમજૂતીઓ બાદ હવે સ્ભઠ ની સાથે સાથે કપાસ વાયદા માટે નવા પ્લેટફોર્મની સગવડ ઉપલબ્ધ થાય તેમ છે. વિશ્વમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ભારતમાં થાય છે અને તેનો વધુ વપરાશ પણ ભારતમાં થાય છે. તેમ છતાં હેજીંગ માટે આંતરરાષ્ટ્રીય બજારોનો સહારો લેવો પડતો હોય છે. આ સંદર્ભે હવે ભારતમાં નવા ચેપ્ટરની શરૂઆત થતાં દેશમાં કોટન વાયદામાં આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય રાખેલ છે.
    બીજી તરફ અન્ય મસાલા ચીજોના હાજર બજારોમાં ડિમાન્ડના અભાવે બજારોમાં ભારે સુસ્તી પ્રવર્તી રહી છે. ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને લીધે નિકાસના કારોબારના ભારે ફટકો પડી રહ્યો છે.
    ધાણા વાયદો ૫૦૦ રૂપિયા તુટીને ૧૪૯૦૦ રૂપિયા આસપાસની સપાટી છે. ઉંચા ભાવોને લીધે નિકાસકારો તથા લોકલ માંગ તુટતાં બજાર મંદી તરફી છે. જોકે બજારમાં ધાણાનો સ્ટોક હવે મર્યાદિત છે. નવો પાકને હજુ છ મહિનાનો સમય છે.
    જોકે આગામી માસથી બિયારણની લેવાલી વધે તો તેજી શક્યતાઓ છે. વર્ષ ૨૦૨૬માં ધાણાનું કુલ સરેરાશ ૯૦ થી ૯૫ લાખ બોરી ઉત્પાદન સામે હાલમાં ઉત્પાદક કેન્દ્રો ઉપર લગભગ ૨૫ લાખ બોરી આસપાસનો સ્ટોક હોવાનો અંદાજ હોવાનું જયવદનભાઈ ગાંધી જણાવે છે.