Business Plus

અલ-નીનોની અસરથી રવિ વાવેતર ઘટવાના સંકેતોથી કૃષિ બજારોમાં તેજીના પડઘમ

By GS Team
1 Nov 20263 mins read
TukuTouch Logo
દિવાળી પૂર્વે દેશના સરાફા બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો થતાં ગ્રાહકોને રાહત મળી છે. છેલ્લા એક માસમાં સોનામાં રૂા. 18,000/- અને ચાંદીમાં રૂા. 1.85 લાખનો ઘટાડો થયો છે. આથી, ધનતેરસ અને દિવાળી દરમિયાન 35થી 40 ટન સોનાનું વેચાણ થવાનો અંદાજ છે, જે ગત વર્ષ કરતાં 10% વધુ છે. અમેરિકન ફેડ રિઝર્વના નિર્ણયો અને રશિયા દ્વારા સોનાના વેચાણને કારણે બુલિયન બજારમાં આ સ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ-નીનોની અસરથી રવિ વાવેતર ઘટવાના સંકેતોથી કૃષિ બજારોમાં તેજીના પડઘમ

કોમોડિટી કરંટ
દિવાળી પર્વ પહેલાં દેશના સરાફા બજારમાં સોના તથા ચાંદીના ભાવોમાં મોટો કડાકો થતા જ્વેલરી વર્તુળો તથા ગ્રાહકોએ પણ રાહતનો દમ ખેચ્યો છે. છેલ્લા એક માસમાં સોના વાયદામાં રૂા. ૧૮,૦૦૦/- પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થઈને હાલમાં રૂા. ૧.૪૧ લાખ અને ચાંદી વાયદો રૂા. ૧.૮૫ લાખ પ્રતિ કિલોની આસપાસ રહ્યો છે. ભાવો તૂટતા ગ્રાહકોની અવરજવર હવે વધી રહી છે. ઝવેરી બજારમાં પણ હાલમાં ૨૦થી ૩૦ ગ્રામના દાગીનાને બદલે ૫થી ૧૦ ગ્રામના હળવા દાગીના રોજ પહેરી શકાય તેવા ડાયમંડ પેન્ડન્ટ, સિક્કા તથા અઢાર કેરેટના ડિઝાઇનર દાગીનાની માંગ વધી રહી છે. ચાંદી કરતા સોનાની ખરીદી ઉપર વધુ ભાર જોવા મળી રહ્યો છે.
દિવાળી સમયે બુલિયન માર્કેટ તૂટવા પાછળ ચર્ચાસ્પદ કારણો પૈકી સૌથી વધુ અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા લેવાયેલ નિર્ણયો છે જેના લીધે ડોલર મજબૂત થતાં વૈશ્વિક સ્તરે રોકાણકારોનો પ્રવાહ સોનામાંથી બહાર નીકળતા બુલિયન બજારની તેજીને ફટકો પડયો છે. સાથે સાથે સોનું જાન્યુઆરીમાં રૂપિયા ૧.૯૩ લાખની ટોચેથી હાલમાં ૨૫ ટકા તૂટયા પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. આ સંજોગોમાં આ વર્ષે ધનતેરસ તથા દિવાળી દરમિયાન ૩૫થી ૪૦ ટન સોનાનું વેચાણ થવાનો અંદાજ છે. જે ગત વર્ષ કરતાં દશેક ટકા વધુ છે તેવી ગણત્રી છે.
વૈશ્વિક સ્તરે પણ રશિયા બજેટ ખોટ તથા લશ્કરી ખર્ચ પૂરો કરવા માટે સોનું સતત વેચી રહ્યું છે. જ્યારે ચીન દ્વારા ગોલ્ડ રિઝર્વમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં સોનાની આયાત ઘટાડવા થયેલી અપીલ સંદર્ભે સપ્ટેમ્બર- ૨૦૨૬માં ૮૦ ટકાનો ઘટાડો થવાના અહેવાલો છે. ડિસેમ્બર- ૨૦૨૫થી સપ્ટેમ્બર- ૨૦૨૬ દરમિયાન રશિયા દ્વારા લગભગ ૬૨૦૦ કિલો સોનું વેચાણ કર્યું છે. હાલમાં રશિયાના કુલ બજેટ પૈકી ૩૫થી ૩૮ ટકા હિસ્સો સંરક્ષણ પાછળ ખર્ચાઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ ચીન દ્વારા સોનાની સતત લેવાલી રહેતા ચીનમાં સોનાનું રિઝર્વ વધીને ૨૪૧૦ ટન ઉપરાંત પહોંચી ગયું છે. ભારતમાં પણ ઇમ્ૈં પાસે ગોલ્ડ રિઝર્વ ૮૮૦ ટન આસપાસ હોવાના અહેવાલો છે.
દિવાળી બાદ દેશમાં લગ્નસરાની સીઝન શરૂ થનાર છે. દર વર્ષે ૪૦૦ ટન જેટલો સોનાનો વેપાર થાય છે. સાથે સાથે ગલ્ફ તથા રશિયા યુક્રેન જેવા દેશોમાં યુદ્ધ કઈ દિશામાં આગળ વધે તેની ઉપર પણ બુલિયન માર્કેટ આધારિત છે.
હાલમાં પ્રશાંત મહાસાગરમાં છેલ્લા ૩૦ વર્ષનો સૌથી તાકાતવર સુપર અલનીનો સક્રિય છે જેની સૌથી વધુ અસર ડિસેમ્બર- ૨૦૨૬થી માર્ચ- ૨૦૨૭ સુધી રહેશે તેમ છે. આ વર્ષનું ચોમાસું છેલ્લા ત્રણ દાયકાનું સૌથી ખરાબ છે. જો કે, અલ-નીનોની અસરથી સૌથી વધુ તેજી મસાલા બજારમાં છે. મસાલાનું વાવેતર ૨૦થી ૩૦ ટકા ઘટશે અને તેજી ફરીથી ટોચના સ્તરે જશે તેવી ધારણાઓ છે. હાલમાં તમામ એગ્રી કોમોડિટીમાં ૧૦થી ૨૦ ટકા તેજી પાછળ વાવેતર ઓછું થવાની ગણત્રી અને જૂનો માલ સ્ટોક ઓછો હોવાનું મુખ્ય કારણ ચર્ચિત છે. મસાલાની મુખ્ય ચીજ જીરાનું વધુ વાવેતર કરતા રાજસ્થાનમાં આ વર્ષે ચોમાસુ માંડ પચાસ ટકા રહેતા વાવેતર ઘટવાની શક્યતાઓ છે. જેનાથી હાલમાં જીરા વાયદો ૨૬૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે જે વધીને ૨૮૦થી ૩૦૦ સુધી થાય તેવી શક્યતાઓ ચર્ચાસ્પદ છે. ધાણા- વરિયાળીનું પણ વાવેતર મોડું થતા ભાવો તેજી તરફી છે. ઇસબગુલમાં નિકાસ માંગ ઓછી છતાં માલ સ્ટોક અભાવે બજારો મક્કમ. ઘઉં ઉત્પાદિત ઉત્તર ભારતમાં વાતાવરણ ગરમ રહે તો ઉત્પાદન ઘટે તો ભાવો ૩૮૦૦ સુધી ઉંચા જવાની ગણત્રી છે. રવિ દાળોનું ૬૦થી ૭૦ ટકા વાવેતર વરસાદ આધારિત હોવાથી આ વર્ષે અલ-નીનોને કારણ ઉત્પાદન તૂટે તો બજારો તેજી તરફી રહે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.