ખરીદીની પેટર્ન બદલાઇ ઓનલાઇન ટુ ક્વિક કોમર્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખરીદીની સિસ્ટમ સમાજમાં વર્ષોથી ચાલી આવે છે. લોકો બજારમાં ખરીદી કરવા જાય ત્યારે ભાવ-તાલ કરીને ચીજો ખરીદતા હતા. ખરીદીમાં ફેરફાર શોપિંગ મોલની સિસ્ટમના કારણે થયો હતો. લોકો મનગમતી ચીજો લેતા હતા અને કાઉન્ટર પર બીલીંગ કરાવતા હતા. વેચાણ કરતી કંપનીઓએ વિવિધ સ્કીમો મુકીને લોકોને બલ્કમાં ખરીદવા પ્રેરતા હતા. શોપિંગ મોલમાં જ્યારે આધુનિકતા આવી ત્યારે ઇન્ટરનેટના વપરાશનો વ્યાપ વધ્યો હતો. ઓનલાઇન ખરીદી લોકો માટે નવો કોન્સેપ્ટ હતો પરંતુ ખરીદીમાં ઘર બેઠા ચીજો મળે તેવી ખરીદીથી લોકો રોમાંચ અનુભવતા હતા.
ઓનલાઇન વેચાણમાં પણ વારે તહેવારે સેલ પણ અપાતા હતા. લોકો ઓનલાઇન ખરીદી તરફ વળ્યા તે પણ માર્કેટીંગ કરનારાઓની કમાલ સમાન હતું. ઓનલાઇન ખરીદીમાં આધુનિકતા ક્વિક ડિલીવરી કોમર્સ લાવ્યું હતું.
ઝડપ અને સ્પર્ધાના જમાનામાં લોકો ક્વિક ડિલીવરી તરફ વળ્યા હતા. મેટ્રોસિટીમાં લોકો મનગમતું શાક ઓનલાઇન મંગાવીને તે જમતા થયા હતા. જે ક્વિક કોમર્સ ગ્રોસરીના સપ્લાય સુધી સિમિત હતું તે હવે ઇલેકટ્રોનિક્સ આઇટમો સુધી પહોંચી ગયું છે.
ખરીદીની પેટર્નમાં આમૂલ પરિવર્તન ખુબ ઝડપથી થયું છે. ક્રેડીટ કાર્ડના વપરાશથી ઓનલાઇન ખરીદી શક્ય બનતાં ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. જમે જેમ ખરીદી ઘરમાં કમાનાર યુવા વર્ગના હાથમાં આવવા લાતી તેમ તેમ એનલાઇન ખરીદી અને ક્વિક કોમર્સ ઘર ઘરની કહાની સમાન બની ગયા હતા.









