રવિ અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક 1780 લાખ ટન નક્કી કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં અનાજ બજારમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ વર્ષે ચોમાસા પર અલનીનોની અસર દેખાઈ છે. ચોમાસામાં આરંભમાં જૂનમાં વરસાદથીગતી ધીમી રહી હતી અને ત્યારબાદ વરસાદ વ્યાપક થયા પછી તાજેતરમાં ફરી વરસાદની ચાલ ધીમી પડી ગઈ હોવાના નિર્દેશો મળ્યા હતા. આમ આ વર્ષે વરસાદની ચાલ એકંદરે અનિયમિત રહી છે તથા તેની અસર કૃષી ક્ષેત્રે દેખાતી રહી છે. ભારતમાં કૃષીક્ષેત્રે હજી પણ વરસાદ પર આધાર વધુ રહ્યો છે તથા સિંચાઈની યોજનાઓનો વ્યાપ હજી પણ અપેક્ષાથી ઓછો રહ્યો હોવાનું કૃષી બજારોના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, પંજાબમાં ડાંગ (ચોખા)ની સરકારી પ્રાપ્તીનો આરંભ ઓક્ટોબરથી થવાનો છે ત્યારે પંજાબની રાઈસ મિલોમાં આશરે ૧૨ લાખ ટન ઘઉંનો સ્ટોક પડયો છે ત્યારે નવા ડાંગર આવકો તો તેને ક્યાં સમાવવા તેની મુંઝવણ મિલરો અનુભવી રહ્યા છે ત્યાં મંડીઓના યાર્ડમાં સરકારી એજન્સીઓના આશરે ૧ વાખ ૮૦થી ૮૫ હજાર ટન ઘઉં પણ પડયા છે. પંજાબમાં સરકાર ઓક્ટોબરથી ચોખા (ડાંગર)ની ખરીદી શરૂ કરશે ત્યારે આ ચોખા સરકાર મિલીંગ માટે રાઈસ મિલોને આપશે તથા રાઈસ મિલો આ ડાંગરનું મિલીંગ કરી ચોખામાં તેનું રૂપાંતર કરી સરકારને પાછા આપશે એવી પરંપરા રહી છે. આવા માહોલમાં નવા ડાંગરનો જથ્થો આવે એ પૂર્વે રાઈસ મિલોમાં પડેલો ઘઉંનો જંગી જથ્થો દૂર કરવો આવશ્યક હોવાનું ત્યાના અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, ભારતમાં રવિ મોસમમાં ઉત્પાદનનો લક્ષ્યાંક સરકારે ૧૭૭૭થી ૧૭૭૮ લાખ ટનનો અનાજનો નક્કી કરવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ અંદાજ ઘઉં માટે ૧૨૧૦ લાખ ટનનો જ્યારે કઠોળ માટે ૧૭૨ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. જાડા- બરછટ ધાન્યો માટે ઉત્પાદનનો આ અંદાજ ૨૨૩ લાખ ટનનો રજૂ કરવામાં આવ્યો છે. જોકે આ વર્ષે વરસાદની અનિયમિત ચાલ જોતાં સરકારે નક્કી કરેલો કૃષી ઉત્પાદનનો રવિ મોસમ માટેનો આ અંદાજ હાંસિલ થાય છે કે નહિં તેના પર અનાજ બજારના ખેલાડીઓની નજર રહી છે. રવિ મોસમ માટે ચણાના ઉત્પાદનનો લક્ષ્યાંક ૧૨૩થી ૧૨૪ લાખ ટનનો રાખવામાં આવ્યો છે જ્યારે મસુરના ઉત્પાદનનો લક્ષ્યાંક ૨૧ લાખ ટન તથા જવના ઉત્પાદનનો લક્ષ્યાંક ૨૪થી ૨૫ લાખ ટનનો રાખવામાં આવ્યો છે. રવિ મોસમ માટે ચોખાના પાકનો અંદાજ ૧૬૭થી ૧૬૮ લાખ ટનનો જ્યારે મકાઈના રવિ પાકનો અંદાજ ૧૬૬થી ૧૬૭ લાખ ટનનો બતાવાયો છે. જુવારના પાકનો આ અંદાજ ૩૧થી ૩૨ લાખ ટન બતાવ્યો છે.
દરમિયાન, ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં તાજેતરમાં સપ્ટેમ્બરમાં પ્રથમ ત્રણ સપ્તાહમાં વરસાદનું પ્રમાણ નોર્મલ કરતા આશરે આઠ ટકા વધુ રહ્યું હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા. જોકે આ ગાળામાં પંજાબ તથા હરીયાણાના ઘઉં ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ અપેક્ષાથી ઓછો થયાના વાવડ પણ મળ્યા હતા. રાજસ્થાનમાં તથા મહારાષ્ટ્રમાં પણ આ ગાળામાં વરસાદ નોર્મલ કરતા ઓછો નોંધાયો છે.
ભારતમાં ખરીફ મોસમ પુરી થયા પછી રવિ મોસમનું વાવેતર ઓક્ટોબરથી શરૂ થાય છે. આવા માહોલમાં સપ્ટેમ્બર પડેલા વરસાદનો કેટલો જથ્થો જમીનમાં ઉતરયો છે તેના પર રવિ મોસમના કૃષી ઉત્પાદનનો આધાર રહેતો હોય છે એવું કૃષી તજજ્ઞાો જણાવી રહ્યા હતા. ભારતમાં સાઉથ- વેસ્ટ મોનસૂન ૧૫મી ઓક્ટોબરે પુરું થાય છે તથા ત્યારબાદ નોર્થ- ઈસ્ટ મોનસૂન દક્ષિણ ભારતમાં શરૂ થતું છે. દરમિયાન, ભારતમાં કૃષી ઉત્પાદનમાં સરેરાશ હેકટરદીઠ પેદાશવૈશ્વિક સ્તરની સરખામણીએ નોંધપાત્ર ઓછી રહી છે તથા આવી પેદાશ વધારવી આવશ્યક હોવાનું કૃષી તજજ્ઞાો જણાવી રહ્યા હતા.




