Business Plus
કોફીના પાક પર અલનીનોની અસર
By GS Team
28 Jun 20263 mins read
ટ્રમ્પની ટેરિફ નીતિ અને ઈરાન યુદ્ધના માહોલ વચ્ચે પણ ભારતીય કોફીની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ અને મે મહિનામાં યુરોપ, ખાસ કરીને ઇટાલી અને જર્મનીમાં, કોફીની નિકાસમાં 20%નો વધારો થયો છે. કુલ નિકાસ 5030 લાખ ડોલર અને 92-93 હજાર ટન થઈ છે, જે ગત વર્ષના 67-68 હજાર ટનની સરખામણીમાં 35-36% વધુ છે.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info
ટ્રમ્પની ટેરિફ નીતિ અને ઈરાન યુદ્ધના માહોલ વચ્ચે પણ ભારતીય કોફીની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ અને મે મહિનામાં યુરોપ, ખાસ કરીને ઇટાલી અને જર્મનીમાં, કોફીની નિકાસમાં 20%નો વધારો થયો છે. કુલ નિકાસ 5030 લાખ ડોલર અને 92-93 હજાર ટન થઈ છે, જે ગત વર્ષના 67-68 હજાર ટનની સરખામણીમાં 35-36% વધુ છે.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પની ટેરીફ નીતિ તથા ઈરાન યુદ્ધના માહોલમાં પણ ભારતની કોફીની નિકાસ વધી
ભારતમાં પરંપરાગત પીણા તીરેક ચાનો વપરાશ વ્યાપક થાય છે પરંતુ તાજેતરના વર્ષોમાં હવે કોફીનો વપરાશ પણ વધતો જોવા મળ્યો છે. આ પૂર્વે ભારતમાં વિશેષરૂપે દક્ષિણ ભારતમાં કોફીનો વપરાશ વધુ થતો હતો પરંતુ હવે મોટા શહેરો તથા નાગરિકોમાં વિશેષ રૂપે યુવા પેઢીમાં કોફીનો વપરાશ વધ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જો કે દેશમાં કોફીનું ઉત્પાદન દક્ષિણ ભારત પૂરતું જ રહ્યું છે તથા દક્ષિણમાં કોફીનું ઉત્પાદન તથા વ પરાશ વિશેષ જોવા મળ્યું છે. દરમિયાન ભારતમાં આ પૂર્વે ચોમાસાની શરૂઆત અપેક્ષાથી ધીમી રહી છે. આ વર્ષે વરસાદ પર અલનીનોની અસર દેખાવાની શક્યતા પણ બતાવાઈ રહી છે. આની અસર વિવિધ કૃષી ચીજોના ઉત્પાદન પર જોવા મળશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં ૨૦૨૬-૨૭ની મોસમમાં કોફીના ઉત્પાદનમાં આશરે ૪ ટકાનો ઘટાડો થશે એવી ગણતરી તાજેતરમાં અમેરિકાના કૃષી વિભાગ યુએસડીએ દ્વારા બતાવાઈ હતી. ભારતમાં કોફીના ઉત્પાદનનોઅંદાજ અમેરિકાના કૃષી વિભાગ દ્વારા ૩ લાખ ૬૮ હજાર ટનનો મૂકવામાં આવ્યો છે. ભારતમાં કોફીની મોસમ ઓકટોબરથી શરૂ થાય છે. દેશમાં કોફીનું ઉત્પાદન ૪ ટકા ઘટી ૬૧ લાખ ૪૦ હજાર ગુણી (૬૦ કિલોની) થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા છે. હવામાનની પ્રતિકૂળતા વચ્ચે કોપીના પ્લાન્ટેશનોમાં યીલ્ડ (પેદાશ) અપેક્ષાથી ઓછા થવાની શક્યતા બતાવાઈ રહી છે. આ ઉત્પાદનમાં અરેબીકા કોફીનું ઉત્પાદન આશરે ૯૩થી ૯૪ હજાર ટન થવાની ગણતરી બતાવાઈ છે જ્યારે રોબસ્ટા કોફીનું ઉત્પાદન આશરે ૨ લાખ ૭૦થી ૭૫ હજાર ટન થવાનું અનુમાન બતાવાયું છે. દેશમાં ૨૦૨૫-૨૬ની મોસમમાં કોફીનું ઉત્પાદન ૨ લાખ ૮૪ હજાર ટન થયું હતું જે ૬૪ લાખ ગુણી બતાવાતું હતું. જેમાં ૧૭થી ૧૮ લાખ ગુણી કોફી તથા ૪૭ લાખ ગુણી રોબસ્ટા કોફીનું ઉત્પાદન થતું હતું. ભારત સરકારના કોફી બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ૨૦૨૫-૨૬ની મોસમમાં કોફીનું ઉત્પાદન ૪ લાખ ૩ હજાર ટન થયું હતું જેમાં અરેબીકા કોફીનું ઉત્દન ૧ લાખ ૧૮ હજાર ટન તથા રોબસ્ટા કોફીનું ઉત્પાદન ૨ લાખ ૮૪ હજાર ટન થયું હતું એવું કોફી બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં જે વર્ષે વરસાદની ચાલ અનિયમિત હોય છે એ વર્ષે કૃષી પાકોમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ વ ર્ષે કર્ણાટકમાં કોડાગુ, ચીકમગલુર તથા હસન વિસ્તારમાં તેમ જ કેરળમાં વાયનાડ વિસ્તારમાં વરસાદ અપેક્ષાથી ઓછો નોંધાયો છે. કર્ણાટક તથા કેરળમાં આ વિસ્તારોમાં કોફીનું વિશેષ ઉત્પાદન થાય છે. પ્રિ-મોનસૂન વરસા પણ ધીમો નોંધાયો છે. આના પગલે કોફી પ્લાન્ટેશનોમાં છોડવાઓ પર કોફીના બેસીઝનો વિકાસ નબળો જોવા મળ્યો છે.
દરમિયાન, આ વર્ષે ૨૦૨૬માં આરંભમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નીતિ તથા ત્યારબાદ ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધના વિશ્વમાં કોફી સહિતના વિવિધ બજારોમાં વેપારોને અસર પડી છે તથા આ ગાળામાં વિવિધ બજારોમાં ખેલાડીઓમાં અજંપો પણ વધ્યો છે. જો કે ભારતમાંથી કોફીની નિકાસ આ વર્ષે એપ્રિલ તથા મે મિહનામાં યુરોપમાં પણ વિશેષરૂપે ઈટલી તથા જર્મનીમાં નોંધપાત્ર વધ્યાના સમાચાર પણ મળ્યા હતા. આ બે મહિનામાં દેશમાંથી કોફીની કુલ નિકાસ મુલ્યના સંદર્ભમાં આશરે ૨૦ ટકા વધી ૫૦૩૦ લાખ ડોલ ર થઈ છે. જ્યારે પ્રમાણના સંદર્ભમાં આવી નિકાસમાં આશરે ૩૫થી ૩૬ ટકાની વૃદ્ધી આ ગાળામાં નોંધાઈ છે. આ ગાળામાં કોફીની નિકાસ વધી ૯૨થી ૯૩ હજાર ટન થઈ છે જે ગયા વર્ષે આ ગાળામાં ૬૭થી ૬૮ હજાર ટન થઈ હતી. ડોલરના સંદર્ભમાં આવી નિકાસ ૪૧૮૦ લાખ ડોલરથી વધી ૫૦૩૭થી ૫૦૩૮ લાખ ડોલર થઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.








