Business Plus
પ્રમોટરો V/s પ્રોફેશનલ વહિવટકારો ટાટાગૃપ પર ''ચન્દ્રા''નું ગ્રહણ ત્રણ દિવસમાં 77,000 કરોડનું ધોવાણ
By GS Team
17 Aug 20267 mins read
માત્ર ભારત નહીં પણ વિશ્વભરના કોર્પોરેટ સર્કલમાં ટાટા ગૃપના ચેરમેન એન. ચન્દ્રશેખરનનું રાજીનામું ટોકિંગ પોઇન્ટ બની ગયું છે. તેમણે રાજીનામું નથી આપ્યું પણ તે ટાટા ગૃપમાં રહેવા નથી માંગતા તેમ જણાવી દીધું છે. તેમની ટર્મ આગામી ફેબુ્રઆરીમાં પુરી થઇ રહી છે અને તે રિએપોઇન્ટમેન્ટ માટે કહેવાના નથી. ભારતના બજારોમાં ટાટા ગૃપ એટલે ચન્દ્રશેખરન અને ચન્દ્રશેખરન એટલે ટાટા ગૃપ એમ કહેવાતું હતું. ટાટા ગૃપમાં ચન્દ્રશેખરન ચન્દ્રાના નામથી બોલાવાતા હતા,
ભારતના બજારો પર ટાટા ગૃપના એન.ચન્દ્રશેખરનનો પ્રભાવ એટલો બધો હતો કે ગયા ગુરૂવાર અને શુક્રવારે ટાટા ગૃપની કંપનીઓના શેરોમાં ૭૭,૦૦૦ કરોડનું રૂપિયાનું ધોવાણ થયું છે. નટરાજન ચન્દ્રશેખરને તેમની ત્રીજી ટર્મ માટે તૈયારી કરી ત્યારે ટાટા ટ્રસ્ટમાં તેમને સર્વાનુમતી ના જણાતા તેમણે પોતે ગૃપ છોડવાની તૈયારી બતાવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

ચન્દ્રશેખરનથી ટાટા ટ્રસ્ટ નારાજ હોવાના બજારમાં ફરતા કેટલાક કારણોમાં ટાટાની કેટલીક કંપનીઓે ગયા વર્ષે નોંધાવેલી ૨૭,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ પણ જવાબદાર ગણાઇ છે. જે ત્રણ કંપનીઓના કારણે ૨૭,૦૦૦ કરોડનો ફટકો પડયો છે તેમાં એર ઇન્ડિયા, ટાટા ડિજીટલ અને ટાટા ઇલેકટ્રોનિક્સનો સમાવેશ થાય છે.
એરઇન્ડિયાની ખોટ ૨૦૨૫માં ૧૦૮૫૮ કરોડની હતી જે ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ બમણી થઇને ૨૨,૨૩૮ કરોડ પર પહોંચી હતી. એવીજ રીતે ટાટા ડિજીટલની ખોટ ૪૯૭૪ કરોડની છે જ્યારે ટાટા ઇલેકટ્રોનિક્સ પણ સતત ખોટમાંથી બહાર નીકળી શકી નહોતી.
૪૦૦ અબજ ડોલરના ટાટા ગૃપના સીઇઓ જ્યારે દાયકાની ટર્મ પછી ગૃપ છોડવાની વાત કરે ત્યારે સ્વભાવિક રીતેજ તે ચર્ચાનો વિષય બને છે. આ ચર્ચા વિવાદમાં એટલા માટે પરિણમી છે કે ટાટા ટ્રસ્ટે બનાવેલા બોર્ડની તેમના નામ માટે સર્વ સંમતિ નહોતી. મીઠાથી માડીને સોફ્ટવેર સુધીના ડીલીંગ કરતી કંપનીના સુકાનીએ ૧૮ ઓગષ્ટના રોજ મળનારી એન્યૂઅલ જનરલ મિટીંગ પહેલાંજ નારાજગી બતાવતાં શેરહોલ્ડરોએ પણ પ્રત્યાધાત આપ્યા હતા.
ટાટા ગૃપની નામાંકીત કંપનીઓ જેવી કે ટાટા કન્સલટન્સી સર્વિસ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કેમિકલ્સ, ટાઇટન કંપનીના વગેરેના શેર્સ ૩થી ૪ ટકા જેટલા તૂટયા હતા. ગયા બુધવારે સવારે ચન્દ્રશેખરને પોતાની ત્રીજી ટર્મ માટે સામેથી ના પાડી ત્યારે તેમના ના પાડવાના કારણો જાણવાના પ્રયાસો પણ થયા હતા.
કહે છે કે જ્યારે ચન્દ્રશેખરનને ત્રીજી ટર્મ માટે સર્વ સંમતિથી નિર્ણય લેવાનો હતો ત્યારે એક બોર્ડ મેમ્બર ગેરહાજર રહ્યા હતા. તેથી સર્વ સંમતિ મળી નહોતી. ત્યારબાદ બોર્ડ મિટીંગને ટલ્લે ચઢાવતાં ચંદ્રશેખરન સમજી ગયા હતા કે ટાટાગૃપને રામ રામ કરવાનો સમય આવી ગયો છે.
ચર્ચા એવી પણ છેકે ટાટાના ફેમિલી બહારના સીઇઓ રાખવાનો આઇડયા રતન ટાટાનો હતો. હવે જ્યારે રતન ટાટા નથી ત્યારે ફેમિલીના અન્ય સભ્યો પણ પોતે કંપનીના માલિક છે એવું દર્શાવવા બહાર આવવા મથતા હતા.
આપણે ત્યાં સામાન્ય રીતે પરિવારો મારફતે ચાલતી કંપનીઓના પ્રમોટરો પ્રોફેશનલ સીઇઓ રાખતા નથી. કંપની ઉભી કરનાર પરિવાર તેમના ઉપર કોઇ બોસને ઇચ્છતા નથી. દિવંગત રતન ટાટાએ ટાટા ગૃપના સીઇઓ નીમીને કંપનીઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
સામાન્ય રીતે પરિવારના લોકો સક્ષમ ના હોય ત્યારે કંપનીઓના સંચાલન માટે બહારથી સીઇઓ નિમવાનું વિચારાય છે. જોકે તેમાં જોખમ પણ હોય છે. જેમકે પ્રમોટર કંપનીમાં કોઇને એપોઇન્ટ કરવા માંગે તો તેને સીઇઓની મંજૂરી લેવી પડે છે. હવે જે લોકો કંપનીના રોકાણકારો હોય તે માલિક કહેવાય છે. તેમના કહેવા પ્રમાણે પ્રોફેશનલ સીઇઓ કામ કરતા નથી માટે મતભેદો ઉભા થાય છે.
પરિવારો મારફતે ચલાવાતી કંપનીઓ પ્રોફેશનલ સીઇઓ મુકવા માંગતી નથી હોતી કેમકે તે હંમેશા વિવાદનું કારણ બને છે. પ્રમોટરો અને સીઇઓ વચ્ચેના વિવાદોના અનેક દાખલા જોવા મળ્યા છે.
ટાટા ગૃપના સીઇઓ ચન્દ્રશેખરન સાથે નાણાપ્રધાન સીધાજ વાત કરતા હતા, ગૃહપ્રધાન સાથેની બેઠકમાં પણ તેમને બોલાવાતા હતા. ટાટા ગૃપની વ્યવસ્થા એવી હતીકે ગૃપની કંપનીઓના ૬૬ ટકા જેટલા શેર્સ ટાટા ટ્રસ્ટ પાસે છે. હવે જ્યારે ટાટા ટ્રસ્ટને મહત્વ મળવાના બદલે ટાટાગૃપના સીઇઓને મહત્વ મળવા લાગ્યું હતું.
ટાટા ટ્રસ્ટના નોએલ ટાટાને ચન્દ્રશેખરનનો વધતો પ્રભાવ પસંદ નહોતો. જેના કારણે તેમની ત્રીજી ટર્મમાં રાખવાનો નિર્ણય ટલ્લે ચઢાવાયો હતો.
ચન્દ્રશેખરન ટાટા ગૃપના કેટલાક મહત્વના નિર્ણયો સાથે જોડાયેલા હતા. તેમનો પ્લાન વિવધ ક્ષેત્રે તેમજ કંપનીમાં રોકાણ કરવાના હતા. ટાટા ગૃપ અને ટાટા ટ્રસ્ટ વચ્ચેની કોલ્ડ વોર અનેક વાર સપાટી પર આવી છે. ટાટા ટ્રસ્ટ પાસે ટાટા ગૃપના ૬૬ ટકા શેર્સનું હોલ્ડીંગ છે. સરળ ભાષામાં કહીએ તો ટાટા ગૃપની કંપનીઓ પર આડકતરો કાબુ ટાટા ટ્રસ્ટનો રહેલો છે. બે મુખ્ય ટ્રસ્ટ સર દોરાબજી અને સર રતન ટાટા ટ્રસ્ટના ડિરેક્ટરો મહત્વના નિર્ણયો પર વિટો વાપરીને નિર્ણય લઇ શકતા હતા. એટલેકે ટાટા ગૃપનો કોઇ નિર્ણય પણ તે ઉથલાવી શકતા હતા.
ટાટા ટ્રસ્ટ પાસેનો વિટો પાવર ટાટાગૃપના વહિવટકારોને અનેકવાર ્અકળાવી ચૂક્યો છે. ટાટા ગૃપના સીઇઓની પસંદ માટે ભલે અટપટી અને કડક પ્રોસેસ હોય પરંતુ હવે આ જગ્યા પર પોતોના માનીતાને ગોઠવવાની ગેમ શરૂ થઇ છે કેમકે રાજીનામું આપનાર સીઇઓ ચન્દ્રશેખરન અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી હતી. ચન્દ્રશેખરનને ત્રીજી ટર્મ ના મળે તેમાં નોએલ ટાટાની મૂક સંમતિ હોવાનું મનાય છે.
ચન્દ્રશેખરનને સીધી ના પાડી દેવાય એમ નહોતું એટલે બોર્ડની મિટીંગ મળે પછી વાત એમ કહીને મામલો ટલ્લે ચઢાવે રાખ્યો હતો પરંતુ ટાટાગૃપ જેટલું વિશાળ ગૃપ ચલાવનાર ચન્દ્રશેખરન જાણી ગયા હતાકે તેમને ત્રીજી ટર્મ નહીં આપવાની ચાલ રમાઇ રહી છે.
હવે ટ્રસ્ટ સાથે સંકળાયેલા દરેક ડીરેક્ટર પોતાનું કહ્યું માને તેવા સીઇઓ ઇચ્છે છે. ટાટા પરિવારના લોકો પણ સીઇઓની પોસ્ટ માટે પ્રયાસ કરી રહ્યા છે.
૧૫૮ વર્ષ જુના ગૃપ ટાટાનું વડપણ દરેકને ગમે કેમકે તે પ્રતિષ્ઠિત જોબ હોવા ઉપરાંત તગડા પગાર વાળી પણ છે. ટાટા પરિવારના કેટલાક સભ્યો, ટાટા સ્ટીલના કેટલાક સિનીયર અધિકારીઓ, ટાટા પાવરના પ્રવિણ સિંહા, ટાટા પેસેન્જર વ્હીકલના શૈલેષ ચન્દ્રા, ટાટા કેમિક્લ્સના રામકૃષ્ણન મુકુંદન વગેરેે સીઇઓ બનવા લોબીંગ કરી રહ્યા છે.
ટાટા પરિવારના નોએલ ટાટાના સંતાન પણ મેદાનમાં આવ્યા છે. તેમાં ૩૨ વર્ષનો એકનોએક પુત્ર નેવીલ પણ સીઇઓે બનવા તત્પર બન્યો છે. કહે છેકે હવે કિંગ મેકર નોએલ ટાટા બનશે. તેમના પ્લાન પ્રમાણે સીઇઓની જગ્યા ખાલી થઇ છે. નોએલ ટાટાએજ ચન્દ્રશખેરનના કેટલાર પ્લાન ખોરંભે નાખ્યા હતા. પ્રમોટરો અને સીઇઓ વચ્ચેની કોલ્ડવોરનું લેટેસ્ટ ઉદાહરણ તરીકે ચન્દ્રશેખરનને ટાટાગૃપ છોડવું પડયું તે આપી શકાય. - ગુ્રપની હોલ્ડિંગ કંપની 'ટાટા સન્સ' નો મુખ્યમાલિક કોણ છે?
ટાટા સન્સ પાછળના ટ્રસ્ટ પાસે ૬૬% હિસ્સો ચરિટેબલ (ધર્માદા) ટ્રસ્ટ્સ પાસે છે. ટાટા પરિવાર દ્વારા સ્થાપિત આ પરોપકારી ટ્રસ્ટ વિવિધ સામાજિક કાર્યોમાં મદદ કરે છે. 'સર દોરાબજી ટાટા ટ્રસ્ટ' અને 'સર રતન ટાટા ટ્રસ્ટ' સંયુક્ત રીતે કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવે છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નોએલ ટાટા વ્યક્તિગત રીતે ટાટા સન્સના આ મહત્વપૂર્ણ શેર્સના માલિક નથી.
ટાટા ગુ્રપનો માલિક ટાટા પરિવારનો કોઈ એક વ્યક્તિગત સભ્ય નથી. ગુ્રપની મુખ્ય હોલ્ડિંગ કંપની, ટાટા સન્સ, મોટે ભાગે ટાટા પરિવારની પેઢીઓ દ્વારા બનાવવામાં આવેલા ધર્માદા ટ્રસ્ટ્સની માલિકી હેઠળ છે.
ટાટાની પોતાની માલિકી વિગતો મુજબ, ટાટા સન્સનો લગભગ ૬૬% હિસ્સો પરોપકારી ટ્રસ્ટ પાસે છે. આ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય સંભાળ, આજીવિકા તેમજ કળા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સામાજિક કાર્યોને સહયોગ આપે છે.
તેમાં બે સૌથી મોટા શેરધારકો સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (જીઘ્) અને સર રતન ટાટા ટ્રસ્ટ (જીઇ્) છે. બંને મળીને ટાટા સન્સમાં ૫૧.૫૪% હિસ્સો ધરાવે છે, જે તેમને સ્પષ્ટ બહુમતી આપે છે.
શું નોએલ ટાટા 'ટાટા સન્સ'ના માલિક છે?
ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા ચૅરિટેબલ ટ્રસ્ટ્સ પાસે રહેલા ટાટા સન્સના શેર્સના વ્યક્તિગત માલિક નથી.
આ શેર્સ સંબંધિત ટ્રસ્ટની માલિકીના છે અને તેના નિર્ણયો ટ્રસ્ટી મંડળ (મ્ર્ચગિ ર્ક ્િેજાીીજ) દ્વારા લેવામાં આવે છે. 'ટાટા ટ્રસ્ટ' એ એક મુખ્ય સંસ્થા છે જે હેઠળ ટાટાના તમામ મુખ્ય ધર્માદા ટ્રસ્ટ કામ કરે છે.
બીજી તરફ, ટાટા સન્સ ટાટા ગુ્રપના કેન્દ્રમાં રહીને તેની મુખ્ય રોકાણ હોલ્ડિંગ કંપની અને પ્રમોટર તરીકે કાર્ય કરે છે. ટાટા ગ્રુપની અન્ય વ્યક્તિગત કંપનીઓ પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હેઠળ સ્વતંત્ર રીતે કામ કરે છે.
ટાટા સન્સના સૌથી મોટા શેરધારકો કોણ છે?
સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ મળીને ટાટા સન્સમાં ૫૧.૫૪% હિસ્સો ધરાવે છે.
ટાટાના અન્ય ચૅરિટેબલ ટ્રસ્ટસ બાકીના શેર્સ ધરાવે છે, જેથી કુલ પરોપકારી માલિકી લગભગ ૬૬% થઈ જાય છે.
આ ઉપરાંત, ૨૦૨૪ના ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલના એક ચુકાદા અનુસાર, એમ. કે. ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સના ૨,૪૨૧ શેર્સ છે. આ શેર્સ જ્યારે ૧૯૫૯માં ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારે તેના ભંડોળ તરીકે મૂકવામાં આવ્યા હતા.
તેથી, ટાટા ગુ્રપનું માલિકીનું માળખું પરંપરાગત કૌટુંબિક વ્યવસાયો કરતાં તદ્દન અલગ છે. ટાટા પરિવાર વ્યક્તિગત રીતે ટાટા સન્સમાં કંટ્રોલિંગ સ્ટેક (નિયંત્રક હિસ્સો) ધરાવતો નથીપરંતુ પરિવાર સાથે જોડાયેલા ધર્માદા ટ્રસ્ટ તેની માલિકી ધરાવે છે.