બજારની વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

15 રૂપિયાની ડિલીવરી સામે 500 રૂ.ની ગિફ્ટ
10 મનિટમાં ડિલીવરી કરતા ક્વિક કોમર્સ સાથે સંકળાયેલા ડિલીવરી મેનને ગ્રાહકોના ચિત્ર વિચિત્ર અનુભવો થતા હોય છે. ક્વિક કોમર્સ કંપની બ્લિનકીટમાં ડિલીવરી કરતા એક યુવાનને થયેલા અનુભવની વાત અહીં આપી છે. ક્વિક કોમર્સ પર માત્ર ૧૫ રૂપિયાના માલની ડિલીવરી કરવાની હતી. એક મહિલા ગ્રાહકે ૧૫ રૂપિયાની વસ્તુ મંગાવી હતી તે ડિલીવર કરવા ગયેલા યુવાનના આશ્ચર્ય વચ્ચે તેને ૫૦૦ રૂપિયાની ટીપ મળી હતી. આ ટીપ જોઇને તે એટલો ખુશ થઇ ગયો કે કેમેરાની સામે ૫૦૦ની નોટ બતાવીને કહ્યું તે જુઓ મને દીદીએ કેવી સરસ ગિફ્ટ આપી છે. સોશ્યલ મિડિયા પર પણ તેની ખુશીને વધાવવામાં આવી હતી. ૧૫ રૂપિયાની ડિલીવરી સામે ૫૦૦ રૂપિયાની ગિફ્ટ એ ખરેખર આનંદની વાત છે.
AI આધારીત શૈક્ષણિક કોર્સ
આધ્ર પ્રદેશની યુનિવર્સિટીએ તેના શૈક્ષણિક કોર્સમાં આમૂલ પરિવર્તન શરૂ કર્યું છે. આર્ટિફિશ્યલ ટેકનોલોજીના જમાનાને લક્ષમાં રાખીને ઉદ્યોગ આધારીત સિલેબસ બનાવ્યું છે. તેમાં ઉદ્યોગમાં હાયર એેજ્યુકેશન મોડલનો સમાવેશ કરાયો છે. જ્યારે ઉદ્યોગમાં AI નું મહત્વ વધ્યું છે ત્યારે તેના આધારીત કોર્સ હોવા જરૂરી બન્યા છે. ભારતમાં દર વર્ષે ૯ લાખ જેટલા ગ્રેજ્યુએટ્સ બહાર પડે છે. તેમને નોકરી મળવી પડકાર રૂપ બન્યું છે. જે નવું સિલેબસ તૈયાર કરાયું છે તેમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સાથે બેસાડીને તેમની જરૂરીયાત પ્રમાણે સિલેબસમાં ઉમેરો તૈયાર કરાયો છે. તેના કારણે ગ્રેજ્યુએટ તૈયાર થાય ત્યારે ઉદ્યોગોમાં તેમને જોબ મળી શકે.
ગીતા ગોપીનાથને કડવો અનુભવ
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં (IMF) ચીફ ઇકોનોમીસ્ટ તરીકે કામ કરી ચૂક્ેલા મૂળ ભારતીય એવા ગીતા ગોપીનાથે પોતાની સાથે કરાયેલા ભેદભાવ ભર્યા વલણનો તાજેતરમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મારા કાર્યકાળ દરમ્યાન બનેલી એક ઘટનામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મને કહેવાયું હતું કે તમે ખોટી ખુરશીમાં બેઠા છો. આ બેઠક ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના વડા ઝિનપીંગ વચ્ચેની હતી. તેમાં હાજર ૪૦ અધિકારી પૈકી તે એકલાજ મહિલા અધિકારી હતા. બે મહાસત્તાના નેતાની બેઠકમાં એક મહિલા અધિકારી હોય તે મહિલાઓ માટે ગૌરવની બાબત છે. ત્યારે તેમના એક સાથીએ કહ્યું હતું કે તે તેમની બેઠક પર બરોબર છે. પછી તેમની ઓળખ આપવામાં આવી હતી.
RBIની AI કીલ સ્વિચ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દરેક બેંકોનેAI કીલ સ્વિચ સિસ્ટમ ઉભી કરવા જણાવી રહી છે. રિઝર્વ બેંક જે નવો પ્લાન બનાવી રહી છે તે માટે રીસ્ક મેનેજમેન્ટ કમિટીની એપ્રૂવલ લેવાઇ રહી છે. AI ની મદદથી જ્યારે કોઇ શંકાસ્પદ વ્યવહારો નજરમાં આવે કે તરતજ AI સ્વીચ ખાતું બંધ કરી શકે છે. હજુ આ સિસ્ટમ વિચારણા હેઠળ છે. કોઇ પણ ખાતામાં અચાનક બેલેન્સ વધે કે ધટે તે પર સિસ્ટમ નજર રાખશે અને જો બેંકને શંકાસ્પદ વ્યવહાર ગણાશે તો ઓટોમેટીકજ કીલ સ્વીચ કામ કરતી થશે અને ખાતું બંધ થઇ જશે. હજુ આ વાત કમિટીમાં ચર્ચાશે પછી આગળ વધશે.
સિસ્કો ૯૦,૦૦૦ સ્ટાફને AIથી સજ્જ બનાવશે
સિસ્કો કંપની તેના AI એજન્ટ સમાન ૯૦,૦૦૦ જેટલા સ્ટાફને ઓગષ્ટથી રોલઆઇટ કરશે. રોલઆઉટ એટલે તબક્કાવાર દરેક માટે AI ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવી . ટૂંકમાં દરેક સ્ટાફને AI થી સજ્જ બનાવશે. સિસ્કો કંપની સર્વાંગી રીતે AI નો ઉપયોગ કરવા જઇ રહી છે. અહેવાલો અનુસાર દરેક સ્ટાફને એક AI એજન્ટ કામ માટે સોંપાશે. સિસ્કો કંપની બહારની નવો સ્ટાફ લાવવો તેના બદલે વર્તમાન સ્ટાફને AI થી તૈયાર કરવામાં વધુ માને છે. કંપનીના ફાયનાન્સ અને રોજીંદા વ્યવહારોમાં AI નો કાયમી સ્તરે કંપની ઉપયોગ કરવા માંગે છે. કંપનીએ કહ્યું હતું કે હકાલ પટ્ટી કે લેઓફનું શસ્ત્ર સ્ટાફ પર ઉગામવું તેના બદલે રોલઆઉટ બહુ ઉપયોગી બની રહેશે.
જીસીસી સેન્ટરોએ પાંચ લાખને જોબ આપી
વિશ્વમાં કેટલીક કંપનીઓ સ્ટાફની સાગમટે હકાલપટ્ટી કરવામાં વ્યસ્ત છે તો બીજી તરફ જીસીસી તરીકે ઓળખાતા ગ્લોબલ કેપેબીલિટી સેન્ટર મારફતે વધુ જોબ ઉભી કરાઇ રહી છે. જીસીસીમા બેંગલુરૂ સેન્ટરે ૩૦ ટકા વધુ લોકોને જોબ આપી છે.ભારતના જીસીસી સેન્ટરોએે આ વર્ષે પાંચ લાખ લોકોને જોબ આપી છે. AI , ડેટા સાયન્સ અને ઓટોમેશન સ્કીલ ધરાવતા લોકોને નોકરીમાં વધુ ચાન્સ મળ્યો હતો. વ્હાઇટ કોલર જોબના માર્કેટમાં મંદી જોવા મળે છે પરંતુ જીસીસીએ આ વર્ષના પહેલા છ મહિનામાં ૨,૨૭,૯૯૧ લોકોને જોબ આપી હતી. જીસીસીની જોબમાં ૩૦ ટકા સાથે બેંગલુરૂ ટોપ પર છે તો ૧૫ ટકા સાથે હૈદ્રાબાદ બીજાનંબરે છે તો ત્રીજે પૂણે આવે છે.









