Business Plus

બજારની વાત

By GS Team
27 Sep 20264 mins read
TukuTouch Logo
મારુતિ સુઝુકીએ હરિયાણાના માનસેર ખાતે તેનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ યુનિટ 300 કિલોવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરશે, જે બ્લેન્ડેડ પેટ્રોલ સાથે બળતણ તરીકે ઉપયોગમાં લેવાશે. સફળતા બાદ કંપની ગુજરાત સહિતના પ્લાન્ટ્સને હાઇડ્રોજન આધારિત બનાવશે. ફોન-પે ડિજિટલ પેમેન્ટ નેટવર્ક વિસ્તૃત કરવા 20,000 લોકોની ભરતી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારની વાત

મારૂતિનો પહેલો હાઇડ્રોજન પ્લાંટ
મારૂતિ સુઝૂકીએ તેનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાંટ માનસેર ખાતે ગયા ગુરૂવારે શરૂ કર્યો હતો. હરિયાણાના માનસેર ખાતે શરૂ કરેલું યુનિટ ૩૦૦ કિલો વોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પન કરશે અને ત્યારબાદ તેને બ્લેન્ડેડ પેટ્રોલ સાથે મેળવીને બળતણના ઉપયોગમાં લેવાશે જેના કારણે કોઇ ધૂમાડો જોવા નહીં મળે. પ્રોજેક્ટમાં સફળતા બાદ મારૂતિ તેના હરિયાણા તેમજ ગુજરાતના પ્લાન્ટને હાઇડ્રોજનથી ચાલતા એકમો બનાવી દેશે. મારૂતિ તેના પ્રોડક્શનના કામમાં હાઇડ્રોજનનો તેમજ સોલાર પાવરનો ઉપયોગ કરશે. કંપનીએ બાયોગેસ પ્રોડક્ટ પર પણ ભાર મુક્યો છે. રીન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરીને કંપની તેના ઉપર શિફ્ટ થવા માંગે છે.
ફોન પે ૨૦,૦૦૦ની ભરતી કરશે
ફોન પે તેનું ડિજીટલ પેમેન્ટ નેટવર્ક ટાઉન લેવલે અને ગામડામાં વિસ્તરણ કરવા માંગે છે અને તે માટે કંપની પચાસ લાખ જેટલા પેમેન્ટ ડિવાઇસનું વિતરણ કરશે અને ૨૦,૦૦૦ લોકોની ભરતી કરશે. કંપની જે પેમેન્ટ ડિવાઇસ આપવાની છે તેમાં સ્માર્ટ સ્પીકર વગરે જોવા મળશે. ડિજીટલ પેમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે. નાના વેપારીઓને ગામાડામાં પડતી મુશ્કેલીઓને પણ ફોન-પે નો સેલ્સ સ્ટાફ નિવારવા જશે. ગામડામાં કંપની નાના દુકાનદારોને પેેમેન્ટ ડિવાઇસ આપીને અને તેમને મર્ચન્ટ સપોર્ટ પુરો પાડશે. મહત્વની વાત એ છે કે ફોન પે કંપનીના વિસ્તરણ સાથે ૨૦,૦૦૦ લોકોને જોબ પણ આપશે અને તે માટેની તર ટાઉન લેવલના લોકોને આપશે એમ માનય છે.
નવો ટ્રેન્ડ …ગ્રીન ટી, બ્લેક ટી કે હબર્લ ટી
ખાંડ કે ગોળ વાળી ચા પીવાના પરંપરાગત ટ્રેન્ડની બાદબાકી થઇ રહી હોય એવું લાગે છે. ડાયાટીશ્યન ગ્રીન ટી, બ્લેક ટી કે હર્બલ ટી પીવાનું સૂચન કરે છે. જે લોકોને હળવું પીણું રીફ્રેશમેન્ટ માટે પીવાનું હોય તેમના માટે ગ્રીન ટી બેલેન્સ ટાયટ માટે યોગ્ય કહી શકાય. બ્લેક ટીમાં ગ્રીન ટી કરતાં કેફીનનું પ્રમાણ થોડુ ંવધારે હોય છે. તેમાં પોલીફિનોલ્ નામનું તત્વ હોય છે. જોકે તેમાં સુગરનું પ્રમાણ કેટલું રાખવું તે મહત્વનું હોય છે. હર્બલ ટી ઉપરની બંને ટીથી અલગ છે કેમકે તે હર્બલમાંથી બને છે. તે ચા પત્તી સિવાયની ચીજોમાંથી બને છે. જે લોકો કેફીન ફ્રી ટી પીવા ઇચ્છે છે તેમના માટે હર્બલ ટી બેસ્ટ કહી શકાય. પરંતુ દરેકને તે માફક નથી આવતી. પ્રેગનન્સી વખતે ડોક્ટરની સલાહ લઇને તે પીવી જોઇએ.
પ.બંગાળમાં અદાણી ગૃપનું રોકાણ
અદાણી ગૃપ પ.બંગાળમાં એક ટ્રિલિયન રૂપિયા રોકવા જઇ રહ્યું છે. કંપનીનો હોસ્પિટલ પ્રોજેક્ટ ૧૦,૦૦૦ નવી જોબ ઉભી કરી કરશે. આ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલું નામ અદાણી આરોગ્ય મંદિર છે. કોલકત્તા નજીક ન્યુટાઇન ખાતે ૨૦૦૦ બેડની હોસ્પિટલનો પ્રોજક્ટ લોકો માટે બહુ ઉપયોગી થશે.બંગાળની સરકાર પણ નવા પ્રોજક્ટમાં રસ લઇ રહી છે. કહે છે કે પ.બંગાળના મુખ્ય પ્રધાને અદાણી ગૃપને રાજ્યમાં રોકાણ કરવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે અમેે રાજ્યમાં આધુનિક મેડીકેરની વ્યવસ્થા ઉભી કરવા માંગીએ છીયે. ટૂંકમાં તેનું ભૂમિપૂજન કરાશે. જેમાં અડધો અડધ બેડ આર્થિક રીતે ગરીબ લોકો માટે વિનામુલ્યે રખાશે.
NSE…સાડાચાર લાખ કરોડની માર્કેટ કેપ
સાડા ચાર લાખ કરોડની માર્કેટ કેપ સાથે નેશનલ સ્ટેાક એકસચેન્જ દેશની ૧૦મી સૌથી વધુ વેલ્યૂ ધરાવતી કંપની બની છે. કંપનીનો આઇપીઓ ૫.૭૧ ગણો ભરાયો હતો. સંસ્થાકીય રોકાણકારો એ તેમાં નોંધપાત્ર રોકાણ કર્યું હતું. આઇપીઓની શરૂઆતના દિવસોમાં રોકાણકારોને તે આકર્ષી શક્યો નહોતો એટલે તેના માટે ગાજ્યા મેધ વરસ્યાં નહીં તેમ કહેવાયું હતું. આઇપીઓ આવ્યા પહેલાં તેના શેરનું પ્રિમિયમ બોલાવા લાગ્યું હતું. હૂંડાઇ મોટર પછી આવેલો તે બીજા નંબરનો સૌથી મોટો આઇપીઓ હતો. કેટલીક કંપનીઓના આઇપીઓ બહુ મોટા પાયે ભરાશે એમ માનતું હોય છે પરંતુ રોકાણકારોના મૂડ પર બધો આધાર રહેલો હોય છે.
AI આધારીત મેચ મેકીંગ એપ
પરંપરાગત મેચ મેકીંગ એપ કરતાં હવે એઆઇ આધારીત એપ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ એપને રોકાણકારો પણ મળી રહ્યા છે. બેંગલુરૂ સ્થિત આ એપને લોકો પસંદ એટલા માટે કરશે કે તે પરફેક્ટ મેચ શોધી શકે છે. તેના વપરાશકાર સાથે ૧૫ મિનિટ વાત કરીને તે તેની પસંદગી જાણીને પ્રોફાઇલ તૈયાર કરી આપશે જેમાં વપરાશકાર નો ડેટીંગ હીસ્ટ્રી, પ્રાયોરીટી, પસંદ વગરેનો સમાવેશ કરાશે. આ એપના કો ફાઉન્ડર જશવીર સિંહ છે. તેમના જણાવ્યા અનુસાર વરાશકારને તેના મેચ મળે એટલે ૧૫ મિનિટમાં જાણ કરાય છે અને પછી બંને વચ્ચે મિટીંગ ગોઠવી અપાય છે.આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો તેમાં મહત્તમ ઉપયોગ કરાઇ રહ્યો છે.