Business Plus

બજારની વાત

By GS Team
10 Aug 20263 mins read
બજારની વાત

ભારતમાં માઇક્રોસોફ્ટનું ચોથું ડેટા સેન્ટર

સોફ્ટવેર જાયન્ટ માઇક્રોસોફ્ટે ચાર દિવસ અગાઉ હૈદ્રાબાદ ખાતે અત્યંત આધુનિક ડેટા સેન્ટર ખુલ્લું મુક્યું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં માઇક્રોસોફ્ટે ડેટા સેન્ટરો પર ભાર મુકીને નવા સંશોધનો, નવી ડિજીટલ સર્વિસ વગરેનો ભારતમાં વ્યાપ વધાર્યો છે. ભારતમાં માઇક્રોસોફ્ટના હવે ચાર ડેટા સેન્ટરો છે. જેમાં તાજેતરના હૈદ્રાબાદ ઉપરાંત પૂણે, ચેન્નાઇ અને મુંબઇનો સમાવેશ થાય છે. સરકારના આંકડા અનુસાર ભારતમાં ડેટા સેન્ટરોની ઓવરઓલ કેપેસીટી ૧૫૭૫ મેગા વોટ પર પહોંચી છે જે ૨૦૨૦માં ૩૭૫ મેગાવોટની હતી.

MRI મશીનો પર વિદેશી પ્રભુત્વ

મેગ્નેટીક રીસોનન્સ ઇમેજીંગ (MRI) બાબતે દરેક કુટુંબો પરિચિત છે. ટેસ્ટ બહુ કોમન બનતો જાય છે. પરંતુ આ સિસ્ટમનું પ્રભુત્વ કેટલીક મલ્ટી નેશનલ કંપનીઓ પાસે હતું. આ કંપનીઓ હેલ્થ સેક્ટરમાં શાર્ક માછલી સમાન હતી. જે તમામ નવા ઇનોવેશન ખરીદી લેતી હતી અને પોતાનું પ્રભુત્વ જળવાઇ રહે તેમ કરતી હતી. પરંતુ બેંગલુરૂના સ્ટાર્ટઅપે જ્યારે ભારતનું પહેલું મશીન બનાવ્યું ત્યારે તેને ખરીદવાના મલ્ટીનેશનલ ના પ્રયાસોને ટાટા ટ્રસ્ટ અને ઝોહાના શ્રીધર વેમ્બૂએ નિષ્ફળ બનાવ્યા હતા. દાયકાઓથી અમેરિકા, જર્મની, જાપાન, ઇટાલી મશીનો મોકલતા હતા. ભારતના મશીનના કારણે મલ્ટીનેશનલ કંપનીઓની મનમાની અટકશે અને MRIની કિંમતમાં પણ અડધો અડધ ફર્ક પડી શકે છે.

સ્માર્ટફોનનું રિફર્બિશ્ડ માર્કેટ

રિફર્બિશ્ડ એટલે જુનામાંથી નવું બનાવવું. તૂટેલા પાર્ટ્સ નવા નાખીને પ્રોડક્ટને નવા જેવી બનાવીને વેચવી. ઇલેકટ્રોનિક્સ માર્કેટ ખાસ કરીને સમાર્ટ ફોનના માર્કેટમાં નવા રિફર્બિશ્ડ ફોન જોવા મળી રહ્યા છે. વેપારી વર્ગ કહે છે કે સ્માર્ટફોનની ડિમાન્ડમાં ઘટાડો થતાં લોકો સસ્તામાં રિફર્બિશ સ્માર્ટફોન ખરીદવા તરફ વળ્યા છે. તેનાથી પૈસાની બચત પણ થાય છે અને બ્રાન્ડેડ ફોન રાખવાનું ગૌરવ પણ મળે છે. એક અહેવાલ અનુસાર દર વર્ષે ૨૦ ટકા જેટલા રિફર્બિશ સ્માર્ટફોન બજારમાં આવે છે. સ્માર્ટફોનની સપ્લાય ચેનમાં રિફર્બિશ પણ આવી રહ્યા છે કેમકે તેની ડિમાન્ડ વધી છે. રિફર્બિશ ફોન ખરીદવામાં કશું ખોટું નથી હોતું.

નોઇડાની કંપનીમાં જીન્સ પહેરનારની મશ્કરી

સોશ્યલ નેટવર્ક પર નવીસવી જોબ મેળવનારે પોતાની આપવિતી લખતા કહ્યું છેકે મને નોઇડાની એક કંપનીમાં જ્યારે જોબ મળી ત્યારે હું બહુ ખુશ હતો પરંતુ જેમ કોલેજોમાં નવા સ્ટુડન્ટનું રેગીંગ થાય એ રીતે મને કંપનીમાં રેગીંગનો અનુભવ થયો હતો. કંપનીમાં થોડા મોડા આવવા બદલ પગાર કપાઇ જતો હતો તો કંપનીએ ફાળવેલી કુપન અનુસાર મળવા પાત્ર ચા નાસ્તો મને આપવામાં નહોતો આવતો. ચાના કપ મારા સુધી આવતા પહેલાં ખલાસ થઇ જતા હતા. જ્યારે હું ઉપરી અધિકારીને ફરિયાદ કરતો ત્યારે જવાબ મળતો કે તમે અહીં ચા પીવા આવો છો? આ બધું તો ઠીક છે પરંતુ જ્યારે હું જીન્સ પહેરીને જોબ પર જતો ત્યારે સ્ટાફની મશ્કરીનો ભોગ બનતો હતો. ડેેનિમ પહેરીને જોબ પર ના અવાય આ કોઇ ક્લબ નથી.

સ્કાયરૂટના બે અબજ ડોલરના ફંડ માટે પ્રયાસ

હૈદ્રાબાદ સ્થિત સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટના વિક્રમ-વનની સફળતા પછી તે તેની વેલ્યુએશન બે અબજ ડોલર સુધી લઇ જવા પ્રયાસ કરી રહ્યું છે. સ્પેસ ટેકનોલોજી ક્ષત્રે ખાનગી કંપનીઓને મળી રહેલી સફળતાને જોઇને રોકાણકારો આકર્ષાયા છે.મે માસના ફંડીંગના રાઉન્ડ દરમ્યાન ૧.૧ અબજ ડોલર રોકાણ મેળવનાર સ્કાયરૂટ હવે બીજા રાઉન્ડ પર નજર રાખી રહ્યું છે. સામાન્ય રીતે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ બેંકરનો સંપર્ક કરતા હોય છે પણ સ્કાયરૂટે રોકાણમાં રસ ધરાવતા લોકોને તેમની શરતો સાથે આવકાર્યા છે. જેમની શરતો પરવડે એવી હશે તેનું રોકાણ તે લેશે. તે રોકાણકારોને કંપનીના બોર્ડ પર પણ લેવા તૈયારી બતાવશે. ગઇ૧૮ જુલાઇએ વિક્રમ-વનને મળેલી સફળતાએ સ્કાયરૂટનો ઉત્સાહ વધાર્યો છે.

SKIMS ભારતમાં પ્રવેશી રહ્યું છે

અમેરિકન બિઝનેસ વુમન કિમ કરદાશિયનનું SKIMS ભારતમાં પ્રવેશી રહ્યું છે. વુમન અંડર વેયર, શેપ વેયર અને લાઉન્જવેર (ઘરમાં આરામ કરતી વખતે પહેરવાના હળવા-આરામદાયક કપડાં) જેવી કેટેગરીના તૈયાર કપડાં જોવા મળશે. ભારતમાં તેના આઉટ લેટને ડીજીટલ સ્ટોર્સનું સંચાલન આરબીએલ (રીલાયન્સ બ્રાન્ડ લિમિટેડ)કરશે. પહેલાં તે મુંબઇ અને દિલ્હીમાં સ્ટોર્સ ખોલશે. તાજેતરમાં આ કંપનીએ દુબઇ, લંડન અને હોંગકોંગમાં સ્ટોર્સ ખોલ્યા છે. ૨૦૧૯માં કિમ કરદાશિયન અને જેન્સ ગ્રેડેએ SKIMS બ્રાન્ડની શરૂઆત કરી હતી.