Business Plus

બજારની વાત

By GS Team
2 Aug 20264 mins read
TukuTouch Logo
ભારતમાં ડાયટ કોકની અછતને કારણે ભાવમાં 10%નો વધારો થયો છે. મધ્યપૂર્વ યુદ્ધને લીધે એલ્યુમિનિયમ કેનની અછત થઈ છે, જેના પરિણામે કોકા-કોલા કંપનીએ ભાવ વધાર્યા છે. આ સિવાય, સિક્કિમના નાથુલા બોર્ડર પર ભારત-ચીન વચ્ચે 6 વર્ષ બાદ વેપાર માર્ગ ફરી શરૂ થયો છે, જે બંને દેશોના આર્થિક સંબંધો સુધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બજારની વાત
3-8 Vat Photo 1 Diat coke.jpg

અછતના નામે ભાવ વધારો

ભારતમાં ડાયટકોકની અછત જોવા મળી રહી છે જેના કારણે તેની કિંમતમાં વધારો જોવા મળે છે. ડાયટકોક આર્થિક રીતે સમૃધ્ધ લોકોની પસંદ છે. તેની અછત ઉભી થતા તે સમાચારોમાં છે.મધ્યપૂર્વના વિસ્તારોમાં ચાલતા યુધ્ધના કારણે એલ્યુમિનિયમ કેનની અછત ઉભી થઇ છે. ડાયટ કોકનું પેકિંગ વ્હાઇટ કેનમાં આવતું હોય છે. વ્હાઇટ કેનનો સપ્લાય ઓછો થતાં કંપનીએ કેનની સાઇઝ મોટી કરી હતી અને તેના ભાવમાં પણ વધારો કર્યો હતો. કોકોકોલા કંપનીએ કહ્યું છે કે અમે ભારતના ગ્રાહકો માટે ડાયટ કોકમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. મધ્યપૂર્વના યુધ્ધની આડકતરી અનેક અસરોમાંની એક એલ્યુમિનિયમ કેન પણ છે. બજારના જાણકારો કહે છે કે મધ્યપૂર્વના યુધ્ધની અસરોને આગળ ધરીને કંપનીએ ૧૩.૬ ટકાનો વધારો કરીને લોકોને ખંખેરી લીધા છે.

3-8 Vat photo train pooja.jpg

ચાલુ ટ્રેને દિવો પ્રગટાવી આરતી કરનારા

રેલ્વેના પ્રવાસીઓનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. રેલ્વે સત્તાવાળાઓ વિવિધ સવલતો આપીને પ્રવાસીઓનો પ્રવાસ રાહત ભર્યો બનાવી રહ્યા છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ ચાલુ ટ્રેને તેમની રોજીંદી ભક્તિને છોડવા તૈયાર નથી હોતા. તાજેતરમાં એક વિડીયો એવો જોવા મળ્યો કે તેમાં ઉપલી બર્થમાં બેઠેલ એક વ્યક્તિએ તેના થેલામાંથી ભગવાનની મૂર્તિકાઢીને તેની ઘંટડી વગાડીને પૂંજા કરી અને પછી દિવો પ્રગટાવીને તેમાં કપુર નાખીને આરતી કરવી શરૂ કરી હતી. જોતજોતામાં કપુરના કારણે આસપાસ ધૂમાડો પ્રસરવા લાગ્યો હતો. પ્રવાસીઓએ બૂમાબૂમ કરી હતી કે ડબામાં આગ લાગશે પણ પેલા ભાઇએ આરતી ચાલુ રાખી હતી. છેલ્લે ઉશ્કેરાયેલા લોકોએ એક હાથે દિવો ઓલવ્યો હતો અને બીજા હાથે પેલા ભાઇના ગાલ લાલ કરી નાખ્યા હતા. સેફ્ટીના પાઠ ભણાવવા જરૂરી છે.

3-8 Vat CBIZ.jpg

CBIZ પાંચ અબજ ડોલરમાં વેચાઇ ..શેરહોલ્ડરો ખુશ

અમેરિકામાં ટોપ ફાઇવમાં આવતી એકાઉન્ટીંગ સર્વિસ CBIZ પાંચ અબજ ડોલરમાં વેચાઇ ત્યારે વિશ્વનું તે સોદા તરફ ધ્યાન ખોંચાયું હતું. CBIZ કંપનીના શેરહોલ્ડરોને આ સોદાથી ૧૭ ટકા વધારાના પ્રિમિયમનો લાભ મળ્યો હતો. CBIZ ખરીદનાર કંપની ગ્રાન્ટ થોર્ન્ટનનું કામ ૨૦ દેશોમાં પ્રસરેલું છે. CBIZ ખરીદ્યા પછી ગ્રાન્ટ થોર્ન્ટન કંપની અમેરિકામાં પ્રોફેશનલ એકાઉન્ટ સર્વિસ પ્રોવાઇડર તરીકે અમેરિકામાં પાંચમાં નંબરે આવી ગઇ છે. આ સોદાથી CBIZ ના શેરહોલ્ડર્સ ખુશ એટલા માટે છે કે તેમને દરેક શેર દીઠ ૫૫ ડોલર મળ્યા છે. આ સોદા બાદ ગ્રાન્ટ થોર્ન્ટન કંપનીની આવક ૭.૫ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. અમેરિકાની ટોપની અન્ય ચાર એકાઉન્ટ કંપનીઓમાં Deloitte, EY, KPMG અને PwCનો સમાવેશ થાય છે.

3-8 Monday Purti Vat Nathula.jpg

ભારત અને ચીન વચ્ચેનો વેપાર માર્ગ ફરી શરૂ

સિક્કીમના નાથુલા સરહદેથી ભારત અને ચીન વચ્ચેનો વેપાર માર્ગ ફરી છ વર્ષ બાદ ખુલ્લો થયો છે. વેપાર માર્ગ ખુલ્લો કરાતા સરહદેથી માલની હેરફેર વધશે. જેના કારણે સિક્કિમના આર્થિક તંત્રને વેગ મળશે. બે દેશ વચ્ચેની તંગ સ્થિતિ અને કોરોનાના કારણે માર્ગ બંધ કરાયો હતો. આ માર્ગ ખુલ્યો છે તેનો એ અર્થ કરવાનો કે ભારત અને ચીન વચ્ચેના આર્થિક સંબંધો સુધરી રહ્યા છે. માર્ગ ખુલ્લો મુકાયો ત્યારે સિક્કીમના કોમર્સ ડિપાર્ટમેન્ટે રાખેલા કાર્યક્રમમાં ભારત અને ચીનના અધિકારીઓ સામેલ રહ્યા હતા. ભારત અને ચીન વચ્ચેના વેપાર માટે નક્કી કરાયેલી કોમોડીટીની આ માર્ગે હેરાફેરી થઇ શકશે.

3-8 Monday Vat CAR flood.jpg

ભરાયેલા પાણીમાં ડૂબેલી કારના વિમાની વિમાસણ

આજકાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે પાણી ભરાતા મોટરકારના માલિકોને વધુ નુકશાન થયું છે. પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ડૂબાડૂબ જોવા મળી હતી. લોકો એમ માનતા હતા કે કારનો ફૂલ વિમો છે માટે વિમો પાસ થશે પરંતુ વિમા કંપનીઓ વિવિધ ક્લોઝ હેઠળ વિમો પાસ કરતા નથી. આપણે ત્યાં દરેક વિમા કંપનીઓ એવો સ્ટાફ રાખે છેકે તે વિવિધ કારણો બતાવીને વિમો પાસ થવા દેતા નથી. વરસાદી પાણીમાં ડૂબેલી કારનો વિમો ભાગ્યેજ પાસ કરાય છે. જો કાર માલિકે વિમો ઉતરાવતી વખતે ભરાયેલા પાણી કે પુરના પાણી વગેેરની સ્પષ્ટતા કરી હોય તોતે ફાવી શકે છે. જેમ લોકોના આરેાગ્ય વિષયક વિમા અટકાવાય છે એમ કારના વિમા પણ અટકાવાય છે. કાર ઇન્સ્યોરન્સ ઉતારતી કંપનીઓ ગ્રાહકોનો ભરોસો જીતી શકી નથી.

3-8 Monday Vat amazone.jpg

એમેઝોને ઓપન AIમાં ૫૦ અબજ ડોલરનું રોકાણ પુરૂં કર્યુ

એમેઝોને ઓપન AI માં ૫૦ અબજ ડોલરના રોકાણનું પ્રોમીસ પુરૂં કરી દીધું છે. પ્રથમ તબક્કામાં ૧૫ અબજ ડોલર અને ત્યારબાદ બીજા તબક્કામાં ૧૩.૭ અબજ ડોલર જ્યારે બાકીના ૨૧.૩ અબજ ડોલર ૩૦ જુને ચૂકવીને રોકાણનો આંક પુરો કર્યો છે. કહે છેકે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે એમેઝોનનુ આ સૌથી મોટું રોકાણ છે. ચેટ જીપીટી વાળા આઇપીઓની તૈયારી કરી રહ્યા છે. ચેટજીપીટીના દર અઠવાડિયે એક અબજ જેટલા વપરાશકારો છે. તેને શરૂ થયે ત્રણ વર્ષ થયા છે છતાં તે યુ ટયુબ, ઇન્સ્ટાગ્રામ વગેરે કરતાં આગળ નીકળી ગયું છે.