Business Plus

જ્હોન્સન : જ્હોન્સન બેબી પાવડરના અમેરિકામાં 52,668 કરોડ રૂપિયા ચૂકવાશે પણ ભારતના વપરાશકારોને કાણી પૈ નહીં મળે

By GS Team
2 Aug 20266 mins read
TukuTouch Logo
જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની અમેરિકાના બેબી પાવડર વપરાશકર્તાઓને 52,668 કરોડ રૂપિયા ચૂકવશે. કેન્સર થતા 72,000 કેસ થયા બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે, ભારતમાં પણ આ પાવડરનો વ્યાપક ઉપયોગ થયો હોવા છતાં, ભારતીય ગ્રાહકોને કોઈ વળતર મળશે નહીં. આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય ગ્રાહકોને અન્યાય કરતી હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્હોન્સન : જ્હોન્સન બેબી પાવડરના અમેરિકામાં 52,668 કરોડ રૂપિયા ચૂકવાશે પણ ભારતના વપરાશકારોને કાણી પૈ નહીં મળે
  • કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
    જહોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાવડરના અમેરિકાના વપરાશકરોને લાખેા ચૂકવશે ભારતના ગ્રાહકોને ડીંગો બતાવશે તે બહુ આઘાતજનક વાત બની છે. જે પાવડરથી કેન્સર થાય છે તે પાવડર ભારતના બાળકો પર પણ વપરાયો હતો છતાં ભારતના બાળકોને વળતર આપવા વિચારાયું નથી.
    વિશ્વમાં બહુ પ્રખ્યાત એવી અમેરિકી કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી પાવડરનો ઉપયોગ માત્ર અમેરિકા નહોતું કરતું પણ ભારતના અનેક ઘરોમાં પણ જોહન્સન એન્ડ જોહન્સન બેબી પાવડરનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. ભારતમાં દરેક માતા પોતાના બાળકને સ્નાન કરાવ્યા બાદ જ્હોન્સન બેબી પાવડર છાંટીને તેને રૂપાળો બનાવવા પ્રયાસ કરે છે. હવે જ્યારે જ્હોન્સ બેબી પાવડરથી કેન્સર થાય છે એમ સાબિત થયા બાદ કંપની સામે ૭૨,૦૦૦ જેટલા કેસ થયા છે. લાંબા વિવાદ બાદ કંપની દાવો કરનારા લોકોને ૫૨,૬૬૮ કરોડ રૂપિયા જેવી જંગી રકમ ચૂકવવા તૈયાર થઇ છે.

ભારતમાં લોકો માત્ર જ્હોન્સન બેબી પાવડરનો ઉપયોગ નહોતા કરતા પણ ભારતમાં તો મહારાષ્ટ્રમાં જ્હોન્સન બેબી પાવડર બનાવવાનું કારખાનું પણ ઉભું કરાયું હતું છતાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની જે જંગી વળતર ચૂકવશે તેમાં ભારતના વપરાશકારોને ડીંગો મળવાનો છે. ટૂંકમાં ભારતના વપરાશકારોનો ખ્યાલ નથી રખાયો. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્હોન્સન બેબી પાવડરનો ઉપયોગ તો ભારતમાં પણ કરાતો હતો તો પછી ભારતીયોને વળતર શા માટે નથી ચૂકવાતું?
અમેરિકામાં બેબી પાવડરના વપરાશકાર હોય કે ભારતના વપરાશકાર હોય પરંતુ શરીર તો દરેકનું એક સરખું જ છે. જ્યારે બાળકના શરીર પર છાંટવાનો પાવડર કેન્સર નોંતરી શકે તો તે માત્ર અમેરિકાના બાળકના નહીં પણ ભારતના બાળકોને પણ અસર કરી શકે છે.
વૈશ્વિક કંપનીઓ વારંવાર વિદેશોમાં પોતાની ભૂલો કબૂલીને મોટો સેટલમેન્ટ ચૂકવે છે, પરંતુ ભારતીય ગ્રાહકોને ભાગ્યે જ વિદેશના વપરાશકારો જેવું વળતર મળે છે. જોહન્સન એન્ડ જોહન્સને તેના ટેલ્ક પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા દાવાઓ પર યુએસમાં હજારો કેસો પતાવવા માટે ૫.૫ અબજ ડોલર ચૂકવવાની ઓફર કરી છે. એપલ તાજેતરમાં તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-સંચાલિત સિરી (જીૈિૈ) ફીચર્સની ક્ષમતાઓ વિશે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આરોપો અંગેની પ્રસ્તાવિત ક્લાસ-એક્શન સેટલમેન્ટ માટે સંમત થયું છે.
વિશ્વભરમાં, ગ્રાહકો દ્વારા ખામીયુક્ત ઉત્પાદનો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અથવા ગોપનીયતાના ભંગને પડકાર્યા પછી એરલાઇન્સ, ટેકનોલોજી ફર્મ્સ અને કન્ઝયુમર બ્રાન્ડ્સે મોટા વળતરના દાવાનો સામનો કરવો પડયો છે.
આમાંની ઘણી કંપનીઓ ભારતમાં પણ કામ કરે છે. ભારતીય ગ્રાહકો સમાન સ્માર્ટફોન ખરીદે છે, તે જ એપ વાપરે છે, સમાન એરલાઇન્સમાં ઉડે છે અને સમાન ઉપભોગતા વસ્તુઓ ખરીદે છે. છતાં પણ ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ફ્લાઇટમાં વિક્ષેપ, સેવાકીય ક્ષતિઓ અને પ્રોડક્ટની સમસ્યાઓ અંગેની ફરિયાદો હોવા છતાં, ભારતીય ગ્રાહકો માટે મોટા પાયે વળતર દુર્લભ રહ્યું છે.
હકીકત એ છે કે ભારતના ગ્રાહકોની ફરિયાદને મોટી કંપનીઓ ગાંઠતી નથી. કેટલાક દેશોમાં ગ્રાહકોને મોટા વળતર મળે છે જ્યારે ભારતમાં મોટાભાગે પ્રમાણમાં મામૂલી રાહત માટે લાંબી કાનૂની લડાઈ લડવી પડે છે? તાજેતરમાં વડાપ્રધાન મોદીને ફેસબુક પરના વિડિયોની વિગતો બાબતે પર ફરિયાદ કરાઇ ત્યારે ફેસબુકે મનમાની કરતા તેના એક્ઝિક્યુટીવને દિલ્હી બોલાવીને તતડાવવા પડયા હતા.
બહુરાષ્ટ્રીય કંપનીઓ વિદેશમાં મોટા સેટલમેન્ટ માટે સંમત થાય છે કેમ કે સૌથી મોટું કારણ કાનૂની માળખું તેમને માફ કરવા તૈયાર નથી હોતું.
અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં, એક જ મુદ્દાથી પ્રભાવિત લાખો ગ્રાહકો તેમના દાવાઓને એક જ કેસમાં જોડી શકે છે. આ કંપનીઓ માટે નાણાકીય જોખમમાં નોંધપાત્ર વધારો કરે છે, જેનાથી મોટા સેટલમેન્ટ વ્યાવસાયિક રીતે વ્યવહારુ બની જાય છે.
જોકે ભારત દેશ વિદેશી કંપનીઓ સાથે બહુ કાયદાકીય મથામણમાં પડતું નથી.
ભારતમાં એક ટેકનોલોજિસ્ટે પોતાની પેટન્ટ ગુગલે વાપરી હોવાનો દાવો કર્યો હતો. અમેરિકાની કોર્ટમાં તે દાવો જીતી ગયા હોવા છતાં કંપનીને નોટિસ મોકલવા લાખો ડોલર ખર્ચવા પડે છે. દશ વર્ષથી ચાલતા આ કેસનો હજુ નિવેડો નથી આવ્યો. જો આજ કેસ કોઇ અમેરિકી નાગરિકે કર્યો હોત તો કંપનીએ સેટલમેન્ટ કરી નાખ્યું હોત.
ભારતના ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ એ ગ્રાહક અધિકારોને મજબૂત કર્યા છે અને ચોક્કસ સંજોગોમાં ગ્રાહકોના વર્ગ વતી ફરિયાદો દાખલ કરવાની જોગવાઈ કરે છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે કાનૂની માળખું હજુ પણ યુએસ જેવા દેશોમાં જોવા મળતી પરિપક્વ ક્લાસ-એક્શન સિસ્ટમ્સથી નોંધપાત્ર રીતે અલગ છે. ભારતના કાનૂની માળખાની રચના આ તફાવત પાછળનું સૌથી મોટું કારણ છે.
શું ભારતીય ગ્રાહકો વાસ્તવિક રીતે સામૂહિક વળતર માગી શકે કે કેમ તેના જવાબમાં કહી શકાય કે જ્યારે ભારતમાં સમાન ફરિયાદો ધરાવતા ગ્રાહકોને સામૂહિક કાર્યવાહી કરવા દેતી જોગવાઈઓ છે, નિષ્ણાતો કહે છે કે સ્થાપિત ક્લાસ-એક્શન સિસ્ટમ ધરાવતા દેશોની સરખામણીમાં વ્યવહારમાં આવું કરવું ખૂબ મુશ્કેલ છે.
'સામૂહિક વળતર કાનૂની રીતે શક્ય છે પરંતુ વ્યવહારિક રીતે મુશ્કેલ છે. સમાન રસ ધરાવતા ગ્રાહકો સંયુક્ત ફરિયાદો નોંધાવી શકે છે, અને જ્યાં શરતો પૂરી થાય છે ત્યાં કાયદો ગ્રાહકોના વર્ગ વતી કાર્યવાહીની મંજૂરી આપે છે. કંપની અને સિક્યોરિટીઝ કાયદો પણ અમુક પરિસ્થિતિઓમાં જૂથ કાર્યવાહી પર વિચારણા કરે છે,' તેમણે કહ્યું.
ભારતની સુપ્રીમ કોર્ટના એડવોકેટો કહે છે કે આ મુદ્દો દેખાય છે તેના કરતાં કાનૂની રીતે વધુ જટિલ છે.
કાયદાના એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર બહુરાષ્ટ્રીય કંપનીઓ દરેક દેશના કાયદા દ્વારા સંચાલિત થાય છે જ્યાં તેઓ કાર્ય કરે છે, જેનો અર્થ એ થાય છે કે એક અધિકારક્ષેત્રમાં થયેલા સેટલમેન્ટ આપોઆપ અન્યત્ર કાનૂની જવાબદારીઓ ઉભી કરતા નથી.
'એક મલ્ટિનેશનલ કોર્પોરેશન દરેક દેશના વૈધાનિક અને નિયમનકારી માળખાથી બંધાયેલું છે જેમાં તે કાર્ય કરે છે. પરિણામે, એક અધિકારક્ષેત્રમાં સેટલમેન્ટ અથવા વળતર કાર્યક્રમ આપોઆપ બીજે ક્યાંય અનુરૂપ કાનૂની જવાબદારી ઉભી કરતો નથી.'
નિષ્ણાતો માને છે કે ભારતના સામૂહિક ગ્રાહક નિવારણ તંત્રને મજબૂત કરવાથી વળતર મેળવવાની ગ્રાહકોની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.
બેબી પાવડર માર્કેટીંગના જોરે ચાલતા આવ્યા છે. દરેક માતાના પોતાના બાળકને રૂપાળું બનાવવા ઇચ્છે છે. અમેરિકી કંપનીએ જાહેરખબરો કરીને ઘેર ઘેર પોતાનું નામ ગાજતું કરી દીધું હતું. જોકે અબજો કમાતી કંપની હવે નાદારી નોંધાવા ફાંફે ચઢી છે. ભારતની જે માતાઓ પ્રેમ પૂર્વક પોતાના વહાલા બાળકને જ્હોન્સન બેબી પાવડર લગાડતી હતી તે પાવડર જોખમી હતો તેની કોઇને ખબર નહોતી. કોર્પેારેટ કંપનીને ટોપ પરથી નીચે ધકેલી દેનાર કેટલાક જાગૃત નાગરિકોએ કંપનીને કાયદાની એવી ભીંસમાં લાવી મુકી હતી કે કોર્ટે તેને ૫.૫ અબજ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ૭૬,૦૦૦ દાવાઓએ જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીની પોલ ખોલી નાખી હતી.
ઇતિહાસમાં કોર્પોરેટ જગતના ઇતિહાસમાં આ સૌથી મોટી ચૂકવણી બનશે કેમ કે જ્હોન્સન એન્ડ જ્હોન્સ કંપનીનો બેબી પાવડર ઘેર ઘેર જાણીતો છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની પર ટેલ્ક-આધારિત બેબી પાવડરથી ઓવેરિયન કેન્સર (અંડાશયનું કેન્સર) થવાના આક્ષેપે ખળભળાટ મચાવી દીધો છે. આ સૌથી મોટા ચુકવણાં માટે ૫.૫ બિલિયન ડોલર (અંદાજે ૫૨,૬૬૮ કરોડ રૂપિયા) ચૂકવવાની ઓફર કરી છે.
પોતાના ટેલ્ક-આધારિત બેબી પાવડર સાથે જોડાયેલા હજારો દાવાઓને નિપટાવવા માટે જ્હોન્સન એન્ડ જ્હોન્સનની અંદાજે ૫.૫ બિલિયન ડોલર ચૂકવવાની દરખાસ્ત એ અમેરિકામાં અબજો ડોલરના કોર્પોરેટ સેટલમેન્ટ્સની વધતી જતી યાદીમાં નવો ઉમેરો છે.
આ ચુકવણું ખૂબ જ મોટું છે. પરંતુ અત્યાર સુધીના કેટલાક સૌથી મોટા કોર્પોરેટ સેટલમેન્ટ્સ સાથે સરખામણી કરવામાં આવે તો, તે હજુ પણ પર્યાવરણીય આપત્તિઓ અને ખામી ભરેલા ઉત્પાદનો ધરાવતા કેટલાક કિસ્સામાં જંગી ચૂકવણું કરાયું હતું.
પ્રસ્તાવિત કરાર મુજબ, જ્હોન્સન એન્ડ જ્હોન્સન ૨૦૨૭માં આશરે ૩ બિલિયન ડોલર ચૂકવશે, અને બાકીની રકમ ૨૦૨૮ માટે ચૂકવશે એમ કહે છે.
આ કરાર ત્યારે જ અમલી બનશે જ્યારે દાવો કરનારા પૈકી ૯૫% દાવેદારો તેમાં ભાગ લેવા સંમત થાય. ચુકવણું નિશ્ચિત મર્યાદાને બદલે લાયક ઠરતા દાવાઓની સંખ્યા પર આધારિત હોવાથી આ કેસમાં કુલ ચુકવણું અંતે ૭ અબજ ડોલર કરતાં પણ વધી શકે છે.
જંગી ચૂકવણીથી બચવા જ્હોન્સન અન્ડ જ્હોન્સને નાદારી નોંધાવવાના ત્રણ પ્રયાસ કર્યા હતા પરંતુ તે ફાવી શકી નહોતી.
જેના કારણે વઃવ ને ફરીથી વાટાઘાટોના ટેબલ પર આવવાની ફરજ પડી હતી.