Business Plus

કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગેની માહિતી

By GS Team
1 Nov 20261 min read
TukuTouch Logo
ધીરુભાઈ પારેખના ઔદ્યોગિક માર્ગદર્શન મુજબ, ફ્લોરાઈડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન યુક્ત ટૂથપેસ્ટ દાંતના સડા, મજબૂતી અને રોગોમાં અસરકારક છે. ફ્લોરાઈડ દાંતના ઉપરના પડને સખત બનાવે છે. બાળકોના દાંત માટે વિશેષ ઉપયોગી ફ્લોરાઈડ 0.5 થી 1 mg પ્રમાણમાં હોય છે. જોકે, પીવાના પાણીમાં 1.0 થી 2.0 mg/લિટરથી વધુ ફ્લોરાઈડ દાંત પર ડાઘ કરી શકે છે. કેલ્શિયમ દાંત અને પેઢાને મજબૂત બનાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગેની માહિતી
  • ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
    ફ્લોરાઈડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન યુક્ત ટૂથપેસ્ટ દાંતનો સડો, દાંતની મજબૂતી, તેમજ દાંતના રોગોમાં અકસીર સાબિત થયેલ છે. સાથે ફ્લોરાઈડ દાંતના ઉપરના પડના પદાર્થને સખત બનાવે છે. તેમજ દાંતના હાડકાંના સડાને ઓછો કરવામાં મદદરૂપ બને છે.
    ફ્લોરાઈડ : ફ્લોરાઈડ યુક્ત ટૂથપેસ્ટમાં ફ્લોરાઈડ પ્રમાણ લગભગ (૦૫ થી ૦૧ એમજી) જેટલું હોય છે.
    તેમજ પબ્લીક ડ્રીન્કીંગ વોટર સપ્લાયમાં (૧ એમજી) જેટલું ફ્લોરીન સોલ્ટ ઉમેરવામાં આવે છે.
    જે દાંતના રોગોને અસરકારક રીતે ઓછો કરવામાં મદદરૂપ બને છે. તેમાંયે બાળકોના દાંત માટે ખાસ ઉપયોગી સાબિત થયેલ છે.
    ર્ફ્લોરિડેટીંગ કમ્પાઉન્ડ ટૂથપેસ્ટ અને ડેન્ટ્રીફીક તેમજ ડ્રીન્કીંગ વોટર માટે ઉપયોગમાં લેવાય છે. ડ્રીન્કીંગ વોટરમાં થોડું પણ વધારે એટલે કે (૧.૦ થી ૨.૦ એમ.જી./૧ લીટરે) સોલ્યુબલ ફ્લોરાઈડ હોય તો દાંતની સપાટી ઉપર ટપકાં, ટપકાં બાઝી જતાં હોય છે. સાથે નેચરલ શાઈન, દાંતની લસ્ટર, તેમજ દાંત-ચોકલેટ પ્રકારના વાઈટ, બ્રાઉન, યેલો અથવા બ્લેક પ્રકારના થઈ જાય છે.
    કેલ્શિયમ : કેલ્શિયમ એ એક સ્ટેબલ, કોમન, ડીસ્પર્સ્ડ મટિરીયલ જે નેચરલ પદાર્થ છે. કેલ્શિયમ દાંતની મજબૂતીમાં વધારો કરે છે. તેમજ દાંતના પેઢાને સખત બનાવવામાં મદદરૂપ બને છે. કેલ્શિયમથી દાંતના હાડકાં મજબૂત બને છે.
    ( ક્રમશઃ)