નેનો-ટેકનોલોજી બેઝ-સન-સ્ક્રીન ક્રીમ અંગે માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
નેનો-પાર્ટીકલ યુ.વી. સન સ્ક્રીન ક્રીમ :
યુવી સન સ્ક્રીનમાં જે પદાર્થો વપરાય રહ્યાં છે. તે પદાર્થો મોટા સ્વરૂપમાં હોય છે. તે રાસાયણિક રીતે અક્રિયાસિલ રહેતા હતા પરંતુ નેનો-પાર્ટીકલ સ્વરૂપે આ પદાર્થો વધારે સક્રિય બન્યા છે. નેનો-સ્કેલની ઉત્પાદન પ્રક્રિયામાં જે પદાર્થ વાપરવામાં આવે છે તેના ગુણધર્મો બદલાઈ જતાં હોય છે. જેવાં કે ટીટાનિયમ ડાયોક્સાઈડ ને બદલે નેનો-પાર્ટીકલ ટીટાનિયમના માઈક્રો-ફાઈન કણો વડે બનેલ સન-સ્ક્રીન ચામડી ઉપર એક ફીલ્મ બનાવી ચામડીને પ્રોટેક્ટ કરે છે. જે સૂર્ય-પ્રકાશના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે છે. આ પ્રકારની સન-સ્ક્રીનને તડકામાં નિકળતા પહેલા શરીરના ખુલ્લા રહેતા ભાગ ઉપર લગાવવાથી ચામડીના બાહ્ય ભાગ ઉપર પ્રોટેક્ટ કરે છે.
નેનો-ટેકનોલોજી બેઝ-સન-સ્ક્રીન ક્રીમ :
ટીટાનિયમ ડાયોક્સાઈડ : આ પ્રોડકટ્સ બે ગ્રેડમાં ઉપલબ્ધ હોય છે. (૧) રૂટાઈલ અને (૨) એન્ટાસે જે માઈક્રો ફાઈન સફેદ પાવડર હોય છે. ટીટાનિયમ ડાયોક્સાઈડનો વધારે પડતો ઉપયોગ વાઈટ પિગમેન્ટ, પેપર, રબ્બર, પ્લાસ્ટીક, કોસમેટીક જેવાં ઘણા પ્રોડક્ટસમાં વપરાય છે. ટીટાનિયમ ડાયોક્સાઈડ સન-સ્ક્રીન ક્રીમમાં એક એક્ટિવ ઈનગ્રેડીએન્ટની ભૂમિકા ભજવે છે.
સન-સ્ક્રીન એજન્ટ : ૨, ૪ ડાયહાઈડ્રોક્સી બેન્ઝોફીનોન-૧, ૨, હાઈડ્રોક્સી-૪, મેથોક્સી બેન્ઝોફીનોન-૩, ૨, હાઈડ્રોક્સી-૪ મેથોક્સી બેન્ઝોફીનોન-૫-સલફોનિક એસિડ-૪, ૨, હાઈડ્રોક્સી-૪ ઓક્ટોક્સી બેન્ઝોફીનોન-૧૨.
(ક્રમશઃ)









