Business Plus
એલો વેરા જેલ અને શેમ્પૂ અંગે માહિતી
By GS Team
19 Jul 20261 min read
ઔદ્યોગિક માર્ગદર્શન હેઠળ ધીરુભાઈ પારેખે એલોવેરાની નવી ટેકનોલોજી વિશે જણાવ્યું છે. એલોવેરાનું કોટિંગ ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવામાં મદદ કરે છે, ખાસ કરીને ગરમીમાં. તે સૂર્યના પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે. ઉપરાંત, એલોવેરા સૌંદર્ય પ્રસાધનોમાં પણ વપરાય છે. DL-પેન્થેનાઇલ ઇથાઇલ ઇથર સાથેનું એલોવેરા મોઈશ્ચરાઇઝિંગ જેલ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે અને ચાંઠાના નિશાન દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
એલો વેરા નવી ટેકનોલોજી તરીકે વિશ્વમાં ઉભરી રહ્યું છે. જેમાં ફ્રૂટ અને વેજીટેબલને લાંબા સમય સુધી તરોતાજા રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
જેમાં ફ્રૂટ અને વેજીટેબલ ઉપર એલો-વેરાનું કોટિંગ આપવાથી ફ્રૂટ અને વેજીટેબલ લાંબા સમય સુધી સ્વાદ તેમજ બીજા કોઈપણ ફેરફાર વગર તરોતાજા રાખવામાં આશીર્વાદ રૂપ બને છે. ફ્રૂટ અને વેજીટેબલ ગરમીના દિવસોમાં જલદીથી ખરાબ થતાં હોય છે.
પરંતુ એલો-વેરા કોટિંગ સાથે ફ્રુટ અને વેજીટેબલ સૂર્યના પારજાંબલી કિરણોનું અવિશેષણ કરશે જેથી ખરાબ થવાની શક્યતામાં ઘટાડો થશે. તેવી જ રીતે એલો વેરાનો સૌંદર્ય પ્રસાધનોમાં પણ ખૂબ જ મોટો ફાળો છે. તેવા જ સૌંદર્ય પ્રસાધનો વિશે લખીશું.
એલો-વેરા મોઈશ્ચરાઇઝીંગ જેલ વીથ ડીએલ-પેન્થેનાઇલ ઇથાઇલ ઇથર ઃ
ડીએલ-પેન્થેનાઇલ ઇથાઇલ ઇથર ઃ આ રસાયણ મોઇશ્ચરાઇઝીંગ એજન્ટ છે. સાથે બી-૫ વિટામીન સોર્સ ધરાવે છે. જે સ્ક્રીન કેર અને હેર કેર માટે અતિસુંદર સાબિત થયેલ છે. આ રસાયણ ત્વચા પરના ચાંઠાના નિશાનને દુર કરવામાં મદદ કરે છે. તેવા જ મોઇશ્ચરાઇઝીંગ જેલ વીશે લખીશું.
એલો વેરા મોઇશ્ચરાઇઝીંગ જેલના કી-ઇનગ્રેડીએન્ટ ઃ એલો વેરા જ્યુસ, ડીએલ પેન્થેનાાલિ ઇથાઇલ ઇથર, કાર્બોમર, ટ્રાય ઇથેનોલએમાઇન, મિથાઇલ સેલિસાઇલેટ, મિથાઇલ પારા હાઈડ્રોક્સી બેન્ઝોએટ, ડી.એમ.વોટર, કલર અને પરફ્યુમ્સ વડે આ મોઇશ્ચરાઇઝીંગ જેલ બનાવી શકાય છે.