Business Plus

એશિયાના ત્રણ મોટા અર્થતંત્રોમાં ભારતની થઈ રહેલી પીછેહઠ

By GS Team
5 Jul 20263 mins read
TukuTouch Logo
જાપાન અને ચીન સામે ભારત આર્થિક રીતે કેમ પાછળ છે? ધવલ મહેતાએ આ અંગે વિશ્લેષણ કર્યું. 1945માં વિશ્વયુદ્ધ હાર્યા બાદ જાપાને બુદ્ધિસ્ટ કલ્ચરનો ઉપયોગ કરી પ્રગતિ સાધી, જ્યારે ચીન 2000 સુધીમાં GDPમાં બીજા ક્રમે પહોંચી ગયું. ભારતે વસ્તીવધારા પર ધ્યાન ન આપતા, 2026માં 147 કરોડ વસ્તી સાથે પ્રથમ ક્રમે છે. જાપાનની માથાદીઠ આવક $35,703, ચીનની $14,874, જ્યારે ભારતની માત્ર $2813 છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયાના ત્રણ મોટા અર્થતંત્રોમાં ભારતની થઈ રહેલી પીછેહઠ
  • અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
    એશિયાના ત્રણ મોટા અર્થતંત્રોમાં ચીન, જાપાન અને ભારત છે. તેમાં હિન્દુપ્રધાન (કે હિન્દુત્વપ્રધાન) ભારત દેશ બુદ્ધિસ્ટ કલ્ચર ધરાવતા જાપાન અને ૧૯૪૯માં ચીન સામ્યવાદી બન્યું તે પહેલા બુદ્ધિસ્ટ-કન્ફયુસીઅસ કલ્ચર ધરાવતા ચીનથી કેમ અધધધ પાછળ પડી ગયું છે. હિન્દુત્વ પ્રધાન ભારતમાં તેના બંધારણના આમુખમાંથી સમાજવાદ અને સીમ્યુલારીઝમ શબ્દો દૂર કરવાની એક નાનકડી ચળવળ પણ ચાલી રહી છે. જાપાન ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધને અંતે ભૂંડી રીતે હાર્યું પરંતુ ૧૯૪૫ થી ૨૦૨૬ સુધીના લગભગ ૭૬ વર્ષમાં તેણે અદ્ભૂત આર્થિક પ્રગતી કરી જેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ બુદ્ધ ધર્મની ઓપનનેસ (ખુલ્લાપણા)નો લાભ લઈને તેણે આર્થિક ક્ષેત્રે અદ્ભૂત પ્રગતી સાધી. બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાનીસ કલ્ચર અતિ ઈનોવેટીવ સાબીત થયું. જાપાનની સોની કંપની ઈલેકટ્રોનીક ક્ષેત્રમાં નવી શોધોની છડીદાર બની અને તે પછી જાપાનીસ રેલ્વે સીસ્ટમે પશ્ચિમ જગતની રેલ્વે સીસ્ટમને પણ પાછળ પાડી દીધી. ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધમાં હારેલી પ્રજાએ બુદ્ધીસ્ટ કલ્ચરનો ભરપૂર ઉપયોગ આર્થિક વિકાસ માટે કર્યો.
    ચીને પોતાના અર્થકારણને એવું વેગીલું બનાવ્યું કે ૧૯૪૯માં ભારતથી પણ જીડીપીની બાબતમાં ગરીબ ચીન ઈ.સ. ૨૦૦૦ સુધીમાં તો જગતમાં જીડીપીની દ્રષ્ટિએ બીજા નંબરનું રાષ્ટ્ર બની ગયું છે અને ચીનના આર્થિક પાવર અને પ્રભુત્વથી અમેરીકા પણ થથરી ગયું છે કારણ કે આવતા પચીસેક વર્ષમાં જીડીપીની બાબતમાં ચીન અમેરિકાથી આગળ નીકળી જાય તે શક્યતા છે. ભારત છ કે સાત ટકાના આર્થિક વિકાસ કરી રહ્યું છે પરંતુ ભાજપે વસતી વધારાની બાબતે કશું જ ધ્યાન આપ્યું ના હોવાથી આજે ભારતની વસતી ચીનની વસતીને આંબી ગઈ છે.
    ૨૦૨૬માં જગતની વસતી ૮૪૩ કરોડની વસતી જગતના ૧૯૫ દેશો વચ્ચે વહેંચાયેલી છે તે જેમાં ભારત તેની ૧૪૭ કરોડની વસતી સાથે પ્રથમ ક્રમે છે. ચીનની વસતી ૧૪૧ કરોડ છે, અમેરિકાની ૩૪.૫ કરોડની અને જાપાનની વસતી માત્ર ૧૨.૩ કરોડ છે. જાપાનની વસતી કરતાં ભારતની વસતી લગભગ ૧૨ ગણી છે. ટૂંકમાં ૧૯૫૧ પછી ભારતના વસતી વધારાએ હદ વટાવી દીધી છે જેને અંગ્રેજીમાં 'ઓબસીન' (નિર્લજજ) કહી શકાય, જીડીપીની દ્રષ્ટિએ ઈ.સ. ૨૦૨૬માં ચીનની જીડીપી ૨૦.૮૫ ટ્રીલીયન ડોલર્સ, જાપાનની ૪.૩૮ ટ્રીલીયન ડોલર્સ અને ભારતની ૪.૧૫ ટ્રીલીયન ડોલર્સ છે.
    જાપાનની સરાસરી માથાદીઠ આવક ૩૫,૭૦૩ ડોલર્સ, ચીનની સરાસરી માથાદીઠ આવક ૧૪,૮૭૪ ડોલર્સ છે જ્યારે ભારતની સરાસરી માથાદીઠ આવક ૨૮૧૩ ડોલર્સ છે.
    આર્થિક પ્રગતિની તીવ્ર રેસ ભારતે અને ચીને લગભગ એક સાથે શરૂ કરી હતી. ૧૯૪૯માં ચીન સામ્યવાદી બની ગયું ત્યારથી તેણે આર્થિક યાત્રા શરૂ કરી જ્યારે ભારતે ૧૯૫૧માં પ્રથમ પંચવર્ષીય યોજના સાથે આર્થિક યાત્રા શરૂ કરી હતી અને જાપાને પણ ૧૯૫૦ બાદ શરૂ કરી સરાસરી જીવન આવરદાની બાબતમાં પણ ત્રણે દેશો વચ્ચે ઘણો તફાવત છે. જાપાનના લોકોનું સરાસરી આયુષ્ય ૮૫.૧૫ વર્ષ છે, ચીનનું ૭૯.૦૨ વર્ષ છે અને ભારતનું ૭૨.૭૨ વર્ષ છે. બાય ધ વે, અમેરીકાના લોકોનું સરાસરી જીવન આયુષ્ય હજી ૮૦ વર્ષ પર પણ પહોંચ્યું નથી તે માત્ર ૭૯.૭૬ વધી છે જે ચીનના સરાસરી આયુષ્ય ૭૯.૦૨ સરેરાશ પણ મુખ્યથી થોડુંક વધારે છે. જગતમાં મોનાકો (સરાસરી આયુષ્ય ૮૬.૭૩ વર્ષ) સાન મેરીનો (સરાસરી આયુષ્ય ૮૬.૦૩ વર્ષ) અને હોંગકોંગ (સરાસરી આયુષ્ય ૮૫.૯ વર્ષ) જેવા નાનકડા દેશોને બાદ કરીએ તો જગતમાં જાપાનીઓ સૌથી વધુ લાંબુ જીવે છે. જગતના તમામ દેશોમાં પુરૂષોની સરાસરી આવરદા કરતાં સ્ત્રીઓનો સરાસરી આવરદા વધારે છે. ભારતમાં સ્ત્રીઓની સરાસરી આવરદા ૭૪.૩૯ વર્ષ છે. જ્યારે પુરૂષોની આવરદા તેનાથી લગભગ બે વર્ષ ઓછી એટલે ૭૨.૭૨ વર્ષ છે. અમેરીકામાં પુરૂષોના સરાસરી આયુષ્ય કરતાં અમેરિકન સ્ત્રીઓનું આયુષ્ય લગભગ પાંચ વર્ષ વધારે છે.