GIDC જમીન ઉપર GST રિફંડ મળવાપાત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વેચાણવેરો - સોહમ મશરુવાળા
સરકાર દ્વારા બધા જ વ્યવહાર ઉપર GST નો વેરો વસુલવાની વૃત્તિ કદી ઓછી થતી નથી અને લાચાર વેપારી કોર્ટના ચક્કરો કાપીને રાહત લેવાની રહે છે. આવો જ બનાવ GIDCમાં સ્થિત જમીનના ભાડાપટ્ટાના હક્કના વેચાણ ઉપર GST બાબતે બન્યો. અધિકારીઓ સજ્જ થઇને વેરો વસુલવા માટે દોડધામ કરી, સમન્સ પાઠવ્યા, કારણદર્શક નોટીસો ફટકારી, વેરો વસુલવા જંગી પ્રયાસો કર્યા, વ્યાજ માટે ઉઘરાણી કરી. પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જ્યારે આ વ્યવહારના GST બાબતે રીટ કરવામાં આવી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા અન્ય વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં (SCA No. 11345/2023) ત્યારે ખૂબ જ ઉમદા ચૂકાદો આપતા વડી અદાલત દ્વારા તેમ આદેશ કર્યો કે આ વ્યવહાર ઉપર GST લાગશે નહી. હવે સ્વાભાવિક છે કે ખાતુ નારાજ થઇને ચૂકાદો પડકારવાની અને સુપ્રિમ કોર્ટમાં SLP દાખલ કરી SLP(C) ૧૮૭૭૨ ઓફ ૨૦૨૬) સર્વોચ્ચ અદાલત દ્વારા તા. ૨૨.૫.૨૦૨૬ ના રોજ SLP ફગાવી નાખી અને એમ ઠરાવ્યું કે GIDC ની જમીનના ભાડાપટ્ટાના હક્કના વેચાણ ઉપર GST લાગશે નહીં. આ ચૂકાદાના લીધે હવે ભરેલો વેરો પરત લેવાની વાત આવે અને રિફંડ પ્રાપ્ત કરવા બાબતે આજના લેખમાં સરળ સમજુતી આપવામાં આવી છે.
ભરેલ રકમ વેરો નથી
સુપ્રીમ કોર્ટના આદેશથી તેમ ફલીત થાય છે આ વ્યવહાર સપ્લાય નથી. તેવો જો સપ્લાય જ નથી તો ભારતનું બંધારણ તેને વેરો તરીકે ઓળખવાની સત્તા આપતું નથી. જ્યારે આ રકમ વેરો જ નથી તો ખાતા પાસે આ રકમ મૂકી રાખવાની કે ભોગવવાની કોઇ સત્તા જ નથી. આથી તમામ વેચાણની અવેજ ઉપર જે GST ભર્યો છે તે વેરો ના હોઇ રિફંડને પાત્ર બને.
રિફંડનો સિધ્ધાંત
રિફંડ તે જ માગી શકે જેને વેરાનો ભાર સહન કર્યો હોય. unjust anrichment ના લીધે તેમ પુરવાર કરવું પડે કે વેરાનો ભાર ભોગવ્યો છે અને માટે કલમ ૫૪ હેઠળ તે મળવા પાત્ર છે.
સમય મર્યાદા
સામાન્ય ધોરણે રિફંડ માંગવા માટે ૨ વર્ષની સમય મર્યાદા કલમ ૫૪માં આપી છે. હવે જ્યારે કોઈ રકમનું અસ્તિત્વ જ GST કાયદામાં નાબૂત થઇ જાય છે. આના લીધે બે વર્ષની સમય મર્યાદા આ રિફંડને લાગુ પડશે નહીં. ખાતુ સમય મર્યાદાના પૂંછડા પછાડવાના જેનો જવાબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મે. અલિધ્રા ટેક્સક્રાફટ એન્જિનિયર્સ અને અન્ય વિ.યૂ.ઓ.આઈ (SCA No. 14544 / 2024) આપ્યો છે જેમાં સ્પષ્ટ ઠરાવવામાં આવ્યું છે કે જે રકમ વેરો નથી કાયદા હેઠળ તેને રિફંડ માટે સમય મર્યાદા લાગુ પડશે નહીં.









